Abtak Media Google News

કોલકાતા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આઈપીએલનો૨૯મો મુકાબલો બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયો. આ મેચમાં કોલકાતાએ બેંગ્લોરને ૦૬ વિકેટે હરાવી દીધું.

આ મેચમાં કોલકાતાએ પહેલા ટોસ જીતીને  બેંગ્લોરને બેટિંગ આપી હતી. બેંગ્લોરે પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત ૨૦ ઓવરમાં ડિવિલિયર્સની ગેરહાજરીમાં ૧૭૫ રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ ૪૪ બોલમાં ત્રણ સિક્સ અને પાંચ ફોરની મદદથી ૬૮ રનની અણનમ ઈનિંગ રમી હતી, તે ઉપરાંત ડિ કોક ૨૯ અને મેક્કૂલમે ૩૮ રનની ઈનિંગ રમી હતી.  આમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઈડર્સને ૧૭૬ રનનો ટાર્ગેટ આપી દીધો હતો.

આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ કોલકાતાની ટીમને સારી શરૂઆત મળી હતી. સુનિલ નારન અને ક્રિસ લિને ટીમને ૫૫ રનની પાર્ટનરશીપ આપી ત્યાર બાદ નારન ૨૭ રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ ઉથપ્પાએ આવતાની સાથે જ શાનદાર બેટિંગની શરૂઆત કરીને ૨૧ બોલમાં ૩૬ રન ફટકારીને આરસીબીની ચિંતામાં વધારો કરી નાંખ્યો હતો. જોકે, ૩૬ રને ઉથપ્પા મુરૂગન અશ્વિનની ઓવરમાં કેચ આઉટ થઈ ગયો હતો. ઉથપ્પાના આઉટ થયા બાદ નીતિશ રાણા મેદાનમાં ઉતર્યો હતો. નીતિશ રાણા અને ક્રિસ લિને ટીમના સ્કોરને આગળ વધાર્યો પરંતુ રનરેટમાં ઘટાડો થઈ ગયો હતો.

જ્યારે કોલકાતાને અંતિમ પાંચ ઓવરમાં ૫૨ રનની જરૂરત હતી, ત્યારે નીતિશ રાણા (૧૫ રને)ને બેક પેઈન થતાં મેદાન છોડીને જવું પડ્યું હતું, તેમની જગ્યાએ આવેલ રસેલને આવતાની સાથે જ સિરાજે શૂન્ય રને પેવેલિયન મોકલી દીધો હતો. રસેલ બાદ આવેલ કેપ્ટન દિનેશ કાર્તિકે મેચની તસવીર બદલી નાંખી.. દિનેશ કાર્તિકે માત્ર દસ બોલમાં ૨૩ રન ફટકારીને ટીમને જીતની નજીક લાવી દીધી. અંતે શુભમન ગિલે ઉમેશ યાદવની ૨૦મી ઓવરમાં ફોર ફટકારીને ટીમને જીત અપાવી દીધી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.