Abtak Media Google News

રાજકોટ ડિવિઝનની તમામ ટ્રેનમાં ટીટીઇના હાથમાં જોવા મળશે એચએચટી

ભારતીય રેલવેમાં હવે રિઝર્વેશન ચાર્ટ ભૂતકાળ બની જશે ડિઝિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ રાજકોટ ડિવીઝનની તમામ ટ્રેનમાં ટીટીઇને નવા એચએચટી ઉપકરણની ફાળવણી કરી દેવામાં આવી છે. જેની મદદથી ટિકીટ  ચકાસણી અને ખાલી બેઠકો મુસાફરોને ફાળવવા માટે થશે.

Advertisement

ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશને પ્રોત્સાહન આપવા માટે રાજકોટ રેલવે ડિવિઝનની તમામ ટ્રેનોમાં ટિકીટ ચેકીંગ સ્ટાફને હેન્ડ હેલ્ડ ટર્મિનલ (એચ.એચ.ટી.) ઉપકરણો પ્રદાન કરવામાં આવ્યા છે. આ ઉપકરણનો ઉપયોગ ચાલતી ટ્રેનોમાં આરક્ષિત ટિકીટ તપાસવા અને અન્ય મુસાફરોને ખાલી બેઠકો ફાળવવા માટે થાય છે.વધુ વિગતો આપતા રાજકોટ ડિવીઝનના સીનીયર ડીસીએમ સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, રાજકોટ ડીવીઝનમાંથી શરુ થતી રપ ટ્રેનો અને ડિવીઝનમાંથી પસાર થતી 4પ ટ્રેનો, જેમાં ટિકીટ ચેકીંગની જવાબદારી રાજકોટ ડીવીઝનની છે. તે બધી ટ્રેનોમાં ટીટીઇ દ્વારા એચ.એચ.ટી. ઉપકરણનો ઉપયોગ થઇ રહ્યો છે.

પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડીવીઝનને 1રર એચ.એચ.ટી. ઉપકરણો પુરા પાડવામાં આવ્યા છે. આ સાધનો ચલાવવા માટેટિકીટ ચેકીંગ સ્ટાફને તાલીમ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અત્યાધુનિક હેન્ડ હેલ્ડ ટર્મિનલ ઇકિવપમેન્ટનો પ્રથમ ઉપયોગ 17 જુલાઇ 2022 ના રોજ જામનગર- બાંદ્રા હમસફર એકસપ્રેસમાં થયો હતો. ડીજિટલ થઇ રહી ભારતીય રેલવેમાં રિઝર્વેશન ચાર્ટ હવે ભુતકાળ બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.