Abtak Media Google News

પ્રતિદિન નવકલાક બેસીને 6 કરોડ ગાયત્રી મંત્રના જાપ કરવાનું ધાર્મિક આયોજન

કોરાના એ જે હાહાકાર જેથી સમગ્ર સમાજમાં ભયનું વાતાવરણ સર્જાયું છે શરુઆત નાની એવી બિમારીથી થાય છે અને છેલ્લે એન્ડ અકાળે મૃત્યુ તો આવે છે. પ્રત્યેક વ્યકિત હતપ્રદ બની ગઇ છે જ્ઞાન, વિજ્ઞાન, ફિલોસોફી નામના તમામ શસ્ત્રોના કામયાબ બની રહ્યા છે. એવી સ્થિતિમા ઉગરવા વિવિધ ધાર્મીક સંસ્થાઓ તથા આઘ્યાત્મીક તપસ્વીઓ દ્વારા પરમાત્માના શરણે જઇ કઠોર પરિશ્રમથી જપ તપ પ્રાર્થના કરવામાં આવી રહી છે. જેમાં ખંભાળીયામાં ગાયત્રી પરિવાર દ્વારા 6 કરોડ જેટલા ગાયત્રી મંત્રોના આલેખનનું તથા અહિના રામ સંકિર્તન ના પાયાના સત્સંગી જયંતિભાઇ કંસારા દ્વારા સ્વખર્ચથી તેમના નિવાસસ્થાને વિવિધ સત્સંગીઓને સાથે રાખી સવા કરોડ નવાણ મંત્રોનું અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. વિવિધ મસ્જીદોમાં નમાઝ પઢીને કોરોના નાબુદી માટે દુવા માંગવામાં આવી છે.

કોરાનાની મહામારીથી ચોકકસ પરિવાર બાદ એક પરિવારમાંમા માતમ છવાયું છે. સારાયે સમાજમાં શોક અને ભયનું વાતાવરણ સર્જાયું છે. એમાંથી ઉગારવા ખંભાલીયામાં દેવી શકિતનું શરણ લેવામાં આવી રહ્યું છે અને ગાયત્રી પરિવાર વતી ચંદ્રીકાબેન રાવલે આ મહામારી તથા ભાવિ સંકોટોમાઁથી ઉગારવા ચોવીસ અક્ષરનો એક એવા ગાયત્રી મહામંત્રના સવા કરોડ મંત્રોનું આલેખનનો સાહસ ભર્યો સંકલ્પ શાંતિકુંજ હરિદ્વારમાં અખંડ જયોત સમક્ષ લેવામાં આવ્યો છે. મંત્ર જાપથી વધુ કઠીન છે મંત્રોનું આલેન આ મહિલા દ્વારા હાલના માહોલમાં ગભરાહટ છોડી સ્વયે આલેખન કરવાનું તથા પરિવારના અન્ય ભકતો દ્વારા આલેખન કરવાનું રીતસર પુરૂષાર્થનું મિશન શરુ કરવામાં આવ્યું છે. જેથી અત્યાર સુધીમાં લાખો મહામંત્રોનું આલેખન થયું છે. ગાયત્રી મંત્રમાં બ્રહ્મની ઉર્જા છે આ ઉર્જા ખુબ પવિત્ર છે જે બ્રહ્માંડમાંથી પ્રદુષિતનો નાશ કરી શકે છે. ગાયત્રી પરિવારને વરેલા મોટાભાગના પરિજનો ગાયત્રી મંદિર નહિ તો ઘરમાં રહીને પણ હજારો ગાયત્રી મંત્ર જાપ કરે છે. આ મહામારીમાં ભગવાનનું શરણ જ આખરી વિકલ્પ છે. ત્યારે ગાયત્રી પરિવાર કર્મયોગીતા બહુજન માટે શિખવા જેવં દ્રષ્ટાંત છે.

ગાયત્રી પરિવારના ચંદ્રિકાબેન રાવલ દ્વારા શરુ કરવામાં આવેલ 6 કરોડ ગાયત્રી મંત્રનું આલેખન એ કોઇ સામાન્ય કાર્ય નથી. ઉઘાડે પગે હિમાલય ઓળગવા જેવું કઠીન કાર્ય છે.

જયારે અહિં દાયકાઓથી રામ સંકિર્તન સાથે સંકળાયેલા જેન્તીભાઇ કંસારા વિવિધ શાસ્ત્રોની પારાયણ મારફતે ભદ્ર સમાજમાં સંસ્કારોનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તેમના દ્વારા મહાલક્ષ્મી મહાસરસ્વતિ મહાકાલી માતાના સંયુકત નવારણ મંત્રોનું સવા કરોડ મંત્રો જપવાનું અનુષ્ઠાન નવ માસ માટે કરવામાં આવી રહ્યું છે. જે તા. ર0 મેથી શરુ થઇ તા. 20-2-2022 સુધી અવિસ્ત કરવામાં આવશે જેમાં એક સાથે નવ કલાક બેસી માં જગદમ્બાને કોરાના કાળનું સમાપ્ત થાય તથા ટપોટપ મરતા લોકો મોતમાંથી ઉગરી જાય તેવી પ્રાર્થના કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.