Abtak Media Google News

કરલો દુનિયા મુઠી મે….

જીયો-વોટસએપ ઈ-કોમર્સ ક્ષેત્રે ક્રાંતિ સર્જવા સજજ

વિશ્ર્વભરમાં લોકડાઉનના પગલે અનેકવિધ કંપનીઓ ઠપ્પ થઈ ગયેલી છે ત્યારે રિલાયન્સ તેના મૂળ મુદા એટલે કે કર લો દુનિયા મુઠ્ઠી મેંનાં સંદેશથી વિશ્ર્વઆખામાં પોતાનો પગદંડો જમાવી રહ્યું છે. આંગળીના ટેરવા ઉપર આખી દુનિયાને એપ્લીકેશન મારફતે લોકોને મોબાઈલ મારફતે બંધાણી કરી દીધા છે. વિશ્ર્વની સરખામણીમાં ભારત દેશનાં લોકોને મોબાઈલ ફોનની આદત પડાવી દીધી છે. રિલાયન્સ હરહંમેશ એક ડગલું આગળ રહી લોકોને જરૂ રીયાત મુજબની તમામ ચીજવસ્તુઓ આપી રહ્યું છે. રિલાયન્સ નેટવર્કિંગ ક્ષેત્રમાં પણ અવ્વલ આવી પોતાનો પગદંડો જમાવી રહ્યું છે. રિલાયન્સ દ્વારા ફાયબર નેટવર્ક સ્થાપિત કરી વિશ્ર્વ આખાને એક નવી જ ભેટ આપી હોવાનું પણ સામે આવ્યું છે. અન્ય કંપનીઓની સરખામણીમાં રિલાયન્સ વેલ્યુ એડિશન બિઝનેસમાં માણી રહ્યું છે. અનિલ અંબાણી દ્વારા પહેલા જે આરકોમ કંપની ચલાવવામાં આવતી હતી તેનાથી તે કંપનીથી દુર થઈ ગયેલા હતા ત્યારબાદ આરકોમને મુકેશ અંબાણી દ્વારા હસ્તગત કરવામાં આવી હતી જે હવે વિશ્ર્વ આખામાં પોતાનો પગદંડો સ્થાપિત કરી રહ્યું છે.

એપ્લીકેશન મારફતે જીયો ડિજિટલ અને ઈ-કોમર્સ ક્ષેત્રે ક્રાંતિ સર્જશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ રિલાયન્સનાં મુકેશ અંબાણી દ્વારા જે ૨૦૨૧માં ઝીરો ડેપ્ટ કંપની તરીકે પ્રસ્થાપિત કરવાનો જે નિર્ધાર કરવામાં આવ્યો હતો તે હવે ચાલુ વર્ષનાં અંત સુધીમાં જ કંપની ઝીરો ડેપ્ટ બનશે તેવું પણ માનવામાં આવે છે. હાલ વિશ્ર્વની નામાંકિત કંપનીઓ રિલાયન્સ જીયો સાથે મંત્રણા કરી રહી છે અને તેમનાં વ્યવસાયમાં ભાગીદારી પણ નોંધાવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ચાઈનાની વી-ચેટ એપ્લીકેશન જે રીતે ઓનલાઈન પેમેન્ટ અને ડિજિટલાઈઝેશન તરફ અગ્રેસર થઈ રહી છે તેની સરખામણીમાં  રિલાયન્સ જીયો અને વોટસએપ પોતાનું યોગદાન આપી વૈશ્ર્વિક ફલક ઉપર પ્રસ્થાપિત થશે.

  • એપ્લીકેશન તમારા સ્માર્ટફોન કેમેરાને ‘સ્માર્ટ’ બનાવશે

કોઈપણ મોબાઈલની કિંમત ત્યારે જ થાય જયારે તેમાં એપ્લીકેશનનો ઉપયોગ લોકો સર્વાધીક રીતે કરતા હોય ત્યારે હવે એપ્લીકેશનો તમારા સ્માર્ટફોન કેમેરાને પણ સ્માર્ટ બનાવશે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે જેમાં શબ્દો અનુવાદ, ડોકયુમેન્ટ સ્કેનિંગ સહિત અનેકવિધ મુદાઓને ધ્યાને લેવાશે જયારે બીજી તરફ તમારા જુના સ્માર્ટફોન અને ટેબલેટનો ઉપયોગ સર્વેલન્સ કેમેરા થકી કરવામાં આવે તેવું પણ સામે આવ્યું છે. નાઈટ સ્કાય એપ્લીકેશન મારફતે તમે તમારા સ્માર્ટફોન કેમેરાથી તારા તથા ગ્રહોને પણ ઓળખી શકશો. એવી જ રીતે ગુગલ લેન્સ એપ્લીકેશન મારફતે ઝાડ સહિત જે લખાણમાં આવેલા ટેકસ્ટ હોય તેને પણ સ્કેન અને અનુવાદ કરવામાં મદદરૂ પ સાબિત થશે ત્યારે આ તમામ વસ્તુઓથી એ વાત સ્પષ્ટ થાય છે કે જેટલી સ્ટ્રોંગ એપ્લીકેશન તેટલી જ લોકોને દુનિયા સાથે જોડાવવામાં ઉપયોગી સાબિત થશે.

  • કર લો દુનિયા મુઠ્ઠી મેં : એમેઝોન પ્રાઈમ જીયોનાં શરણે

રિલાયન્સ જીયો દરેક ડગલેને પગલે આગળ વધી રહ્યું છે અને તેની આગવી છાપ પણ પ્રસ્થાપિત કરી રહ્યું છે. આ તકે જીયો ફાયબર સેટઅપ બોકસમાં પહેલા એમેઝોન લાઈવ વિડીયો એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવતો ન હતો પરંતુ હાલ વૈશ્ર્વિક પરિસ્થિતિ જોતા એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, એમેઝોન પ્રાઈમ હાલ જીયોનાં શરણે આવી ગયું છે. જીયો ફાયબર સેટઅપ બોકસમાં સનેકસ્ટ, ડિઝની પ્લસ હોટ સ્ટાર, જી-ફાઈવ, સોની લાઈવ, વુટ, જીયો સિનેમા સહિત અનેકવિધ એપ્લીકેશનોનો ઉમેરો કરવામાં આવ્યો છે ત્યારે આવનારા સમયમાં નેટ ફિલકસ પણ રીલાયન્સ જીયોનાં સેટઅપ બોકસમાં સ્થાન પ્રાપ્ત કરશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. હાલ રિલાયન્સ જીયો તમામ ક્ષેત્રે નવાં પ્રોગ્રામો અને આઈડિયા થકી વિશ્ર્વભરમાં પોતાનો પગદંડો જમાવવા માટેના પ્રયત્નો હાથધરી રહ્યું છે જેમાં કંપનીને ઘણો ખરો ફાયદો પણ પહોંચ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.