Abtak Media Google News

અપુરતી સુવિધાનાં કારણે નાદારીનાં કેસોમાં થયો વધારો: ગત માર્ચ માસમાં ૫૪૪ કેસની સામે હાલ ૧૧૪૩ કેસો પડતર

મોદી સરકાર દ્વારા જયારે દેશનું સુકાન સંભાળવામાં આવ્યું છે ત્યારે તેમની સામે ભારત દેશની આર્થિક સ્થિતિ અને આર્થિક વિકાસને ગતિ આપવાની ચુનૌતી સૌથી મોટી ઉભી છે. ખાસ કરીને ૨૦૧૮-૧૯ની વાત કરવામાં આવે તો જીડીપી ગ્રોથ ઘટી ૭ ટકાથી પણ નીચે પહોંચી ગયો છે ત્યારે જીડીપીને કઈ રીતે વધારવો તે માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જીડીપીને વેગ મળે તે માટે રેપોરેટમાં ૦.૨૫ બેઈઝ પોઈન્ટનો ઘટાડો કર્યો છે જેનાથી હોમ લોન સહિતની અન્ય લોનો પણ સસ્તી થશે. હાલ જયારે દેશનાં આર્થિક વિકાસને વેગ મળે તે માટે જયારે વાત કરવામાં આવી રહી છે ત્યારે આશરે બેંકો દ્વારા આપવામાં આવેલી ૧.૩૩ લાખ કરોડ રૂપિયાની લોનની રીકવરી બાકી છે જો આ રીકવરી કરવામાં આવે તો ભારતીય અર્થતંત્રને વેગ મળી શકે અને ફરીથી તે વિકાસરથ પર આરૂઢ થઈ શકે.

સરકારને આર્થિક વિકાસને આગળ ધપાવવા અનેકવિધ તકલીફો અને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં સરકારી બેંકો દ્વારા આપવામાં આવેલી લોનની રીકવરી બાકી હોવાનાં કારણે આર્થિક વિકાસ જે થવો જોઈએ તે થઈ નથી શકતો. આશરે ૧.૩૩ લાખ કરોડ રૂપિયાની જે લોન સરકારી બેંકો દ્વારા આપવામાં આવી છે તેની રીકવરી બાકી હોવાનાં કારણે સરકારની ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

રોકાણકારોને પણ મોદી સરકાર તરફથી આશા છે કે, આર્થિક વિકાસની જયારે વાત સામે આવે છે ત્યારે તેમાં સુધારો થશે. જયારે બીજી તરફ નાદારી કાયદાને પણ સરકાર દ્વારા વધુ મજબુત બનાવવામાં આવ્યો છે. જે લેણદાર લોન ચુકવવામાં નિષ્ફળ નિવડશે તો તેની મિલકતોને જપ્ત કરી તેને વહેંચી તેમાંથી તેની લોનની રીકવરી કરવાનો પણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આશરે અઢી વર્ષ જુનાં બેંક કાયદા દ્વારા રેટમાં પણ ઘણોખરો સુધારો જોવા મળ્યો છે અને રીકવરી પણ થોડા અંશે વધી છે ત્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં ચેરમેન રજનીશકુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, જે બેંકો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેને વેગ આપવો અત્યંત જરૂરી છે. સાથોસાથ નાદારી કાયદાને નિયમિત સમય દરમિયાન તેનું વિશ્ર્લેષણ કરવું એટલું જ જરૂરી બની રહેશે. આશરે ૧૨ જેટલા લેણદારો એવા છે કે જેઓએ નાદારી કાયદા હેઠળ નોંધાવવામાં આવ્યા હતા જેમાંથી બેંકો દ્વારા ૫ લેણદાર પાસેથી રીકવરી પણ કરવામાં આવી હતી એટલે આશરે ૩૯ ટકા જેટલી રકમ કે જે લેણદારો દ્વારા નાદાર જાહેર થયા છે તેમની પાસેથી રીકવર કરાઈ છે.

નાદારી કેસની સુનાવણી માટે જજોની અછત સાથોસાથ ઈન્ફ્રાસ્ટ્રકચરનાં અભાવનાં કારણે કેસમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે ગત વર્ષનાં માર્ચ માસની વાત કરવામાં આવે તે સમય દરમિયાન નાદારીનાં ૫૪૪ કેસો નોંધાવવામાં આવ્યા હતા જે અત્યારે ૧૧૪૩ કેસો પેન્ડીંગ છે ત્યારે સરકાર દ્વારા બેંક લોન રીકવરી માટે જે ખુંટતી ચીજ વસ્તુઓ છે તે પુરી પાડવામાં જો આવે તો બેંકો દ્વારા બાકી રહેલી લોન રીકવરી અને જે નાદારીનાં કેસો નોંધાયેલા છે તેમાં પણ સુધારો થઈ શકે અને અંતે સરકારનો જે હેતુ છે કે દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થાય તો તે પણ શકય બની રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.