Abtak Media Google News

Screenshot 11 20 બાળકોના હાસ્યમાં જાદુની અનુભૂતી થાય છે: નીતા અંબાણી

દેશભરનાં વંચીત બાળકોમાં આત્મવિશ્ર્વાસનો સંચાર  કરવા દશ વર્ષથી સતત પ્રયત્નશીલ  રીલાયન્સના વી.કેર પ્રોજેકટથી  હજારો બાળકોને હુંફ મળી રહી છે.

10 વર્ષથી વીકેરમાં 2022ના  3 થી11  વષના  800થી વધુ બાળકોને   સમાવાયા હતા અલગઅલગ  કાર્યક્રમોમાં રીલાયન્સની ટીમ સહપરીવાર બાળકોને હેમલેરાજ દ્વારા બાળકોને શિક્ષણકીટ , મીઠાઈ, રમકડા , કપડા  વિવિધ રમતો હસ્તકલા ટ્રેનીંગ  આપી હતી તેમા 1500  સ્વયંસેવકો દ્વારા હરીફાઈ, ટીકીટ લેનાર વીજેતા બાળકની એક ઈચ્છાપુરી  કરવામાં આવી છે.

‘ડિસેમ્બર ટુ રિમેમ્બર’માં 26 ડિસેમ્બરે મુંબઈમાં જિયો દ્વારા રજૂ કરવામાં આવેલા હેમલેય્ઝ વંડરલેન્ડ‘ ખાતે ઉજવણીનો પણ સમાવેશ થાય છે જેમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલી પશ્ચાદભૂના 1400થી વધુ બાળકોએ રાઈડ્સ અને મનોરંજન પ્રવૃત્તિઓની એક અનોખી ઘટનાનો અનુભવ કર્યો હતો અને તેમને અનોખી ટ્રીટ મળી હતી.

“નાતાલ આનંદ માણવાનો અને આનંદ વહેંચવાનો સમય છે. રિલાયન્સ ફાઉન્ડેશનમાં એક દાયકાથી વધુ સમયથી મેં અને ઈશાએ બાળકો સાથે નાતાલની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે,” તેમ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષા શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું, આ વર્ષે પણ હાંસિયામાં ધકેલાઈ ગયેલી પશ્ચાદભૂના બાળકોએ મુંબઈમાં હેમલેય્ઝ વન્ડરલેન્ડ અને દેશભરના સ્થળોએ અનેકવિધ પ્રવૃત્તિનો આનંદ માણ્યો અને તેમને રમતોનો આનંદ માણવા માટે એકસાથે લાવવામાં આવ્યા હતા.

મુંબઈમાં જિયો દ્વારા રજૂ કરવામાં આવેલા હેમલેય્ઝ વંડરલેન્ડ‘ ખાતેની ઉજવણીમાં રિલાયન્સ ફાઉન્ડેશન સાથે કામ કરતી વિવિધ એનજીઓ અને અન્ય સંસ્થાઓના વંચિત બાળકો માટેના આનંદદાયક ઉત્સવનો સમાવેશ થતો હતો. બાળકોએ મોન્સ્ટર રાઈડ, હેમલેય્ઝ વિલેજ, હોન્ટેડ સર્કસ, ફેરિસ વ્હીલ, કેરોયુઝલ, લેગો પ્લેઝોન અને કાર્નિવલ ગેમ્સ સહિતના વિવિધ આકર્ષણોમાં આનંદદાયક સમય પસાર કર્યો હતો.

ડિસેમ્બર ટુ રિમેમ્બર એ રિલાયન્સ ફાઉન્ડેશનની શિષ્યવૃત્તિ, માર્ગદર્શન અને તાલીમ તથા રમતગમતના પ્રોત્સાહન તેમજ પાયાના સ્તરે રમતગમતના માળખાના વિકાસ અને અન્ય અનેકવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરતી એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ હેઠળની નિરંતર જારી રહેતી એક પહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.