Abtak Media Google News

હડતાળના પગલે ઓપીડી, વોર્ડસહિતની સેવામાં વિક્ષેપ ઊભો થતા દર્દીઓની મુશ્કેલી વધી: ઈમરજન્સી સેવા કાર્યરત

 

અબતક,જામનગર

જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજના કેમ્પસમાં નીટ-પીજી કાઉન્સેલિંગ પ્રક્રિયાના વિલંબ મુદ્દે આજે સોમવારે રેસિડેન્ટ તબીબો હડતાળ ઉપર ઉતર્યા હતા. તબીબોએ મેડિકલ કેમ્પસમાં દેખાવો કર્યા હતા. રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળને લઈ દર્દીની મુશ્કેલીમાં વધારો થયો છે. રેસિડેન્ટ ડોક્ટરોએ રેલી પણ યોજી હતી.

નીટ-પીજી 2021નું કાઉન્સલિંગ સતત મુલતવી રાખવામાં આવી રહ્યું છે જેથી રેસિડેન્ટ તીબીબો ઉપર કામનું ભારણ વધ્યું છે. ત્યારે આ મુદ્દે રેસિડેન્ટ જુનિયર તબીબો દ્વારા આંદોલન ચલાવાઈ રહ્યું છે. જામનગરમાં પણ રેસિડેન્ટ ડોક્ટર્સ મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર પાઠવ્યાં બાદ આજે બુધવારે એક દિવસની હડતાળમાં ઉતરી ગયા છે.

તબીબોની હડતાળના પગલે ઓપીડી, વોર્ડ સેવા સહિતની સેવામાં વિક્ષેપ ઊભો થયો છે અને દર્દીઓની મુશ્કેલી વધી છે. જોકે, ઈમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. જામનગરની હોસ્પિટલમાં સેવા આપતા રેસિડેન્ટ અને જુનિયર તબીબોએ એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં બેઠક જમાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ તકે ડોક્ટર નીરવે જણાવ્યું હતું કે, જેડીએ દ્વારા આજે હડતાળ કરવામાં આવી હતી. અમે બધી ડ્યુટી બંધ રાખેલી હતી. સરકાર દ્વારા પીજી કાઉન્સેલિંગની પ્રોસેસ સતત લંબાવવામાં આવી રહી છે. અત્યારે ડોક્ટર્સની જરૂર છે તેમ છંતા પીજી કાઉન્સેલિંગ ઝડપથી ચાલુ કરવામાં આવી રહ્યું નથી. જેને લઈ આજે અમે હડતાળ પર ઉતર્યા હતા. અમે રેલી યોજી છે. ઓફિસથી લઈ સમગ્ર હોસ્પિટલ કેમ્પસ સહિત તમામ સ્થળ પર રેલી ફેરવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.