Abtak Media Google News
  • ખાણ દુર્ઘટનામાં ઇજા પામેલા મજૂરોને પણ સારવાર વગર જ એમ્બ્યુલન્સમાં રાતોરાત ગોધરા મોકલી દીધા..
  • જે ખાણમાં દુર્ઘટના બની તે ખાણ ભાજપના શામજી જેજરિયાની હોવાનું બહાર આવ્યું.
  • ખાણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બેન અને બનેવીના 3 સંતાનો છે  મુકેશ ખરાડ

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલની પરિસ્થિતિ મુજબ 85 લાખ રૂપિયાના ખર્ચે કાર્બોસેલની ગેરકાયદેસર ખાણો પૂરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખંપાળિયા ગામ નજીક ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલ ની ખાણમાં દૂર ઘટના સર્જાઈ હતી જેમાં મજૂરો દટાઈ ગયા હતા અને ત્રણથી વધુ મજૂરોના મોત નીપજવા પામ્યા હતા અને આ કાર્બોસેલની ખાણમાં કામ કરતા ચારથી પાંચ મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી

મુકેશ નામનાં મજુરે જણાવ્યું કે તેને ખાણ સંચાલકો દ્વારા ગોંધી રાખવામાં આવ્યો હતો અને તેની પાસેથી મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ લઈ લેવામાં આવી હતી જેથી તે પોતાનો પરિવારનો સંપર્ક ન કરી શકે આ ઉપરાંત તે પોલીસ સ્ટેશન પણ ન જોઈ શકે તે માટે ત્યાં એક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી જેમાં તમામ મૃતદેહો મૂકી દેવામાં આવ્યા હતા અને તમામ ઇજાગ્રસ્તોને પણ બેસાડી દેવામાં આવ્યા હતા અને મુકેશ ને પણ બેસાડી અને ત્યારબાદ તેને ગોધરા દાહોદ ખાતે રવાના કરવામાં આવ્યો હતો.

The Family Of The Laborers Who Died After Being Buried In The Carbocell Mine Near Khampaliya Demanded Justice.
The family of the laborers who died after being buried in the Carbocell mine near Khampaliya demanded justice.

ખનીજ માફિયાઓને કોઈપણ પ્રકારના તંત્રનો ડર નથી રહ્યો હવે જે મુકેશ અને જે મૃતકો મજૂરો છે તેના પરિવાર ન્યાય માટે ઝંખી રહ્યો છે અને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી રહી છે આ અંગે પોલીસ વિભાગ હવે તપાસ હાથ ધરે કારણ કે ગોધરા ખાતે આ લોકોએ સારવાર લીધી છે જેમાં માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગે આ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે હજુ પણ તે સારવાર હેઠળ છે. આ અંગે પોલીસ ફરિયાદ દાખલ થાય અને ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી આ પરિવાર કરી રહ્યો છે.

જે ખાણમાં દુર્ઘટના બની તે ખાણ ભાજપના શામજી જેજરિયાની હોવાનું બહાર આવ્યું.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયા બેફામ બનતા જઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને રાજકીય અગ્રણીઓની કાર્બોસેલની ગેરકાયદેસરખાણો ધમધમી રહી છે તેની સામે ક્યારે કાર્યવાહી થશે તે એક સળગતો સવાલ છે પરંતુ જે ખાણમાં દુર્ઘટના સર્જાઈ જે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ ચાલતી હતી જેમાં મજૂરો દટાઈ જવાના કારણે મોત નિપજ્યા છે અને સમગ્ર મામલો રફેદ અફે કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે તે ખાણ  મુળી તાલુકાના નરેન્દ્ર મોદી વિચાર મંચના અધ્યક્ષ શામજી જેજેરીયાની હોવાનું આ મજૂરો જણાવી રહ્યા છે પરંતુ મૃતક મજૂરોના પરિવારને હવે ન્યાય જોઈએ છે ગોધરા ખાતે તે હોસ્પિટલમાં સારવાર માટે છે અને તેમને બે પોતાના સ્વજનો ગુમાવી દીધા છે હવે તેમને ન્યાય કોણ અપાવશે તે એક સળગતો સવાલ છે..

ખાણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બેન અને બનેવીના 3 સંતાનો છે  મુકેશ ખરાડ

ખાણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ડેડબોડીને બારોબાર  એ મોકલી દીધી જે પ્રથમ દૃષ્ટિએ મુકેશ નામના યુવકને તમામ વિગત ખબર છે મુકેશ નામનો યુવક જ્યારે ન્યાય માટે આ પંથકમાં તરસતો હતો ત્યારે તેની પાસેથી  મોબાઈલ લઈ લીધો અને ત્યારબાદ તેના પરિવારનો પણ સંપર્ક તેને કરવાના દીધો  ે તેની માંગણી છે કે જે મૃતક બંને પતિ-પત્ની છે તેમને પાંચ વર્ષથી પણ નાની ઉંમરના ત્રણ સંતાનો છે હવે આ સંતાનોનું શું કારણ કે તેમને તો ન્યાય મળવું જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.