Abtak Media Google News

 

સિવિલ હોસ્પિટલમાં હડતાલનો સિલસિલો જારી

અબતક, રાજકોટ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હડતાલનો સિલસિલો યથાવત રહ્યો છે. એક પછી એક અલગ-અલગ ચાર્જના તબીબો દ્વારા પોતાના પ્રશ્ર્નોને લઇ હડતાલ પાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં નીટ પી.જી.-2022ની કાઉન્સેલીંગની પ્રક્રિયા વારંવાર પાછળ ઠેલવાતાં રેસિડેન્ટ તબીબો દ્વારા ફરી હડતાલ પાડવામાં આવી છે. રાજકોટ-જામનગરમાં રેસિડેન્ટ તબીબોએ હડતાલ પાડતાં ઇમરજન્સી અને ઓપીડી સેવાઓ ખોળવાઇ છે. જેના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

200 રેસિડેન્ટે હડતાલ પાડવાનું મોકૂફ રાખી ફરી હડતાલ પાડી: પી.જી. કાઉન્સેલીંગની પ્રક્રિયા શરૂ કરવા માંગ

આજરોજ રાજકોટ સિવિલ હોસ્પિટલનાં ફરજ પરનાં રેસિડેન્ટ તબીબોએ હડતાલ પાડી છે. જેમાં ડીનને આવેદન પત્ર આપી અને કોલેજ મોર્ચામાં બેસી સૂત્રચાર કરી છે અને કાઉન્સેલીંગની પ્રક્રિયા ઝડપથી કરવામાં આવે તેવી માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના રેસિડેન્ટ તબીબોએ પહેલા હડતાલ પાડી હતી અને તંત્ર સાથે ચર્ચા થતાં હડતાલ મોકૂફ રાખી હતી પરંતુ આજે ફરી હડતાલ પાડતાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 200 ડોક્ટરોએ હડતાલ પાડતાં ઓપીડી અને ઇમરજન્સી સેવા ખોળવાઇ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ટીચર્સ તબીબો દ્વારા પોતાના લાભો પરત મેળવવા માટે હડતાલ પાડવામાં આવી રહી છે ત્યારે ફરી રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર જતાં દર્દીઓ રઝળી પડ્યા છે.

રેસિડેન્ટ તબીબોએ જણાવ્યું હતું કે જો કાઉન્સેલીંગની પ્રક્રિયા શરૂ કરવામાં નહીં આવે તો હડતાલને વધુ ઉગ્ર બનાવાશે અને સંપૂર્ણ હડતાલ પર ઉતરશે. જેના કારણે દર્દીઓને હજુ પણ હાલાકીનો સામનો કરવો પડશે, તેવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યુ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.