Abtak Media Google News

રાજકોટમાં વસતા હજારો લોકો રેલવે મારફત પરિહન કરતા હોય છે. ત્યારે રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સવલતો માટે અનેકવિધ સુવિધાઓ પુરી પાડવાના પ્રયાસો હાથ ધરતા હોય છે. ત્યારે રાજકોટ રેલવે વિભાગ દ્વારા વર્ષ 2021ના શરૂઆતથી મુસાફરોને સગવડતા માટે એસ્કેલેટર અને લીફટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ટોટલ ત્રણ એસકેલેટરની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.

સ્ટેશન પર 3 કરોડના ખર્ચે બનશે એસ્કેલેટર

યાત્રિકોની સુવિધામાં થશે વધારો

Rajkot Railways 1

જેમાં 1 નંબરનાં પ્લેટફોર્મ સાઈડથી મુસાફરો ચડવા ઉતરવા એસકેલેટરનો ઉપયોગ કરી શકશે તથા 2 નંબરનાં પ્લેટફોર્મમાં મુસાફરો એકસેલેટરનો ઉપયોગ ચડવા માટે કરી શકશે. એક અને બે નંબરનાં પ્લેટફોર્મ પર હાલ લીફટ ઉપલબ્ધ છે. ત્યારે બે નંબરનાં પ્લેટફોર્મ પર 20 લોકોની કેપેસીટી સાથે લીફટ બનાવવામાં અવી રહી છે.

રેલવે દ્વારા મુસાફરી કરતા લોકો લીફટ તથા એકસેલેટર બંનેનો ઉપયોગ કરી શકશે.અંદાજે 3 કરોડ ખર્ચે લીફટ તથા એકસેલેટરની કામગીરી પૂર્ણ થશે. આગામી ઓગષ્ટ મહિનાથી મુસાફરો એકસેલેટર તથા લીફટનો ઉપયોગ કરી શકશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.