Abtak Media Google News

હિટમેનના નામે જાણીતા ભારતીય ક્રિકેટના સ્ટાર બેટ્સમેન અને મુંબઈ ઈંડિયન્સના કેપ્ટન રોહિત શર્મા માટે IPL ૨૦૧૮ અત્યંત ખરાબ સાબિત થઈ. એક તો તેની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ રવિવારે આખરે દિલ્હી ડેરડેવિલ્સ સામે હારીને ટૂર્નામેંટની બહાર થઈ ગઈ. એવામાં એક બેટ્સમેનના રૂપે પણ રોહિતે સૌને નિરાશ કર્યા છે. રોહિતના જૂના આંકડા તો એવું જ કહી રહ્યા છે.

રોહિત શર્માએ પહેલીવાર IPLની કોઈ સિઝનમાં ૩૦૦થી ઓછા રન બનાવ્યા છે. આ પહેલાની દરેક સીઝનમાં રોહિતના બેટમાંથી ૩૦૦ કે તેનાથી વધુ રન નીકળ્યા છે. આ વખતે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન ટીમને પ્લેઓફમાં ન લાવી શક્યો સાથે જ પોતે પણ સારું પ્રદર્શન ના કરી શક્યો. IPLના ઈતિહાસમાં સુરેશ રૈના જ એકમાત્ર એવો ખેલાડી છે જેણે અત્યાર સુધીની દરેક સિઝનમાં ૩૦૦ કે તેનાથી વધારે રન ફટકાર્યા હોય. રૈનાનો આ રેકોર્ડ હજુ અકબંધ છે.

આ પેહેલા ગત સીઝનમાં રોહિત શર્માએ ૩૩૩ રન કયારેય હતા જે તેમના તરફથી સૌથી ઓછા છે પણ આ વખતે ખુદ તેમણે  જ પોતાનો રેકોર્ડ વધુ સારો બનાવી દીધો

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.