Abtak Media Google News

મીઠી યાદો અને ખુશનુમા ક્ષણોથી ભરેલું વધુ એક વર્ષ વીતી ગયું,કંઈક નવા કરવાના સંકલ્પ અને પુરુષાર્થ થી વીતેલા  વર્ષને અસાધારણ રીતે અસામાન્ય બનાવ્યુંજ છે. હવે આવનારું નવું વર્ષ સંકલ્પ સાકાર કરવાના સપનાજેવું જ અવિશ્વસનીય રહે તેવો સંકલ્પ નવા વર્ષમાં આગમનને વધુ ઊર્જા મય બનાવશે.

તહેવાર અને આનંદ ઉત્સવ ઊજવવાની માનવ સમાજની પરંપરા અને સંસ્કૃતિ જ દુનિયાને સતત પ્રગતિશીલ રાખવાનું મૂળ ચાલક બળ બની રહ્યું છે આપણી જ વાત કરીએ તો વિક્રમ સવંત 2077 નું વર્ષ ઘણા દાયકામાં પહેલીવારઅનેક પડકારો ,આફતો અને પ્રતિકૂળ અસરો ઊભી કરનારું બન્યું હતું પરંતુ ગયા વર્ષે જે તકલીફોનો સામનો કરવા ના સંજોગો ઉભા થયા હતા તેને પડકાર અને કુદરતની મરજી સમજીને જે રીતે આપણે એક થઈને કપરા દિવસો વિતાવવામાં જે એકતા અને સામૂહિક ચેતના જગાવી હતી તે સમગ્ર દુનિયા માટે એક આદર્શ ઉદાહરણ બની રહ્યું હતું,

સદીની સૌથી મોટી આફત એવી કોરોના મહામારી, આર્થિક પ્રવૃત્તિઓ પર પાબંદીનીમજબૂરી, શોધનો ગુમાવ્યાનો વસવસો,આર્થિક પડકારો ની સાથે સાથે સામાજિક જવાબદારીઓ ઉઠાવવા નો પડકાર, કુટુંબ પરિવાર સ્નેહિજનોના સ્વાસ્થ્યની જાળવણી, રોજગારીની ચિંતા અને સાથે સાથે સંતાનોની અભ્યાસની વ્યવસ્થા જેવા અનેક મોરચે રડવા જેવી સ્થિતિમાં કેવી રીતે સાંગોપાંગ ઊતરવું તે માટે વિક્રમ સંવત 2077નું વર્ષ ખરા અર્થમાં માનવ સમાજનો ગુરૂ બનીરહ્યો હતો, હવે શરૂ થઈ રહેલા વિક્રમ સંવત 2077ના વર્ષમાં કરેલા પુરુષાર્થ સંયમ અને સારા સંકલ્પના ફળ જ પામવાના છે, ભારત વર્ષ માટે આ વર્ષના દિવાળી અને બેસતા વર્ષ થી લઈ લાભ પાંચમ સુધીના પર્વ અને ત્યાર પછી શરૂ થનારી તમામ સામાજિક આર્થિક રાજકીય અને વહેવારુ પ્રવૃત્તિઓ ખરા અર્થમાં શુકનવંતી અને નવ સર્જન ના નવા આયામ ના પ્રથમ ચરણ જેવા બની રહેશે,

તહેવારોની ઉજવણી અને ખાસ કરીને દિવાળી અને નવા વર્ષ ભારત વર્ષના દરેક સમાજ માટે નવા ઊર્જા નુ સંચય અને વિતેલા વર્ષની કડવી યાદો, દુખના અનુભવો, પરિશ્રમના થાક, બોલીને નવા વર્ષના સંકલ્પો સિદ્ધ કરવાના અવસર તરીકે મનાવવામાં આવે છે ત્યારે વિક્રમ સંવત 2076નું વર્ષવિદાય લઈ ચૂક્યું છે ,ત્યારે વર્ષ2077 તમામ માટે ખૂબ જ ફળદાયી નીવડે તેવી શુભકામના ભારત વર્ષ માટે આવનારુ વર્ષ લોક સામાજિક સુખાકારી, રાજકીય સ્થિરતા પ્રગતિના નિમિત્ત બનવાની સાથે સાથે આર્થિક ઉન્નતિ, અમૃત ખેતી, ઔદ્યોગિક વિકાસ અને સરહદીય સુરક્ષાથી લઈને પર્યાવરણની જાળવણીમાં ભારત સમર્થ બની રહે તેવા માત્ર સંકલ્પ જ નહીં પરંતુ પ્રબળ ઈચ્છાશક્તિ નો સંચાર અને તેનું પરિણામ આપનારુ બની રહે તેવી અભ્યર્થના

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.