Abtak Media Google News

ગુજરાત કોંગ્રેસના નેતા તેમજ ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીનો આજે વીડીયો વાયરલ થયો છે જેમાં તેમના પત્ની રેશ્મા પટેલે પરસ્ત્રી સાથે રંગેહાથ ઝડપી લીધાના દ્રશ્યો સામે આવ્યા છે. આ વિડીયો મંગળવાર સાંજનો હોવાનું કહેવાઈ રહ્યું છે, જોકે તે અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.

વિડીયોમાં દેખાઈ રહેલા દ્રશ્યો અનુસાર, રેશમા પટેલ પોતાના પતિ ભરત સિંહ સોલંકીને ૨૪ વર્ષની રૂપાળી છોકરી સાથે રંગે હાથ પકડે છે. રેશ્મા પટેલ દરવાજો ખોલીને જેવા ભરતસિંહના ઘરમાં પ્રવેશે છે તે જ વખતે ભરતસિંહ દોડતા ત્યાં આવે છે અને ‘પોલીસને બોલાવો..’ તેમ કહીને રેશ્મા પટેલને આવતા અટકાવે છે. જોકે રેશ્મા પટેલ તેમજ તેમની સાથે રહેલા કેટલાક લોકો ઘરમાં જબરજસ્તી ઘૂસે છે અને અંદર રહેલી યુવતીના વાળ પકડીને તેને મારવાનું શરુ કરે છે.

ત્યારબાદની ક્લીપમાં રેશ્મા પટેલ અને ભરતસિંહના ઘરમાં રહેલી અજાણી યુવતી વચ્ચે થયેલી મારામારી જોઈ શકાય છે, જેમાં રેશ્મા પટેલ યુવતીના વાળ ખેંચીને તેનું મોઢું કેમેરામાં દેખાય તેવા પ્રયાસ કરી રહ્યા છે.

એ તારા દાદાની ઉંમરનો છે: રેશમા પટેલ

વીડીયોમાં થઈ રહેલી બબાલમાં સાંભળવા મળે છે કે એ મારો થયો નથી મેં એના માટે આખી દુનિયાને છોડી દીધી.એ તારા દાદાની ઉંમરનો છે અને તું એની સાથે રહે છે. આવા શબ્દો ક્લીપમાં રેશમા પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.