Abtak Media Google News

પ્રથમ વખત રાજકોટના આંગણે કૃતિ રજુ કરી મહેફીલ જમાવી : આજે રવિચારી ફયુઝન બેન્ડમાં શાસ્ત્રીય સંગીત અને  વેસ્ટન વાજીંત્રોનો સમન્વય પ્રસ્તુત થશે

સપ્ત સંગીતિના દ્વિતીય દિવસે હેમુ ગઢવી હોલ ખાતે સુશ્રી ઋતુજા લાડ અને સુશ્રી અવંતી પટેલની ઠુમરી અને દાદરાની ભાવસભર પ્રસ્તુતી થી સમગ્ર સભામાં દિવ્ય વાતાવરણ છવાઇ ગયું હતું . આ કાર્યક્રમના પહેલા ચરણમાં મુળ રાજકોટના યુવા પ્રતિભાશાળી કલાકારો અનુજ અંજારીયા અને સપન અંજારીયા એ સંતુરવાદન અને તબલાવાદનની અદ્ભુત પ્રસ્તુતીથી ઉપસ્થિત સભાગણને વાહવાહી આપવા મજબુર કરી દીધા હતા કાર્યક્રમની શરુઆત બીજા દિવસના પેટ્રન જ્યોતી સીએનસી ઓટોમેશન લી . પરિવારના સભ્યો  ઘનશ્યામસિંહ જાડેજા ,  પરાક્રમસિંહ જાડેજા ,  સહદેવસિંહ જાડેજા ,  વિક્રમસિંહ રાણા અને શુભેછક ડો . વિવેક જોષી અને તેમના પત્ની સુરેખાબહેનના વરદ હસ્તે દિપપ્રાગટ્યથી કરવામાં આવી હતી.

Advertisement

કાર્યક્રમની શરુઆત નિઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેક્ટર અને કાર્યક્રમના ઉદ્ઘોષક   વિક્રમભાઇ સાંઘાણી દ્વારા શ્રોતાઓને આવકારી , પફોર્મન્સ વિશે જણાવતા કહ્યું હતુ કે ’ ઓ ગાને વાલી કૃતિનો કોરોનાકાળમાં ઠુમરીની પેશકશ વર્ચ્યુઅલી કરાઇ હતી , શ્રોતાઓના બહોળા પ્રતિસાદ પછી આ કેન્સેપ્ટને પ્રત્યક્ષ રજુ કરવાના વિચારથી ‘ ઓ ગાને વાલી કૃતિના મુંબઈ અને બેંગલોરમાં 10 શો થઇ ચુકયા છે . ગુજરાતમાં રાજકોટના આંગણે આ પ્રથમ વખત કૃતિની રજુઆત એ રાજકોટ માટે ગૌરવની વાત છે , તેમ જણાવ્યું હતું . આ કૃતિના ડિરેક્ટર મેઘના તેલંગ , મેનેજર કુશલ ખોટે અને કંઠ સુશ્રી ઋતુજા લાડ અને સુશ્રી અવંતી પટેલે આપ્યો છે .

Screenshot 3 7

સપ્ત સંગીતિની મહેફીલમાં બીજા ચરણમાં ઓ ગાને વાલી , જે નાચવાવાળી અને ગાવાવાળીના બિરુદથી ઓળખવામાં આવતી તવાયફોના મનના ભાવોનો નિચોડ પ્રસ્તુત કર્યો હતો . સુશ્રી ઋતુજા લાડ અને સુશ્રી અવંતી પટેલે ઠુમરી , દાદરા , હોરી , ચૈતી અને ગઝલની પેશકશ પહેલા દરેક કૃતિની વિસ્તૃત અને તલસ્પર્શી , અભ્યાસી માહિતી આપીને શ્રોતાઓ સાથે સૂર સંવાદ થકી તેમના ગાયનોને સમજવા સક્ષમ બનાવ્યા હતા . તબલા પર અક્ષય જાદવ , હાર્મોનીયમ પર અપૂર્વ પેટકર , અને સારંગી પર વનરાજ શાસ્ત્રીએ સંગત કરી ઓડિટોરીયમમાં અલૌકીક માહોલ સર્જયો હતો પ્રથમ તાલ દાદરામાં અને રાગ દેશમાં કારે બાદલ ઘેરે હૈ ’ સુંદર ઠુમરી રજૂ કરી હતી . ત્યારબાદ શ્રી અવંતીજીએ પંજાબન ઠુમરી લહેકા સાથે અને ’ કા કરું ના માને રી સખી ઠુમરી રજૂ કરી . ઋતુજા લાડે બેગમ અખ્તર દ્વારા ગવાયેલી ‘ પિયા કે આવન કી ’ રચના તાબ દીપચંદીમાં રજૂ કરી હતી . ત્યારબાદ ઇકબાલ બાનુજીની ગઝલ કે જે મિર્ઝા ગાલીબ દ્વારા લખવામાં આવેલી અને ઇકબાલ બાનુએ સ્વરૂબધ્ધ કરી હતી તે મુદત હુદ હૈ યાર કી ’ તાલ દાદરા અને રાગ માંડમાં સુશ્રી અવંતીજી દ્વારા રજૂ કરવામાં આવી હતી.

બન્ને ગાયીકાઓએ તવાયફોનો ઇતિહાસ ગાયન શૈલી , તેમના જીવન પ્રસંગો , તેમની જીવન શૈલી , આર્થિક સધ્ધરતા જેંંવી બાબતોનો તલસ્પર્શી અભ્યાસ કરેલ છે તે દરેક ગાયન પહેલા શ્રોતાઓ સાથે કરાતા સૂર સંવાદ પરથી જણાતું હતું કલકતાના જાણીતા ગણિકા ગૌહર જાનનો પરિચય આપી તેમની ‘ આન બાન જીયામે લાગી ઠુમરી રજૂ કરી હતી. બન્ને કલાકારાઓએ ઠુમરી હોરી ચૈતી ઝુૂલા સાવન અને ગઝલ આ અલગ અલગ પ્રકારની ગાયકી કયા તહેવારોમાં અને કેવી ઋતુઓમાં ગાવામાં આવે છે તે વિશે શ્રોતાઓને માહિતગાર કર્યા હતા .

શ્રોતાઓની સમજ અને જ્ઞાનની પરીક્ષા કરતા તેઓએ ઠુમરી અને ગાયક વિશેના પ્રશ્નો પુછ્યા હતા અને તેના જવાબો આપવામાં રાજકોટની કલારસીક જનતા સફળ રહી હતી . ત્યારબાદ બેગમ અખતરના કંઠે ગવાયેલી અને શકિલ બધાયુની ગઝલ ‘ એ મોહબત તેરે અંજામ પે રોના આયા જ કરી હતી અને સભાના અંતભાગમાં ડારો ના ડારો અને તેમના ગુરુ સુશ્રી અશ્વિની ભીડે દેશપાંડે એ સ્વરબધ્ધ કરેલી હોરી પિચકારી ના મારો રાગ ભૈરવીમાં રજૂ કરીને સભાનું સમાપન કર્યું હતું . કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સર્વે ગુણીજન કલાકારોનું સ્વાગત નિઓ રાજકોટ ફાઉન્ડેશનના કર્મનિષ્ઠ ડિરેક્ટરો અને કમિટીના સભ્યોના હસ્તે શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું.

રવિ ચારી  ફયુઝનબેન્ડ  પરિચય  રવિ ચારી (સિતાર) :  રવિ ચારીએ ખુબ જાણીતા સિતાર વાદક છે. તેઓ ગોવા રાજયના વતની છે. ગોવા માંથી સિતાર વાદક તરીકે પ્રસિધ્ધ થનાર તેઓ પ્રથમ કલાકાર છે .  રવિ ચારીને સંગીતનો વારસો તેમના પિતા  પ્રભાકર ચારી પાસેથી પ્રાપ્ત થયો છે તેમના પિતા પ્રતિષ્ઠિત તબલા માસ્ટર હતા .રવિ યારીએ સંગીતના વિવિધ પાસાઓને સમજાવવાના પ્રયાસરુપે પોતાનુ પ્રથમ આલબમ  રવિ ચારી ક્રોસીંગ પ્રસ્તુત કર્યું છે.

રવિ ચારીના પ્રથમ ગુરુ તેમના પિતા જ હતા , પરંતુ તેમણે સિતારની પ્રારંભીક તાલીમ ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન પાસેથી ગોવામાં મેળવી હતી અને વધારે તાલીમ મેળવવા તેઓ મુંબઈ આવી ઉસ્તાદ અબ્દુલ હલીમ ઝાફર ખાનના શિષ્ય બન્યા . સિતારવાદનની ઘનીષ્ટ તાલીમ તેઓ એ ઉસ્તાદ શાહિદ પરવેઝ ખાન પાસેથી મેળવી . પરફ્યુઝન ના નિષ્ણાત ત્રીલોક ગુરતુએ તેમના ફયુઝન મ્યુઝીક માં તેમને શામેલ કર્યા .  રવિ ચારીએ સિતાર ના વિવિધ સમકાલીન સર્જનાત્મકતાઓને અજમાવવા છતા , તેઓ સિતાર ની મુળ કલાને જાળવવાના સન્નિષ્ઠ પ્રયાસો કર્યા છે .

તેમને આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે રજુઆતો કરવાનો અલભ્ય સહયોગ હાંસલ થયો છે અને પરિણામ સ્વરુપ તેમણે ઘણા ખ્યાતીપ્રાપ્ત આંતરરાષ્ટ્રીય સમારોહમાં રજુઆત કરવાની તક પ્રાપ્ત કરી છે . તેમણે કિશોરી આમોનકજી ઉસ્તાદ સુલતાન ખાન , પં.સુરેશ તલવલકરજી , લુઇસ બેન્કસ , રણજીત બારોટ , ફઝલ કુરેશી , શિવામણી , ત્રિલોક ગુરતુ જેવા દિગ્ગજ કલાકારો સાથે કલા પ્રસ્તુત કરી છે .  રવિ ચારીએ યુએસએ , યુરોપ , ઓસ્ટ્રેલિયા , દુબઇ વગેરે દેશોમાં કાર્યક્રમો રજૂ કર્યા છે. હાલમાં જ કતાર ખાતે રમાયેલ ફિફા ફૂટબોલ વર્લ્ડકપ ઓપનિંગ સેરેમનીમાં દિગ્ગજ કલાકારો સાથે સિતાર વાદન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.