Abtak Media Google News

કોરોનાના સંક્રમણને અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાની કામગીરીની પ્રશંસા કરતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન મ્યુ કમિશ્નર ઉદિત અગ્રવાલ સહિત તમામ અધિકારીઓ, કર્મચારીઓની અને કોરોના વાઇરસની કામગીરીને બિરદાવી

આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહયો છે. જેમાં ભારત પણ તેનો સામનો કરી રહેલ છે. દેશમાં અત્યારે અલગ અલગ શહેરોમાં જે માત્રામાં કોરોનાના કેસ સામે આવી રહયા છે તેની સરખામણીએ આજે રાજકોટ શહેર ઘણું સલામત લાગે છે તેમાં રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત શહેર પોલીસ અને કલેકટર તંત્રની કામગીરીનું પણ મહત્વનું યોગદાન રહયું છે.  સમગ્ર દેશની સાથોસાથ રાજકોટ પણ લોકડાઉન થયું. વહીવટી તંત્ર સામે સૌથી મોટો પડકાર લોકડાઉનનું પાલન કરાવી લોકોને કોરોના વાયરસના સંક્રમણી બચાવવા ઉપરાંત તેઓના રોજીંદા જીવનની આવશ્યક સેવાઓની ઘેર બેઠા ઉપલબ્ધિ કરાવવાનો રહયો. જેમાં વહીવટી તંત્ર મહદ અંશે સફળ રહયું છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓ/ કર્મચારીઓની ટીમ આર.એમ.સી.ની ભૂમિકા નિભાવી ખરેખર સરાહનીય અને અભિનંદનીય છે. અને તેના કારણે જ જંગલેશ્વરના એરીયાને બાદ કરતા મોટાભાગના વિસ્તારો કમ સે કમ આજે તા.૨૪-૪-૨૦૨૦ સુધી કોરોનામુક્ત રહી શક્યા હોવાનું પ્રતીત થાય છે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું.

વધુમાં ઉમેર્યું હતું કે, સરકારએ કોરોના વાઈરસથી બચવા લોકોને સજાગ રહેવા અનુરોધ કર્યો અને મહાનગરપાલિકાને આવશ્યક તૈયારી કરવા જાણ કર્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પૂર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકાએ કોરોના સામે લડવા આગોતરી તૈયારી પણ કરી લીધી હતી. જે અંતર્ગત ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના ૮૯ જેટલા ખાનગી તબીબોને ડો. કમલેશ ઉપાધ્યાય (સ્ટેટ નોડલ ઓફિસર) દ્વારા માર્ગદર્શન વર્કશોપ યોજાયો હતો. જેમાં, રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના મેડીકલ ઓફિસર, આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર, નર્સીંગ સ્ટાફ, આશા બહેનોને તાલીમ આપવામાં આવેલ તેમજ આર.બી.એસ.કે. ડોક્ટર્સની જુદી જુદી ટીમો દ્વારા રાજકોટ શહેરની ૯૩ જેટલી શાળાઓમાં માર્ગદર્શન આપવામાં આવેલ તથા  આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા ૨૧,૦૦૦ જેટલી પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકાના  આરોગ્ય વિભાગ અને રાજકોટ હોમીયોપેથી મેડીકલ કોલેજના સહયોગી રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત તમામ ૨૧ આરોગ્ય કેન્દ્રો ખાતે રોગ પ્રતિકારક શક્તિ વધારવા નિ:શુલ્ક દવાનું વિતરણ શરૂ કરવામાં આવી હતી.

કોરોના વાઈરસ ભીડમાં ઝડપી ફેલાતો હોવાથી અગમચ્ઘેતીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હોળી ધૂળેટી પર્વ નિમિત્તે દર વર્ષે યોજાતો સાંસ્કૃતિક કાર્યક્રમ હિન્દી કવિ સંમેલન રદ કરવામાં આવેલ. જંગલેશ્વરમાંથી કોરોનાનો એક પોઝીટીવ કેસ મળતા સમગ્ર વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કરાયો અને લોકોના સ્વાસ્થ્યની મેડિકલ તપાસ કરવામાં આવી. ત્યારબાદ આ વિસ્તારને કોર્ડન કરી ક્લસ્ટર કવોરોનટાઈન કરવામાં આવેલ અને સોડિયમ હાઈપ્લોક્લોરાઈટ દ્વારા ડીસઈનફેક્સન કરવામાં આવેલ.

આ ઉપરાંત શહેરમાં વિદેશી આવેલા લોકો અને તેમની સાથેના પરિવારજનોને હોમ કવોરોનટાઈન કરાયા બાદ રાજકોટ મહાનગરપાલિકા મેડિકલ, પેરા મેડિકલ અને વહીવટી સ્ટાફની બનેલી  કુલ ૧૦૦ ટીમો બનાવી કવોરોનટાઈન કરાયેલા લોકોના ઘર પર નજર રાખવામાં આવી. તેઓને ઘરમાં જ રહેવા સમજાવવામાં આવ્યા.

જનતા કરફ્યું દરમ્યાન થતા ત્યારબાદના લોકડાઉન પીરીયડ દરમ્યાન જીવન જરૂરી ચીજવસ્તુઓ વેંચતી દુકાનો અને આવશ્યક સેવાઓ કરતી સંસઓ સિવાય શહેરની તમામ દુકાનો અને અન્ય વ્યવસાય બંધ રહે તે માટે શહેર પોલીસ સાથે રહી સયુંકત કામગીરી કરવામાં આવી.

રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વરમાં પ્રથમ કેસ મળ્યો એ સાથે જ અગમચેતી રૂપે સમગ્ર વિસ્તાર બ્લોક કરી દીધો હતો. જંગલેશ્વરના આશરે એકસો જેટલા પરિવારો એટલે કે, ૪૦૦ જેટલા નાગરિકોને ઘરમાં રહેવા સમજાવી તેઓને ઘેર બેઠા જ જીવનજરૂરી ચીજ વસ્તુઓ જેવી કે રાશન, અનાજ, શાકભાજી, તબીબી સેવાઓ અને દવા પહોંચતી કરી હતી.

પડકારો એ હતા કે જંગલેશ્વર વિસ્તારની સામાજિક આર્થિક રૂપરેખા ખૂબ નબળી હતી. આ વિસ્તારને ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ પાયાની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. મનપા દ્વારા દૂધ, શાકભાજી, અનાજ અને કરિયાણા જેવા આવશ્યક જીવનજરૂરિયાત સામગ્રી જરૂરિયાતમંદપરિવારો સુધી પહોંચાડવામાં ટેકો આપ્યો હતો. સંવેદનશીલ રહેવાસીઓના આરોગ્યની દેખરેખ માટે અલગ તબીબી ટીમો તૈનાત કરવામાં આવી હતી. રાજ્ય સરકારની મદદી કેશ ડોલ વિતરણ કરવામાં આવેલ. તા. ૨૩-૪-૨૦૨૦ ના રોજની સ્થિતિએ  રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક ૪૧ છે જે પૈકી ૩૧ કેસ જંગલેશ્વરના છે અને અન્ય ૧૦ કેસ શહેરના બીજા વિસ્તારના છે, રાજકોટ શહેરની વસતિ હાલની સ્થિતિએ જોઈએ તો આશરે ૧૬ થી ૧૭ લાખ કે તેી વધુ પણ ગણાવી શકાય. જોકે મહદ અંશે રાજકોટ સેઈફ ઝોનમાં રહયું હોવાની પ્રતીતિ નાગરિકોને થઇ રહી છે……અલબત્ત રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર અને રાજકોટ શહેર પોલીસના પ્રયાસોથી શહેરના અન્ય વિસ્તારો આજે તા.૨૨-૪-૨૦૨૦ સુધી સલામત રહયા છે એ નાનીસુની વાત નથી….!!

તે જ સમયે, અન્ય દેશોમાંથી મુસાફરી કરનારા લોકોને શોધવા માટે ત્રણ સ્તરની પ્રક્રિયા કરવામાં આવી હતી. આ બધા લોકોને ઘરના ક્વોરેન્ટાઇન હેઠળ મૂકવામાં આવ્યા હતા. કોરોનાના લક્ષણો માટે તબીબી દેખરેખ માટે અલગ ટીમો તૈનાત કરવામાં આવી હતી,  ઘરની આવશ્યક વસ્તુઓની ડિલેવરી સુનિશ્ચિત કરવા બિન તબીબી ટીમોની સહાયતા પ્રદાન કરવામાં આવી. કોરોન્ટાઈન લોકોની દેખરેખ માટે એક અલગ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી હતી અને આ પરિવારોની દેખરેખ રાખવા માટે સીસીટીવી સર્વેલન્સના આઇસીસીસી (ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ગોઠવવામાં આવ્યું હતું.

કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવાની પડકારરૂપ કવાયતને અસરકારક બનાવવા આવશ્યકતા અનુસાર અલગ અલગ વિસ્તારમાંથી કુલ ૧૨૦૦થી વધુ વ્યક્તિઓના બ્લડ સેમ્પલ લેવામાં આવેલ, જેમાંથી તા.૨૩-૪-૨૦૨૦ સુધીમાં કુલ ૪૧ દર્દીઓ પોઝીટીવ જણાયેલ છે. જયારે ૧૧ દર્દીઓ સંપૂર્ણ સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. બાકીના દર્દીઓની તબિયત સ્થિર છે.

રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં તા.૧૮/૦૪/૨૦૨૦થી કર્ફ્યું જાહેર કરવામાં આવેલ છે. આ પરિસ્થિતિને ધ્યાને લેતા, જંગલેશ્વર વિસ્તારના લોકોની સુવિધાઓ માટે જિલ્લા કલેકટરની કચેરી, રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસનો રાઉન્ડ  ધ  ક્લોક સંયુક્ત કંટ્રોલ રૂમ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે શરૂ કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીઓને પણ ફરજ સુપરત કરવામાં આવેલ છે. જંગલેશ્વરમાં રહેતા લોકો કરફ્યું દરમ્યાન જીવનજરૂરી ચીજવસ્તુઓ અને દવાઓ ઘેર બેઠા મળી રહે તે માટે આ વિસ્તારની કુલ ૬૮ જેટલી કરિયાણાની દુકાનો, દુધની ડેરી અને મેડિકલ સ્ટોરની યાદી તૈયાર કરી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવી હતી. સાોસા જંગલેશ્વર સિવાયના આજુબાજુના વિસ્તારોના લોકો માટે પણ કુલ ૭૬ જેટલી કરિયાણાની દુકાનો, દુધની ડેરી અને મેડિકલ સ્ટોરની યાદી તૈયાર કરી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવી હતી તેમજ ઇમરજન્સી તબીબી સારવાર મળી રહે તે માટેની વ્યવસથા ગોઠવાવા માટે આ વિસ્તારમાં રાઉન્ડ-ધ-ક્લોક ફરજ બજાવવા માટે અલગી ત્રણ ટીમ બનાવી લગત અધિકારી / કર્મચારીને કામગીરી સુપરત કરતો હુકમ કરવામાં આવેલ છે. આ કંટ્રોલ રૂમ માટે અલગ અલગ ત્રણ શિફટમાં અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવેલ છે. આ ઉપરાંત મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા જંગલેશ્વર વિસ્તારના લોકોને અનાજ. કરિયાણું, દૂધ, શાકભાજી, દવા, પીવાનું પાણી, વગેરે પૂરવઠો તા અન્ય પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે પણ અલગઅલગ પાંચ ટીમોની રચના કરવામાં આવેલ છે.

આખું રાજકોટ આ હકિકતનું પણ તેનું ગવાહ છે. જેનો શ્રેય રાજકોટ મહાનગરપાલિકા તથા  સરકારી તંત્ર સાથે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા, વિવિધ સામાજિક, ધાર્મિક અને વ્યવસાયિક સંસ્થાઓ અને નાગરિકોને હિસ્સે પણ જાય છે. તેમ અંતમાં ઉદય કાનગડે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.