Abtak Media Google News

મીડ -ડે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઈન્ફલુએન્સર દ્વારા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડનવીસ હસ્તે બહુમાન

મુંબઈ ખાતે તાજેતરમાં મિડ -ડે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઈન્ફલુએન્સર એવોર્ડ્સ 2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રે સફળ થયેલા પ્રતિષ્ઠિત લોકોનું બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજાને “શ્રેષ્ઠ દાનવીર એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો.

મોરના ઈંડા ચીતરવા ન પડે તેમ ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને રીબડાના વતની મહિપતસિંહ ભાવુભા જાડેજાના પુત્ર અને ક્ષત્રિય સમાજના આગ્રણી અનિરુદ્ધસિંહ જાડેજા ના પુત્ર રાજદીપસિંહ જાડેજાએ નાની વયે કોરોના મહામારી દરમિયાન ઓક્સિજન બોટલો, દવા, માસ્ક, સેનીટાઈઝર અને ગરીબ  શ્રમિક પરિવારોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. ઉપરાંત જરૂરિયાત મંદોની વ્હારે આવી પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી અનેક યુવાઓને સેવાશ્રમ નો રાહ ચીંધ્યો હતો.

ભારત ઇન્ટરનેશનલ ઇન્ફલુએન્સર એવોર્ડસ (આઇઆઇઆઇએ 2022) સમારોહમાં રીબડા ના રાજદિપસિંહને શ્રેષ્ઠ દાનવીર એવોર્ડ’ મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં પત્નિ અને એકિસસ બેંકનાં વાઇસ પ્રેસિડેન્ટ અમૃતા ફડણવીસનાં હસ્તે ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં પુનમ પાંડે, ઉર્ફે જાવેદ, અભિનેત્રી સંગીતા બિજલાની સાકિબ સલીમ, શિવમ શર્મા, આઝમા ફલ્લા શ્રિયા પિલગાંવકર, આહાના કુરક્ષા, સ્નેહા ભસી રાખી સાવંત, ડેઝી શાહ , ટેલિવી ઇન્ડસ્ટ્રીઝનાં કરણ કુન્દ્રા, ઉર્વશી ધોળિકિ રૂપાલી ગાંગુલી, નકુલા મહેતા, અનુપ સિરીયલનાં નિર્માતા, રશ્મિ દેસાઇ, મોહિત મલિક, અમર ઉપાધ્યાય,અલી મર્ચન્ટ, દિવ્યા અગ્રવાલ, નેહા ભસીન સહી નિડયાદવાલા, દુબઈ  ગ્રુપનાં સ્થાપક રિઝવાન સાજન, કિલર જીન્સનાં નેની જૈન, તનિષા મુખર્જી, મનીષ પોલ, અમૃતા રાવ, આંતરરાષ્ટ્રીય અભિનેત્રી જિયોકોન્ડા વેસીચેલી સહિતની સેલિબ્રીટી ઉપસ્થિત રહા હતા. રાજદિપસિંહ જાડેજા ને ’શ્રેષ્ઠ દાનવીર એવોર્ડ મળતા ક્ષત્રિય સમાજ  તેમજ વિવિધ, સંસ્થા અને  મિત્ર વર્તુળ તરફથી ” શુભેચ્છાઓ મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.