Abtak Media Google News

જીવનમાં દરેક વ્યકિત પોતાના વ્યાપારમાં, ઘરમા સ્થિર મહાલક્ષ્મીની કૃપા ઈચ્છે છે જે મહાલક્ષ્મી માતાજી ચોપડા પૂજન, લક્ષ્મીપૂજન, શારદાપૂજનથી પૂર્ણ કરે છે. ચોપડા પુજનમાં ચોપડો સરસ્વતી છે, કલમ (પેન) મહાકાળી છે, લક્ષ્મીજીનો સિકકો છે તે લક્ષ્મીજી છે આમ ત્રણેય માતાજીની કૃપા ચોપડા પુજનથી વ્યાપારમાં વરસે છે.

આપણે ત્યાં દરેક શુભ પ્રસંગોમાં ચોઘડીયા જોવાની પ્રથા છે. પરંતુ શાસ્ત્રોકત દ્રષ્ટિએ વિચારતા ચોઘડીયા કરતા હોય વિશેષ મહત્વ ધરાવે છે. તેથી આ પત્રિકામાં તા. 4-11-2021ને ગુરૂવારના શુભ હોરા ચોઘડિયાના સમય આપેલ છે. જેમાં લક્ષ્મી-પૂજન, શારદા પૂજન કરવાથી પૂજકને ત્યાં દશાવેલ લક્ષ્મીની અમી દ્રષ્ટિ નિરંતર રહે છે. અહી આપેલા ચોઘડીયા તથા હોરા રાજકોટના સમય પ્રમાણે સૂર્યોદય મુજબ આપેલ છે

ચોપડા ખરીદી દિન ગુરૂપુષ્યામૃત યોગ

આસો વદ-7ને ગુરૂવાર તા. 28-10-2021ના રોજ

ગુપુષ્યામૃત યોગ સવારે 9.42 થી છે.

સવારના ચોઘડીયા શુભ 6.50 થી 8.15, ચલ 11.05 થી 12.30

બપોરના ચોઘડીયા: લાભ, અમૃત 12.30 થી 3.21 સુધી

સાંજના ચોઘડીયા: અમૃત, ચલ 6.12 થી 9.21 સુધી

ચોપડા ખરીદવા ઓર્ડર આપવા માટે શુભ દિવસ છે.

સુર્વણ, રજત, શ્રીયંત્ર, કુબેર યંત્ર ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ છે.

ધન તેરસ

આસો વદ-12 મંગળવાર તા. 2-11-2021

સવારના ચોઘડીયા: ચલ,લાભ 9.41 થી 12.30

બપોરના ચોઘડીયા: અમૃત 12.30 થી 1.55

બપોરના ચોઘડીયા: લાભ 7.44 થી 9.19

રાત્રીના ચોઘડીયા: શુભ 10.55 થી 12.31

આ વર્ષે વાઘબારસના દિવસે ધન તેરસ છે. ચોપડા ખરીદવા, ગાદી બિછાવવા અને લક્ષ્મીપૂજન માટે શ્રેષ્ઠ સમય છે. ધન્વતરી પૂજન સાયંકાળે રાત્રીનાં કરવું.

કાળીચૌદશ

આસો વદ-13ને બુધવાર તા.3.11ના દિવસે સવારે 9.02 મીનીટથી આખો દિવસ અને રાત્રી કાળી ચૌદશ છે. (ચૌદસ તિથિનો ક્ષય હોવાથી તેરસના દિવસે કાળી ચૌદશ મનાવાશે.) આથી પંચાંગના નિયમ પ્રમાણે આ દિવસે રાત્રીનાં હનુમંત પૂજન, કાળ ભૈરવ, પૂજન, બટુકવીર પૂજન, કાલીપૂજા, મશીનરીનું પૂજન કરવું.

દીપાવલીનો પ્રદોષકાળ પુજન માટેનો શ્રેષ્ઠ સમય

પ્રદોષકાળ:- ગુરૂવાર સાંજે 6.08 થી 8.41 સુધી પ્રદોષકાળ છે વૃષભ સ્થિર લગ્નમાં કુંભ સ્થિર નવમાંશ રાત્રે 7.01 થી 7.13 સુધી છે સ્થિર વૃષભ લગ્ન રાત્રે 6.47 થી 8.42 સુધી છે.

નિશીથ કાળ:- રાત્રે 12.05 થી 12.56 સુધી છે તેમાં પણ પુજન કરવું શ્રેષ્ઠ ગણાય.

વિક્રમ સંવત 2077 આસો વદ અમાસ ગુરૂવાર તા. 4-11-2021ના શુભ દિવસે દિવાળી છે

આસો વદ-30ને ગુરૂવાર તા. 4-11-2021ના દિવસે શુભ દિપાવલી છે. પ્રદોષકાળ વ્યાપીની મળતી હોવાથી આ દિવસે લક્ષ્મીપૂજન કરવું શુભ છે.

રાજકોટના અક્ષાંશ-રેખાંશ પ્રમાણે સ્ટા. ટાઈમ સવારે 6.53 થી સૂર્યોદય થાય છે. શાસ્ત્રોકત દ્રષ્ટિએ હોરા તથા ચોઘડીયાનો પ્રારંભ સૂર્યોદયથી થાય છે.

રાત્રી પ્રમાણેના શુભ હોરા

મેષ:વૃશ્ર્ચિક માટે ગુરૂના હોરા શુભ છે.

વૃષભ: તુલા માટે બુધ અને શુક્રના હોરા શુભ છે.મિથુન: ક્ધયા માટે શુક્ર અને બુધના હોરા શુભ છે.કર્ક: સિંહ માટે ચંદ્ર અને ગુરૂના હોરા શુભ છે.

ધન: મીન માટે ચંદ્ર અને ગુરૂના હોરા શુભ છે. મકર: કુંભ માટે શુક્ર અને બુધના હોરા શુભ છે.

હોરા કથન મુજબ બધીજ હોરામાં ચંદ્ર, બુધ, ગુરૂ અને શુક્રની હોરા શુભ છે. નોંધ:- ચોપડાનો ઓર્ડર નોંધાવતા તેમજ ચોપડા ખરીદવા તથા નોંધાયેલ ચોપડા લાવવા ઘેરથી કંસાર જમીને અગર મુખમિષ્ટિ કરીને નિકળવું શ્રેષ્ઠ છે.

નૂતન વર્ષાભિનંદન: કારતક સુદ 1 શુક્રવાર તા. 5-11-2021 પ્રમાદી નામ સંવત્સર, નૂતન વર્ષારંભ થાય છે.

સવારે 6.54 થી 11.06 સુધી ચલ, લાભ, અમૃત ચોઘડીયા છે.

બપોરે: 12.30 થી 1.54 શુભ ચોઘડીયું છે. મિલન દિવસ, પડવો, બલિપુજા, બેસતું વર્ષ, મિતી-દિવાર નાંખવા, નવા વ્યાપારનો પ્રારંભ કરવો. કાંટો બાંધવાના મૂહૂર્તનો સમય શુભ છે.

ભાઈબીજ: કારતક સુદ -2 ને તા. 6-11-2021, શનિવાર ચંદ્રદર્શન, ભાઈબીજ, યમુનાસ્નાન છે.

લાભપાંચમ -કારતક સુદ 5 મંગળવાર તા.9-11-2021ના રોજ લાભપાંચમ છે. સવારે 9.44 થી 11.54 ચલ,લાભ, અમૃત ચોઘડીયું છે. બપોરે 3.18 થી 4.41 શુભ ચોઘડીયું છે. પેઢી ખોલવી, વ્યાપાર કાર્ય, મશીનરીનો પ્રારંભ કરવો.

શાસ્ત્રી રાજદિપ ડી. જોષી
બી.એ. (વૈદાંત રત્ન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.