ગોંડલ ના બિઝનેસ મેન ચિંતન સોજીત્રા એ ઉતારી રેશમા પટેલ ઉપર પરંદગી
પાટીદાર આંદોલન થી પોતાની ઓળખાણ ઉભી કરનાર રેશ્મા પટેલ એક દબંગ લડાયક નેતા ની છાપ ધરાવે છે. પોતાની બેબાક નીડરતા થી લોકપ્રિયતા બનેલા છે . આજ નવા વર્ષ ની શરૂઆત માં રેશ્મા પટેલ પોતાના જીવન સાથી નો પરિચય કરાવતા ખુબજ ભાવુક તસવીરો પોતાના સોશ્યિલ મીડિયા માં શેર કરી. મૂળ ગોંડલ ના વતની અને બિઝનેસમેન ચિંતન સોજીત્રા સાથે નવા વર્ષે રાજકોટ મુકામે અતિ જૂજ સગાસબંધી ની હાજરી માં સગાઇ વિધિ કરી સંપન કરી હતી પાટીદાર આંદોલન થી લઇ રાજનીતિ સુધી ની રેશ્મા પટેલ ની સફર ખુબજ રસપ્રદ રોમાંચ રહી છે.
આંદોલન દરમ્યાન અનેક વખત સાચા ખોટા કેસોનો ભોગ બની જેલ માં જઇ ચુક્યા છે પાટીદાર આંદોલન નો મહિલા ચહેરો સોજીત્રા પરિવાર ની પુત્રવધુ બનશે. અને ખાસ વાત એ છે કે રેશ્મા પટેલ પાટીદાર આંદોલન માં કડવા-લેવા પટેલ ને એક કરી પાટીદાર બનવાનો હંમેશા વાત કરતા અને આજ પોતે પાટીદાર હોવાની ભાવનાને સાતર્ક કરી ને બતાવી.
રેશ્મા પટેલ કડવા પટેલ ની દીકરી છે જ્યારે ચિંતન સોજીત્રા લેવા પટેલ હોવાથી હવે લેવા પટેલ ની વહુ બનશે.
કડવા-લેવા ને પોતાના જીવન માં એક કરી ને પાટીદાર એકતા ખરા અર્થ નું ઉદાહર બનિયા છે.
અને હવે તો ગુજરાત વિધાન સભા ના પડઘા વાગી રહિયા છે , એન.સી.પી. કોંગ્રેસ ગઢબંધન માં ચૂંટણી લડે તો રેશ્મા પટેલ ને પાટીદાર પ્રભાવિત ગોંડલ ની વિધાન સભા માંથી દબંગ નેતા રેશ્મા પટેલ ને મેદાન માં ઉતારે એવી પણ શક્યતા છે
અહેવાલ કિરીટ રાણપરિયા ઉપલેટા