Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતને આર્થિક મહાસત્તા બનાવવા માટેના રોડ મેપ પર દેશ આગળ વધી રહ્યું છે ત્યારે મજબૂત અર્થતંત્ર માટે રાજ્યની આવક ની સાથે સાથે પ્ન્બેન્કિંગ માળખું સધ્ધર હોવું જરૂરી છે ,ત્યારે બેંકોને લોન આપવા અને ધિરાણ મેળવવા માટે દલા તરવાડી ની વાડીની કહેવતમાંથી બહાર લાવવી જરૂરી છે બેંકોના લોનના વહીવટ માટે રિઝર્વ બેન્ક સતર્ક બની છે પેલી ઓક્ટોબરથી બેંકોએ લોન અંગેની તમામ વિગતો જાહેર કરવી ફરજિયાત કરવામાં આવી છે લોનની પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા  રિઝર્વ બેંકનો આદેશ આવતા લોનની મૂળભૂત માહિતી  અને ક્રેડિટની વાર્ષિક  ડેટા ગ્રાહકો સમક્ષ મૂકવાથી બેંકોનો વિશ્વાસ વધશે .

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લોન ધારકોને મોટી રાહત આપતા લોનના વ્યાજદર અને લોન ઇએમઆઇ બાઉન્સ થવાના મામલે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

આરબીઆઇની નવી ગાઇડલાઇન અનુસાર બેંકો અને નાણાંકીય સંસ્થાઓએ કસ્ટમરોને ફિક્સ્ડ રેટવાળી લોન ઉપલબ્ધ કરાવવી પડશે તેમજ વ્યાજદરમાં વૃદ્ધિથી લોનના માસિક ઇએમઆઇ પર થતી અસરની પણ જાણકારી આપવી પડશે. તેમજ લોનના માસિક હપ્તાની ચૂકવણીમાં ચૂક થવાના કિસ્સામાં પણ બેંકો દ્વારા વસૂલવામાં આવતા દંડ અંગે પણ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. બેંક લોન ઇએમઆઇની નવી ગાઇડલાઇન અને નવા નિયમો વ્યાજ દર ફેરફારની માહિતી આપવી પડશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ઈં એ બેંકો નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ સહિત તમામ ધિરાણકર્તા સંસ્થાઓને સૂચના આપી છે કે તે ગ્રાહકોને તેમની લોન પરના વ્યાજદરમાં ફેરફાર સમયે ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટવાળી લોન પરમાં ક્ધવર્ટ વિકલ્પ આપે. જો લોનના વ્યાજદર વધે તો ગ્રાહકની લોનની મુદત લંબાવવી ક માસિક હપ્તા ની રકમ વધારવી તે નિર્ણય પણ ગ્રાહકોની સહમતિથી લેવામાં આવે. આરબીઆઈએ કહ્યું છે કે ગ્રાહકોને આ અંગેની સંપૂર્ણ માહિતી સમયસર આપવી તેની જવાબદારી બેંકો અને નાણાકીય સંસ્થાઓની છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે તેનો આદેશ તમામ વર્તમાન અને નવા લોન ખાતાઓ પર લાગુ થશે.લોનના માસિક હપ્તામાં ફેરફારની જાણકારી આપવી પડશે .

લોનને મંજૂરી આપતી વખતે બેંકો-હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓએ ધિરાણ લેનારાને જાણ કરવી પડશે કે બેન્ચમાર્ક વ્યાજદરમાં ફેરફાર પછી માસિક હપ્તા એટલે કે માસિક હપ્તાના ના સમયગાળા અથવા હપ્તાની રકમમાં ફેરફાર થઈ શકે છે. રિઝર્વ બેંકે જણાવ્યુ છે કે, લોન ઇએમઆઇની મુદ્દત અને રકમમાં થનાર ફેરફારની સમયસર જાણકારી લોન ધારકોને આપવાની જવાબદારી બેંકો અને ધિરાણકર્તા સંસ્થાઓની રહેશે.

બેંકો માટે ગ્રાહક ભગવાન છે…. લોન લેનારને પૈસાની જરૂરિયાત હોય ત્યારે શરતો જોવી સમજવી મૂનસીબ લાગતી નથી . અને પાછળથી બેંકો દ્વારા લોનના હપ્તા વ્યાજદરમાં વધઘટ ના બહાને લોનધારકોને વધુ પૈસા ચૂકવવા માટે મજબૂર કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.