બાહુબલી પાર્ટ-૧ બીજી વાર રિલીઝ થશે!

baahubali | bollywood | entertainment
baahubali | bollywood | entertainment

બીજા ભાગનાં બે અઠવાડિયા પહેલા બાહુબલી: ધ બિગિનિંગ ફરીથી રજૂ કરવાનો નિર્માતાનો પ્લાન

ફિલ્મ બાહુબલી પાર્ટ-૧ બીજી વાર રીલીઝ થશે! જી હા, બીજા ભાગનાં બે અઠવાડિયા પહેલા બાહુબલી: ધ બિગિનિંગ ફરીથી ‚પેરી પડદે રજૂ કરવાનો નિર્માતાનો પ્લાન છે. જોકે, પ્રથમ ભાગ ચોકકસ કઈ તારીખે રીલીઝ કરાશે તે હજુ નકકી થયું નથી.

ફિલ્મના નિર્માતા નિર્દેશક રાજા મૌલીએ જણાવ્યું હતુ ઘણા દર્શકો એવા છે જેઓ બાહુબલીનો પ્રથમ ભાગ (બાહુબલી: ધ બિગિનિંગ)જોવાનું ચૂકી ગયા છે. તેમને સવાલ ખબપર છે કે કટપ્પાને બાહુબલી કો કયોં મારા ? તેઓ આનો જવાબ મેળવવા બીજો ભાગ બાહુબલી ધ ક્ધકલુઝન પણ જોવાની તૈયારી રાખીને બેઠા છે. પરંતુ જેમણે પ્રથમ ભાગ જોયો જ નથી અથવા જોવાનું ચૂકી ગયા છે તેમના માટે અમે બાહુબલીનો પ્રથમ ભાગ બીજા ભાગ રીલીઝ થવાના બે અઠવાડિયા પહેલા સિનેમાઘરોમાં રજૂ કરીશું જેથી તેઓ બીજો ભાગ જોવાની પૂરતી મજા લઈ શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે બાહુબલી પાર્ટ ૨નું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. પરંતુ તેમાં પણ કટપ્પાને બાહુબલી કો કયોં મારા ? એ સવાલનો જવાબ મળતો નથી બાહુબલીનો બીજો ભાગ તારીખ ૨૮ એપ્રિલના રોજ રીલીઝ થશે.

બાહુબલી ૨માં પ્રભાસ (ડબલ રોલ) રાણા દગુબટ્ટી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટીયા, રમ્યા કૃષ્ણન, સત્યા રાજ વિગેરે કલાકારો મહત્વની ભૂમિકા ભજવે છે. બાહુબલીમાં આધુનિક વીએફએકસ ટેકનિકનો ભરપૂર ઉપયોગ થયો છે.