Abtak Media Google News

ક્ધઝયુમર ફોરમે વાહન ચોરી થયા મુદે ગ્રાહકને વળતર આપવા ઈન્શ્યોરન્સ કંપનીને ..૨૨ લાખ ચૂકવવાનો આદેશ આપ્યો

દેશમાં વાહન ચોરીના કિસ્સાઓ વધતા જાય છે ત્યારે તમારા વાહનોને સુરક્ષીત રાખવા માટે લોક કરવા જરી છે. પરંતુ જો વાહનને વિમો હોય તો ચિંતા કરવાની જર નથી. જો તમે તમા વાહન રેઢૂ મૂકીને ગયા હોય અને ચોરી થઈ જાય તોણ વાહનનો વિમો તો પાકશે જ, મુંબઈનાં એક વ્યકિતનો કિસ્સો સામે આવ્યો છે જેમા તે પોતાની કાર ૨ મીનીટ માટે રેઢી મૂકીને વોશમ ગયો પરત આવતા તેની કાર ગૂમ હતી. આ મામલે તેણે ક્ધઝયુમર ફોરમને રજૂઆત કરતા ફોરમે ઈન્શ્યોરન્સ કંપનીને ..૨૨ લાખ સહિત .૪૦,૦૦૦ કમ્પેનશેશન આ સ્કોડા કારના માલીકને ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જેની ચોરી ૨૦૧૨માં મરીન લાઈન બિલ્ડીંગ પાસે થઈ હતી, તો તેની ફરિયાદ માલીક બાન્સવરાએ તેની વિમા કંપની ટાટા એઆઈજી જનરલ ઈન્શ્યોરન્સ સામે કરી હતી, જયારે બીજી તરફ એક અન્ય ઘટના સામે આવી છે જેમાં એક વ્યકિત આખી રાત મુસાફરી કરીને આવ્યો હતો માટે ગાડીમાં જ સૂઈ ગયો હતો. તો સવારે ઉઠીને તે વોશમ ગયો તો તેને પણ પોતાની ગાડી મળી નહી ત્યાર બાદ તેરે તરત જ પોલીસ ફરિયાદ કરી તેમજ આરટીઓમાં જાણ કરી હતી.તો વિમા કંપનીને આ બાબતે જાણ થતા કંપનીએ જણાવ્યું કે કાર લોક કરેલી ન હતી. તેની સાવચેતી રાખવામાં ન આવતી હતી. તેમ કહી હાથ ઉંચા કરી દીધા. પરંતુ ત્યારબાદ આ અંગે વધુ કાર્યવાહી કરવામાં આવી જેમાં માલુમ પડયું કે ફકત વાહનનું બરાબર ધ્યાન રાખવામાં આવ્યું ન હતુ, તેને પાર્કિંગ સ્થળે પાર્ક કરવાના બદલે તેમજ અવાવ મૂકી દેવામાં આવી હતી કહી વિમા કંપનીએ આ કેસ ફગાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.