Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકરનું છાત્રો સમક્ષ સંબોધન

બાળકોને નાનપણથી જ પહેલા ખુદને રીપ્રેઝન્ટ અને પછી વિષયનું જ્ઞાન આપવું જોઈએ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વિઝરલેન્ડના મોટિવેશનલ સ્પીકરનું છાત્રો સમક્ષ વક્તવ્ય યોજાયું હતું. જેમાં મોટિવેશનલ સ્પીકર ડો.નિશા બૂટાણીએ યુવાનો સમક્ષ સંબોધન કરતા જણાવ્યું હતું કે, જેની પાસે સ્કિલ છે તેના માટે રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ બને છે. દરમિયાન દેશની એજ્યુકેશન સિસ્ટમ અને બાળકની રહેણી પર પણ ટકોર કરી હતી. બાળકોમાં નાનપણમાં જ પહેલા ખુદને રિપ્રેઝનટ કરવાની શક્તિ કેળવાય અને ત્યાર પછી વિષયનું જ્ઞાન મળે તો સ્કિલ જરૂર બહાર આવી શકે છે.

સ્વિસ એમએલસી કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા નિશા બૂટાણી આણંદ યુનિવર્સિટીમાં યુવાનો સમક્ષ પહોંચ્યા હતા ત્યારે તે દરમિયાન તેમણે અનુભવ્યું કે યુવાનોમાં કોમ્યુનિકેશન સ્કિલ ઓછી છે અને તેઓ પોતાની અંદર પડેલી શૂસુપ્ત શક્તિને ઓળખી શકતા નથી જેને પરિણામે ચર્ચા એવી શરૂ થાય છે કે દેશમાં યુવાનો માટે રોજગારીની તકો નથી. મોટિવેશનલ સ્પીકર બુટાણીએ પાવર ઇન યુ વીષય પર વક્તવ્ય આપ્યું હતું. સીસીડીસી આયોજિત આ કાર્ય શિબિરમાં વિદ્યાર્થીઓને તેમની અંદર પડેલી શક્તિઓને ઓળખી તેમને બહાર લાવી કોમ્યુનિકેશન સ્કિલ કેળવવા માહિતગાર કરાયા હતા.

Vlcsnap 2019 12 03 14H27M15S116

તેઓ જણાવે છે કે, વિદેશમાં બાળકોને નાનપણથી જ ખુદ ને રિપ્રેઝન્ટ કરવાની આવડત શીખવવામાં આવે છે અને ત્યારબાદ વિષયનું જ્ઞાન એટલે કે ભણતર કરાવામાં આવે છે . જોકે ભારતમાં તેનાથી વિપરીત પરિસ્થિતિ છે. આપણાં દેશમાં બાળકોને નાનપણમાં જ ખુદ ને રિપ્રેઝન્ટ કરવાની શક્તિ ને બદલે સીધા ભણતરમાં જ મોકલી દેવામાં આવે છે. જેના લીધે બાળક મોટું થાય ત્યારે કોમ્યુનિકેશન સ્કિલ શીખી શકતો નથી અને તેનાથી તેનું સેલ્ફ ડેવલોપમેન્ટ પણ થતું નથી. જેથી બાળકને નાનપણથી જ ભારતીય રીતરિવાજો, નૈતિક મૂલ્યો અને દેવ ભાષા ગણાતી સંસ્કૃતનું જ્ઞાન આપવું જોઇએ જેથી બાળકનું સેલ્ફ ડેવલોપમેન્ટ થાય અને યુવાનોને સ્કીલના આધારે રોજગારી મળી શકે.

યુનિવર્સિટી સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં સેલ્ફ ડિફેન્સના કલાસ શરૂ થાય

Vlcsnap 2019 12 03 14H27M22S185

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર નિશા બુટાણીએ છાત્રો સમક્ષ સંબોધન કરતા જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે, યુનિવર્સિટી સહિત શેક્ષણિક સંસ્થાઓમાં સેલ્ફ ડિફેન્સના કલાસ શરૂ થાય અને ખાસ તો મહિલાઓ સેલ્ફ ડિફેન્સ શીખે તે ખૂબ જ જરૂરી બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.