Abtak Media Google News

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પર તેની પત્ની હસીન જહા દ્વારા લગાવવામાં આવેલા આરોપોનું લિસ્ટ મોટું જ થઈ રહ્યું છે. હવે આ આરોપમાં એક નવો આરોપ ઉમેરાયો છે. શમીની પત્નીએ આરોપ લગાવ્યો કે તેણે ભારતીય ટીમમાં રમવા માટે પોતાની ખોટી ઉંમરના દસ્તાવેજો રજૂ કર્યા છે. હસીનાએ પોતાના ફેસબૂક પેજ પર શમીનું ડ્રાઈવિંગ લાયસન્સ રજૂ કર્યું છે જેમાં તેની ઉંમર ૦૩-૦૫-૧૯૮૨ લખ્યું છે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સત્તાવાર વેબસાઈટ પર શમીની ઉંમર ૦૩-૦૫-૧૯૯૦ દર્શાવવામાં આવી છે, જેના હિસાબે હાલ તેની ઉંમર ૨૭ વર્ષ ૨૩૭ દિવસ થાય છે.

હસીન દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજનું માનીએ તો શમીની ઉંમર ૩૬ વર્ષ થાય છે, જે ક્રિકેટરની દર્શાવવામાં આવેલી ઉંમરથી ૯ વર્ષ વધી જાય છે. હસીને ફોટોમાં લખ્યું છે કે શમીએ BCCIઅને બંગાળ ક્રિકેટ એસોસિએશનને મૂર્ખ બનાવ્યા છે.શમીની પત્ની હસીને પોતાની હિન્દી પોસ્ટમાં લખ્યું છે કે, જુઓ દોસ્તો, આ શમી અહમદનું અસલી જન્મ પ્રમાણ છે. શમીએ પોતાનો જન્મ ૧૯૯૦ બતાવીને મૂર્ખ બનાવ્યા છે. તેણે BCCI, કેબ અને સામાન્ય પબ્લિકને મૂર્ખ બનાવી છે અને અંડર-૨૨ ક્રિકેટ રમવા ઉતર્યો. વિચારો શમીએ પોતાના એક ૨૨ વર્ષના ખેલાડી સાથે છળ કર્યો છે, જેને તેની જગ્યાએ અંડર-૨૨ ટીમમાં જગ્યા મળી શકી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.