Abtak Media Google News

લૂંટારાને પકડવા વેપારીએ પીછો કર્યો પરંતુ ગઠીયો ફરાર

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દિવસેને દિવસે ચોરી અને લૂંટના બનાવો વધવા પામ્યા છે.ત્યારે સોની બજારમાં વેપારીની નજર ચૂકવી ગઠિયો રૂ.6.56 લાખની કિંમતનું સોનાનું રો-મટિરિયલ ચોરી જઇ નાસી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેમાં તસ્કરને ચોરી કરતા વેપારી જોઈ જ હતા તેને ચોરને પકડવા તેનો પીછો કર્યો હતો પરંતુ તે હાથે ન લાગતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

વિગતો મુજબ ગાયત્રીનગર-1માં રહેતા યોગેશભાઇ જયચંદભાઇ રાણપરા નામના પ્રૌઢે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ સોની બજારમાં ગોકુલ ચેમ્બરમાં પ્રમુખ આર્ટ નામની સોની કામની દુકાન ધરાવે છે. દરમિયાન રવિવારે સવારે સાડા અગિયાર વાગ્યે દુકાને હતા ત્યારે અન્ય એક વેપારીને પાલીસ કરાવવા માટે આપેલા 41 ગ્રામના ઘરેણાં વેપારીનો કારીગર દેવા આવ્યો હતો.જેથી 41 ગ્રામના સોનાના ઝુમ્મર ઉપરાંત પોતાની પાસે રહેલા આશરે 104 ગ્રામના સોનાના પારા કે જે છોલ કરવા માટે દેવાના હોય તે બંને સોનાની વસ્તુઓ એક સ્ટિલની ડીસમાં રાખી ડીસ દુકાનના ટેબલ પર રાખી બીજુ કામ કરવા લાગ્યા હતા.

પોતે કામ કરી રહ્યા હતા તે સમયે દુકાનનો દરવાજો ખુલ્લો હોય ખુલ્લા દરવાજામાં એક શખ્સ ચોરીછુપીથી દુકાનમાં પ્રવેશ્યો હતો અને દુકાનના ટેબલ પર રાખેલા સોનાના ઝુમ્મરનું રો-મટિરિયલ અને સોનાના પારા પોતાના ખિસ્સામાં મુક્યા હતા. આ જ સમયે પોતાની નજર પડતા બૂમો પાડી પોતે ઊભા થતા જ તે શખ્સ દુકાનમાંથી બહાર ભાગ્યો હતો.જેથી બૂમો પાડતા પાડતા તેની પાછળ દોડ્યો હતો. પરંતુ તે પહેલા જ તે શેરી ગલીઓમાં દોડીને નાસી જતા હાથ આવ્યો ન હતો. બાદમાં પોતે એ ડિવિઝન પોલીસ મથક જઇને ગઠિયો રૂ.6.56 લાખની કિંમતનું સોનાનું રો-મટિરિયલ ચોરી ગયાની ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.