Abtak Media Google News

સ્પીડ બ્રેકરો અકસ્માત નાથવામાં ફેઇલ

હલકી કક્ષાની ડિઝાઇન અને સામાગ્રીના કારણે સ્પીડબ્રેકરો નોંતરે છે અકસ્માત

આજના સમયમાં વાહનચાલકોમાં ટ્રાફીકના નિયમો અને ડ્રાઇવીંગ પ્રત્યે અસભાનતાને કારણે દીનપ્રતિદીન અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. અકસ્માતો થતા અટકાવવા સ્પીડબ્રેકરો બનાવવામાં આવ્યા છે. પરંતુ આ મામલે સરકારની ગણતરીના તદ્ન ઊંઘી થઇ રહી  હોય તેમ સ્પીડબ્રેકરથી જ રોજના સરેરાશ ૩૦ અકસ્માતો અને ૯ લોકોના મોત થયા છે. સુરક્ષા માટે બનાવાયેલા સ્પીડબ્રેકરો જ ગંભીર અકસ્માતોનું કારણ બન્યા છે. છેલ્લા બે વર્ષથી સરકાર સ્પીડબ્રેકરોથી થતા અકસ્માતો પર અભ્યાસ કરી રહી છે. ગયા વર્ષે પણ આ આંકડા જાહેર કરાયા હતા જે આ વર્ષે પણ સરખાં જ રહ્યા છે. સ્પીડબ્રેકરો બનાવવામાં વપરાયેલો હલકી કક્ષાનો માલ જીવલેણ અકસ્માતો સર્જે છે. હવે, ચોમાસું શ‚ થતા વરસાદના પાણીને લીધે આવા સ્પીડબ્રેકરોની હાલત બીસ્માર થઇ જાય છે. અને અકસ્માત થવાનો સતત ભય જજુમતો રહે છે.

આ અંગે કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રીખ નીતીન ગડકરીએ કહ્યું કે, ભારતમાં દરેક રોડ-રસ્તા ઉપર સ્પીડબ્રેકરો બનાવાયા છે. જેના થી પુર ઝડપે આવતા વાહન ચાલકો બ્રેક લગાવે છે. જે બોન્સને પણ બ્રેક લાગે છે અને વાહનોને આકસ્મિક નુકસાન થતુ અટકાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્પીડબ્રેકરો બનાવવામાં તેઓ નિયમો બહાર પાડશે અને તેને લાગુુ કરશે જેથી કરીને તેમાં કોઇ ભ્રષ્ટાચારની શક્યતા ન રહે.

ગ્રામ્યવિસ્તારોમાં દર ૧૦૦ મીટરે સ્પીડબ્રેકરો બનાવાયા છે. આ માટે પણ હવે ચોક્કસ અંતર અને જગ્યા નક્કી કરાશે. સ્પીડબ્રેકરોથી અકસ્માતો અટકાવવા રોડ-રસ્તાનું બાંધકામ અને તે પર મુખ્યત્વે કઇ રીતે – કેવી રીતે અકસ્માતો સર્જાય છે તે પર અભ્યાસ કરવો જ‚રી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.