Abtak Media Google News

દેશમાં અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. અને અનેકો લોકો તેનો ભાગ બને છે. અને જીવ ગુમાવે છે ત્યારે ભારત સરકાર રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે વિભાગ દ્વારા એક્સિડેન્ટ ઇન ઇન્ડિયા ૨૦૧૬નો રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ૨૦૧૬માં ૨૦૧૫ની સરખામણીએ રોડ-રસ્તાના ખાડાના કારણે જીવલેણ અકસ્માતો વધુ સર્જાયા છે. જેના કારણે ખરાબ રસ્તાઓના કારણે એક્સિડેન્ટલ ડેથમાં દેશભરમાંથી ગુજરાતનું સ્થાન સાતમું આવ્યું છે. જેમાં ૩૦૬ જેટલા એક્સિડેન્ટના કેસ ૨૦૧૫માં નોંધાયા હતા અને ૧૨૦ મૃત્યુઆંક નોંધાયો હતો.

આ ઉપરાંત વાત કરીએ તો કેન્દ્ર સરકારના રીપોર્ટ મુજબ ખરાબ રસ્તાના કારણે ૪૭૭ જેટલો અકસ્માતમાં ૧૫૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો. તેમજ રસ્તે  રજડતા ઢોરનાં કારણે ૨૨૦ જેટલા અકસ્માતોમાં ૮૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત એક સારી વાત સામે આવી છે. જેમાં ગયા વર્ષની સરખામણીએ ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા ઘટી છે. તેની જ સરખામણીએ શહેરમાં અકસ્માત ઘટ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ૧૩.૬૨૧ અકસ્માતો સર્જાયા જેમાં ૫.૮૯૩ મૃત્યુ પામ્યા હતા. જેના અનુસંધાને ગુજરાત ૨૧.૮૫૯ એક્સિડેન્ટ અને ૮૧૩૬ મૃત્યુ સાથે દેશમાં ૧૦માં સ્થાને છે.

આ ઉપરાંત બીજી એક ખાસ આ ધ્યાનમાં આવી છે. અને એ વાત જાણી કદાચ દરેકને આશ્ર્વર્ય જ‚ર થાશે. જેમાં આ અકસ્માતમાં ભોગ બનનાર એવા  આપણા દેશની યુવા પેઢીની સંખ્યા વધુુ છે. ઓવર સ્પીડ અને જનુનુમાં યુવા પેઢીને એ ખ્યાલ નથી રહેતો કે જે કંઇ એ કરે છે. એ પોતાના જીવના જોખમે કરે છે. જેનુ પરિણામ તેને મૃત્યુ સુધી લઇ જાય છે તેમજ બીજી વાત એ કે મોટાભાગના અકસ્માતો સાંજના ૬ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધીમાં સર્જાયા છે. તો આ રીતે અકસ્માતો સર્જાય છે. અને તેનાથી બચવા સરકાર જે કઇ પણ પગલા લ્યે તે પહેલાં આપણી જ જવાબદારી બને છે. કે પહેલુ સેખ તે જાતે નર્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.