Abtak Media Google News

 

૧૭ નવા સ્ટાઈલિંગ અને ડિઝાઈનની ખુબીઓ અને નવો ઇલેક્ટ્રિક બ્લુ કલરથી પ્રેરિત ક્વિડ કલાઈમ્બર લાઈફ સ્ટાઈલના તત્વને નવી ઉંચાઈ આપે છે: પત્રકાર પરિષદ યોજાઈ

ભારતમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલી વાહન બ્રાન્ડસમાંથી એક રેનોલ્ટ ઈન્ડિયો કોન્કવેસ્ટ માટે તેની વૈશ્ર્વિક કાર રેનોલ્ટ ક્વિડ સાથે નવો ઈતિહાસ રચ્યો છે. આ આકર્ષક, ઈનોવેટિવ અને એફોર્ડેબલ કાર ખરા અર્થમાં પરિવર્તનકારી સાબિત થઈ છે અને રેનોલ્ટ ઈન્ડિયા માટે વોલ્યુમ પ્રેરક બની છે. જે હમણા સુધી ૧,૩૦,૦૦૦થી વધુ વેચાઈ છે. પથદર્શક પ્રોડકટ ઈનોવેશન્સ સાથે ક્વિડની સફળતા પર સવારી કરવાની પોતાની કટિબદ્ધતાને વળગી રહેતા રેનોલ્ટે હવે નવી ક્વિડ કલાઈમ્બર રજુ કરી છે. જેDsc 0921ની આરંભિક કિંમત ક્વિડ ૧.૦ લિ એસસીઈ (સ્માર્ટ કંટ્રોલ એફિશિયન્સી) એમટી વર્ઝન કરતા વધુ ru 25000 રાખવામાં આવી છે. જયારે ક્વિડ એએમટી પ્રકાર કરતા તે ru 25000 વધુ છે. ક્વિડ કલાઈમ્બર રજુ કરવા સાથે રેનોલ્ટે સ્ટાઈલ અને પ્રીમિયમનેસને અનૂકુળ બંધબેસે એવું વાહન નિર્માણ કરવાનો સતર્ક પ્રયાસ કર્યો છે.

ક્વિડ કલાઈમ્બરના લોન્ચ વિશે બોલતા રેનોલ્ટ ઈન્ડિયા ઓપરેશન્સના ક્ધટ્રી સીઈઓ અને મેનેજિંગ ડાયરેકટર સુમિત સાહનીએ જણાવ્યું હતું કે રેનોલ્ટ ક્વિડ ભારતમાં ઉતમ સફળ, ક્રાંતિકારી કોમ્પેકટ હેચબેક સેગમેન્ટ છે. રેનોલ્ટમાં અમે ગ્રાહકોને નવીન અને નાવીન્યપૂર્ણ પ્રોડકટો આપીને સેગમેન્ટમાં નવો દાખલો બેસાડવાનો પ્રયાસ સાથે કોન્સેપ્ટ ઈનોવેશનની અમારી મુખ્ય સ્પેશિયાલ્ટી પ્રત્યે કટિબદ્ધ છે. રેનોલ્ડ ક્વિડ કલાઈમ્બરે વિચારશીલ વિશિષ્ટ ગ્રાહકની જ‚રતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે અને તે વિવિધ ગ્રાહક વર્ગને પહોંચી વળે છે. જેને લઈ સતત એક સ્થળેથી બીજા સ્થળે હરતા ફરતા યુવા સિદ્ધિકારો માટે આ અનુકૂળ ઓફર બની જાય છે. આ નવું લોન્ચ વૈશ્ર્વિક નાવીન્યતાઓ સાથે ખભેખભા મિલાવી રાખવાનો અને પ્રોડકટોને સ્થાનિક જ‚રતોને અનુકૂળ બનાવવાનો અમારો હેતુ પ્રદર્શિત કરે છે.

ક્વિડ કલાઈમ્બર સેગમેન્ટમાં અવ્વલ લંબાઈ, પાવર ટુ વેઈટ રેશિયો, બૂટ સ્પેસ, ગ્રાઉન્ડ કિલયરન્સ અને અત્યાધુનિક ટેકનોલોજી પ્રદાન કરશે. તેમાં એસયુવી પ્રેરિત ડિઝાઈન, ૭-ઈંચ ટચસ્ક્રીન મિડિયાએવી સિસ્ટમ, ડિજિટલ ઈન્સ્ટુમેન્ટ કલસ્ટર, વન-ટચ લેન ચેન્જ ઈન્ડિકેટર, રેડિયો સ્પીડ ડિપેન્ડન્ટ વોલ્યુમ કંટ્રોલ અને લોડ લિમિટર્સ સાથે પ્રો.સેસ સીટ બેલ્ટ પ્રીટેન્શનર્સથી પ્રેરિત સેગમેન્ટમાં પ્રથમ અનેક વિશિષ્ટતાઓ છે. કક્ષામાં ઉતમ વિશિષ્ટતાઓમાં તેની બૂટ ક્ષમતા ૩૦૦ લિટરની છે. અર્ગો-સ્માર્ટ કેબિન, મલ્ટીપલ સ્ટોરેજ સ્પેસીસ, અપ્પર સેગમેન્ટ બોડી ડાયમેન્શન્સ, ઈન્ટીરિયર સ્પેસ, સર્વિસ પાર્ટસ મેઈનટેનન્સ કોસ્ટ, રાઈડ અને હેન્ડલિંગ અને અનેક પર્સનલાઈઝેશન વિકલ્પોનો સમાવેશ થાય છે.

ક્વિડ કલાઈમ્બર: અંદર બહાર વધુ સ્ટાઈલ અજોડ વ્યકિતત્વ નિર્માણ કરે છે. કલાઈમ્બર તેની એસયુવી ક્ષમતાને તીવ્રતા સુધી વિકસાવવા માટે ક્વિડના ડીએનએ પર સવારી કરે છે. પ્રથમ નજરે કલાઈમ્બરની એસયુવી રેખાઓ તેના મજબુત, સખત ગુણ પ્રદર્શિત કરે છે અને તેનો અજોડ, પ્રીમિયમ લુક અધોરેખિત કરે છે.

ક્વિડ કલાઈમ્બર શ્રેણીમાં વધુ વૈવિધ્યતાનો ઉમેરો કરશે, જે ક્વિડના સ્થાનને કાર તરીકે વધુ આગળ લઈ જશે, કારણકે તે ગ્રાહકોને લિવ ફોર મોર માટે પ્રેરિત કરશે ૧.૦ લિટર એસસીઈ એન્જિનની પાવરથી ક્વિડ કલાઈમ્બર ઉત્તમ પરફોર્મન્સ માટે મહ્ત્તમ તૈયાર કરવામાં આવી છે. ડબલ ઓવર હેડ કેમશાફટ (ડીઓએચસી) લેઆઉટના સિલિંડર દીઠ ૪ વાલ્વ ઉચ્ચ એર ફિલિંગ માટે લો પ્રેશર ડ્રોપ અને સુપર-એફિશિયન્ટ વાલ્વ લિફટની ખાતરી રાખે છે, જેને લીધે એન્જિન નીચલા છેડે, મધ્યમ શ્રેણીમાં અને ઉચ્ચ છેડાના રેવ બેન્ડસમાં ઉપયોગક્ષમ પાવર બનાવી શકે છે. આ હાઈ ટેકનોલોજી એન્જિન સાંકડી શહેરી ગલી હોય કે હાઈવે હોય, ડ્રાઈવેબિલિટી ઉત્કૃષ્ટ બનાવે છે.

સુરક્ષામાં કોઈ બાંધછોડ નહીં. સુરક્ષા રેનોલ્ટ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને તેની બધી પ્રોડકટો ભારતીય નિયમન સતાઓ દ્વારા સ્થાપિત આવશ્યક સુરક્ષાના ધોરણોને પહોંચી વળે છે અને પાર કરે છે. કિવડ કલાઈમ્બર ત્રણ આકર્ષક રંગ વિકલ્પો ઈલેકિટ્રક બ્લુ-એકસકલુઝિવ શેડ, આઉટબ્રેક બ્રોન્ઝ અને પ્લેનેટ ગ્રે સાથે મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ટોપ એન્ડ ૧.૦ લિ આરએકસટી (૦) પ્રકારમાં મળે છે. બુકિંગ ભારતમાં બધી રેનોલ્ટની ડીલરશિપ્સમાં ચાલુ છે. બુકિંગ્સ ડીલરશિપ્સ ખાતે અથવા કિવડ એપ પર પણ કરી શકાય છે. આ એપ ગૂગલ પ્લેસ્ટોર કે એપ્પલ સ્ટોરમાંથી આસાનીથી ડાઉનલોડ કરી શકાય છે. તેમ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.