Abtak Media Google News

બ્લેક લિસ્ટમાં હોય કે કોઇ કાયદાકીય કાર્યવાહી થઇ હોય તેમને આ લાભ નહીં મળે

યુએઇએ બુધવારે ત્રણ મહીનાનો વિઝા એમનેસ્ટી  પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. તેમાં ગેર કાયદે કામ કરી રહેલા વિદેશીઓને ફાયદો થશે. તેમાં ર૮ લાખ જેટલા ભારતીયો છે. આ અંતર્ગત તેમને વગર દંડ ભરે દેશ છોડવાની પરવાનગી અપાઇ છે. કે પછી છ મહિનાની અંદર નવી નોકરી શોધવાની છૂટ અપાઇ છે. ઉલ્લેખનીય છે કે યુએઇમાં ર૮ લાખ ભારતીયોના ઘર છે પ્રવાસીઓની સંખ્યામાં અહી ભારતીયો વધારે છે. તેમાંથી ૧પ થી ર૦ ટકા પ્રોફેશનલી કવોલિફાઇડ છે.

Advertisement

યુએઇ સરકારે સંખ્યા જાહેર ન કરતાં કહ્યું કે, ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ અને ફિલીપાઇન્સથી આવનાર હજારો લોકો ખાસ કરીને મજુર વર્ગને આનો ફાયદો થશે.

સાથે જ તેઓ આસાનીથી પોતાના વતન પરત ફરી શકશે. જે લોકો બ્લેકલીસ્ટમાં હોય કે જેમની ઉપર કાયદાકીય કાર્યવાહી ચાલી રહી હોય તેમને આ સુવિધાનો લાભ નહી મળે, સુત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૧૦ વર્ષમાં યુએઇ સરકાર તરફથી આ સુવિધા ત્રીજીવાર મળી રહી છે.

વીઝા એકસપાવર થયા બાદ પણ ત્યાં રહેનાર પ્રવાસી કોઇપણ દંડ વગર જેલની સજા વગર દેશ છોડી શકે છે કે પછી નવા સ્પોન્સર્ડ વિઝા દ્વારા ત્થા રહી શકે છે. લક્ષ્મી દેવી રેડ્ડી નામની મહિલા એક હાઉસ મેડ તરીકે એક ઘરમાં કામ કરતી હતી તે બે વર્ષ પહેલા ત્યાંથી ભાગી ગઇ હતી. કેમ કે તેના માલિક તેને તેના પરિવાર સાથે વાત કરવા દેતા ન હતા. લક્ષ્મીએ જણાવ્યું કે જે આઉટ પાસ તેને પહેલા મળ્યા હતા તે જુનમાં એકસપાવર થઇ ગયો હતો.

લક્ષ્મીએ જણાવ્યું કે મે તેને એક મહિના માટે એકસટેન્ડ કરવી દીધા હતા મે દંડ પણ ભર્યો હતા પરંતુ હું ન જઇ શકી કેમ કે મને પોલીસ દ્વારા કલીયરન્સ ન મળ્યું મને લાગે છે કે મારા માલીકે મારી સામે પોલીસ કેસ ફાઇલ કર્યો હશે મને આશા છે કે હું હવે ફરી કોઇપણ દંડ ભર્યા વગર મારા ઘરે પાછી જઇ શકીશ.

ઉલ્લેખનીય છે કે યુએઇમાં રહેતા ભારતીયોની સંખ્યા સૌથી વધારે છે જેમાં ૧પ થી ર૦ ટકા ઉચ્ચ હોદાઓપર છેજેમ કે કલેરીકલ સ્ટાફ, શોપ આસીસ્ટન્ટ, સેલ્સમેન, એકાઉન્ટન્ટ વગેરે જયા ૬૫ ટકા લોકો બ્લ્યુ કોલર વર્કર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.