Abtak Media Google News

કનેકશન હોવું અને કનેકટ રહેવું એ જુદી વાત છે: ગમતાં લોકો સાથે વાત કરવાથી મન હળવું થાયને તણાવ પણ ઘટે છે

વર્ષો પહેલા સંદેશા વ્યવહારના બહુ ટાંચા સાધનો હતા, ત્યારે દોરડા વાળા ફોન પણ સ્ટેટસ  ગણાતું. લોકલ કોલ સાથે એસ.ટી.ડી. આઇ.એસ. ડી. કોલ કે તાત્કાલીક સંદેશ માટે લોકો તાર કરતાં હતા. સંદેશો વ્યવહારની ક્રાંતિની હરણ ફાળે લોકોને કોન્ટેક માટે ઘણી સરળતા કરી દીધી હતી. ફોન પછી, કોઇન વાળા ડબલા પેજર અને મોબાઇલનો યુગ આવ્યો ત્યારથી તો દુનિયાને નાની બનાવટી દીધી છે.

Advertisement

આધુનિક સમયમાં ટેકનોલોજીએ અભણને ઘણા નજીક લાવી દીધા છે: અત્યંત વ્યસ્ત જીવન વચ્ચે પણ થોડો સમય પણ મિત્રો સાથે ગપાટા લગાવીને પણ ગમતાંનો ગુલાલ ઉડાડો: હાય – હેલ્લો ને હાઉ આર યુનો શોર્ટ મેસેજ પણ સતત સંપર્ક જાળવી રાખે છે.

પહેલા તો આવી કાંઇક સગવડતા ન હોવાથી સાંજે વાળુ કરીને શેરીમાં મિત્રોની ટોળી ભેગી થઇને અલક ઝલકની વાતો કરતી. રવિવારની રજામાં તો જલ્સો પડી જતો હતો. આ સમયમાં માનવી – માનવી સાથે ખરા અર્થનું સામાજીક જીવન જીવતો હતો. આજે મોબાઇલ આવવાથી આપણે બધાથી અલગ થઇ ગયાને પોતાનાથી પણ અલગ થઇ ગયા. આજે મોબાઇલએ હ્રદય કરતાં પણ વધુ અગત્યનું થઇ ગયું છે.

ફેબ્રુઆરી-2004 ફેસબુકના આગમને પહેલા કરતાં સંપર્કને વધુ સરળ બનાવ્યું: 2011માં તો વાયર વાળા ફોન કરતાં મોબાઇલ ફોન કોલનો ઉપયોગ વધવા લાગ્યો: 2019થી બહાર રહેલા મિત્રો વચ્ચેના સંચાર અંતરને દૂર કરવા આ દિવસ ઉજવાય છે

એક-બીજા સાથે વાત કરવાનો કોઇ પાસે સમય જ નથી.આજે રાષ્ટ્રીય કોલ અ ફ્રેન્ડે ડે ઉજવણી થઇ રહી છે, ત્યારે કોઇ ગમતાં મિત્ર સાથે મન ભરીને વોઇસ ટુ વોઇસ કનેકટ થઇને હળવા ફૂલ થઇ જજો. દિવસમાં થોડો સમય તમામ કામ મુકીને વાત કરવાથી તણાવમાં ઘટાડો થાય છે. કનેકશન (જોડાણ) હોવું અને કનેકટ (સંપર્ક) રહેવું એ બન્ને જુદી વાત છે. તમારા ફોનમાં સેવ કરેલા નંબરો અડધા નંબર એવા હશે જેની સાથે તમો બે વર્ષમાં કયારેય વાત ન કરી હોય, આપણે નંબર સેવ તો કહી એ પણ પછી તેની સાથે સંપર્ક કરતાં જ નથી. આજનો દિવસ આ વાતની જાગૃતિ માટેનો છે. દૂર રહેતા મિત્રની સાથે મન ભરીને વાત કરી લો.

આધુનિક યુગમાં ટેકનોલોજીએ આપણને એક-બીજાની ઘણા નજીક લાવી દીધા છે. અત્યંત વ્યસ્ત જીવન વચ્ચે પણ થોડો સમય કાઢીને ગમતાં મિત્રો સાથે ‘ગમતા નો ગુલાલ’ કરો. દિવસમાં એક વાર હાય – હેલ્લો કે હાઉ – આર – યુ જેવા ટેકસ્ટ મેસેજ માત્રથી એકબીજા પ્રત્યે લાગણી દર્શાવીને પણ સતત જોડાણ રાખી શકો છો. માનવી માનવી સાથેનો સંબંધ સંપર્ક જ સારુ સામાજીક જીવન આપે છે. સમાજની વ્યવસ્થામાં એકબીજાના કામ માટે સતત મળતા રહેવાથી સધિયારો મળે છે. આજે ઇનરનેટની ક્રાંતિ એ પ -જી ના યુગમાં આંગળીના ટેરવે દુનિયા લાવી દીધી છે.

ગમે તેટલા વ્યસ્ત સમય વચ્ચે પણ પરિવાર સાથે  સમય કાઢીને વાત કરવી જ જોઇએ, થોડી મિનિટો ફાળવો, ફોન ઉપાડો, મિત્રોને કોલ કરો. આજે તો ઓફીસ વર્ક દરમ્યાન ઇમેઇલના માઘ્યમથી પણ તમો સતત કનેકટ રહી શકો તેવી સગવડ છે. રજાના દિવસે સૌ મિત્રો ભલે અલગ જગ્યાએ હોય પણ ગ્રુપ કોલીંગ માઘ્યમથી વોઇસ ટુ વોઇસ કે ફેસ ટુ ફેસ વાત કરી શકો છો. ફેબ્રુઆરી-2004 માં સોશિયલ નેટવકિંગ સાઇટ ફેસબુક નો પ્રારંભ થયો ને મિત્રો સાથે જોડાવવાનું અગાઉ કરતાં સહેલું બની ગયું.

ફેસબુકના આગમન માત્ર સાત વર્ષમાં દોરડા વાળા ફોન કરતા મોબાઇલ ફોન કોલ્સનો ઉપયોગ વધી ગયો હતો. 2014માં તો પ0 વર્ષથી મોટી વયના પણ ટેકસ્ટ મેસેજ ને ફોમ કોલ્સ કરવા લાગ્યા હતા. 2019થી એટલે આજનો દિવસ ઉજવાય છે. ઘણી મીસ કોલ્સ સાથેની વાતચિતમાં પણ સારો મિત્ર મળી જાય છે. જે ને તમે ઓળખતા પણ નથી હોતા. આજના દિવસને પ્રેમ પૂર્વક ઉજવણી કરીને નવા મિત્રો બનાવીએ. મનુષ્ય એક સામાજીક પ્રાણી છે, અને જયારે આપણે અન્ય લોકો સાથે પ્રેમાળ, સહાયક સંબંધોને ઉત્તેજન આપીએ ત્યારે જ શ્રેષ્ઠ મિત્રતા બંધાય છે. મિત્રોનો અવાજ પણ અસર કરતો હોય છે.

સંપર્કમાં રહેવું મુશ્કેલ હોય શકે પણ વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને મિત્રો સાથે ટચમાં રહેવું જોઇએ. ઘણા લોકો રહે તમને ફોન કરીને હેરાન કયાં કરવા તો તેની સાથે સોશિયલ મીડિયા, ઇમેઇલ, ટેકસ્ટસ જેવા સંદેશો મોકલીને પણ ફ્રેન્ડ શિપ જીવંત રાખી શકાય છે. હાલના પર્વતમાન સંજોગોમાં તહેવારો સાથે કોરોના મહામારીનો ભય છે ત્યાતે ઘણા લોકો ડિપ્રેશન અને આત્મહત્યાના વિચારો સાથે એકલા સંઘર્ષ કરતાં હોય ત્યારે આપણો ફોન કોલ તેને જીવન જીવવાની પ્રેરણા સાથે મારુ પણ કોઇક છે તેવી ભાવના પેદા કરે છે અને ઉત્સાહમાં આવ જાય છે.

વોઇસ કે વિડીયો આધારીત સંચાર સેવા મહત્વ પૂર્ણ જીવંત સંપર્ક રાખવા માટે અતિ મહત્વની વાત છે. મિત્રો સુધી પહોચવા અને કનેકટ રહેવાનો સમય છે. એકબીજાની સંભાળ અને એકબીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે. તે જાણવાનો સોનેરી અવસર છે. વિદેશોમાં લાઇફ વર્કસ કાઉન્સલીંગ સેન્ટરો પણ તમને આ બાબતે માર્ગદર્શન આપે છે, ઘણી બધી હેલ્પ લાઇન પણ આ બાબતે તમોને સહાયભૂત થઇ શકે છે.

‘વોઇસ’ આધારીત સંચારનો અભાવ

ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોન ટેકનોલોજીની પ્રગતિ અને વિવિધ પ્રકારની નવી ક્રિયા – પ્રક્રિયાને કારણે ફોન કોલ્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 2014ના સર્વે મુજબ મોટી ઉમરના પણ સંદેશો વ્યવહારના સૌથી પસંદગીના મોડ તરીકે ટોકસ્ટંગ ફોન કોલ્સમાં વધારો જોવા મળે છે.

આજે સોશિયલ મીડિયાના બહુ વપરાશને કારણે કોલ ઓછા થયાને ફોટા શેર, મેસેજ, ઇમેઇલ જેવી પ્રતિક્રિયા વધી ગઇ છે. માહિતી મેળવવા ટેકસ્ટથી કનેકટ રહેવાની સૌથી અસરકારક રીત છે, મનોવિજ્ઞાનના એક અભ્યાસ મુજબ વાતચીત બાળકના મગજમાં ભાષા કેન્દ્રને સક્રિય કરે છે, અને તેમની ન્યુરલ પ્રોસેસિંગ ક્ષમતાને વધારે છે. આજ સીસ્ટમ મોટા થયા બાદ સતત મૌખિક વાતચીત થી તમારા મગજને વધુ સારી રીતે કામ કરવામાં મદદ મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.