Abtak Media Google News

વિશ્ર્વમાં માનવજાતિ જ માનવજાતિનાં ભવિષ્ય સામે મોટો ખતરો પેદા કરી રહી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ યુએનના એક અભ્યાસમાં કરવામાં આવ્યો છે. યુ.એન.નાં અભ્યાસ મુજબ પ્રદુષણ સહિતનાં ખતરાના કારણે વિશ્ર્વના દરેક ક્ષેત્રના વાતાવરણમાં બગાડ થતા આવનાર ભવિષ્યમાં રોટી, પાણી અને ઉર્જાની અછતનો મોટો ભય ઉભો થયો છે.

માનવજાતિની પ્રવૃતિઓને કારણે વનસ્પતિ અને પશુ જીવનમાં ઘટાડો થઈ રહ્યો છે. ૧૨૯ દેશોની સરકાર અને ૫૫૦થી વધુ નિષ્ણાંતો દ્વારા કરવામાં આવેલા અભ્યાસના તારણ મુજબ વર્ષ ૨૦૫૦ સુધીમાં જૈવ વિવિધતા માટે ખતરો ઉભો થશે. આ અહેવાલમાં અમેરીકા, એશિયા, પેસેફિક, આફ્રિકા, યુરોપ અને મધ્ય એશિયાને આવરી લેવામાં આવ્યા હતા.

અહેવાલમાં જણાવ્યા મુજબ પ્રદુષણ અને કુદરતી સંપતિનો સતત નાશ થઈ રહ્યો છે. આબોહવા જાળવણી માટેના પગલાઓ ઘટી રહ્યા છે. ઈકોસિસ્ટમ સર્વિસીઝના ઈન્ટર ગર્વમેંટલ સાયન્સ પોલીસી પ્લેટફોર્મના અધ્યક્ષ રોર્બટ વોટસનના જણાવ્યા મુજબ પૃથ્વી પરથી દુર્લભ પતંગીયા, વૃક્ષો અને પક્ષીઓનો ઓથ વળી રહ્યો છે. જેમાં ખાસ કરીને ગ્રીનો હાઉસોમાં થતુ વાયુઓનું શોષણ અને ગેસ ઉત્સર્જન આબોહવા માટે સૌથી મોટુ જોખમ છે. તજજ્ઞો દ્વારા કલાયમેન્ટ ચેન્જ અંગે ચિંતા વ્યકત કરી ગ્રીન હાઉસના ગેસ ઉત્સર્જનને મર્યાદિત કરવા પગલા લેવાતા ન હોવાનું ઉમેરી પૃથ્વી પર પ્લાસ્ટીક સહિતના પ્રદુષણો જોખમી હોવાનું જણાવ્યું હતું.આ ઉપરાંત આ અભ્યાસમાં આફ્રિકામાં હાથીઓની દુર્લભ પ્રજાતિ, સેવાળ, યુરોપમાં ગોકળગાય સહિતના જીવો લુપ્ત થવાના આરે હોવાનું જણાવી પર્યાવરણીય અસંતુલનને બેલેન્સ કરવા વૃક્ષોનો ઉછેર અને લાકડાના વપરાશમાં ઘટાડો કરી વધુને વધુ કુદરતી સંપતિ બચાવવા પર ભાર મુકયો હતો. જોકે ૧૯૯૦ થી ૨૦૧૫નાં સમયગાળામાં ચીન અને ઉતર પૂર્વ એશિયામાં અન્ય રાષ્ટ્રોની તુલનાએ વન આચ્છાદિત પ્રદેશોનો વિસ્તાર ૨૨.૯ ટકા વધ્યો હોવાનું જણાવી સંરક્ષિત વિસ્તારોમાં વધારો કરી આવનાર ભવિષ્યમાં માનવજાતી માટે રોટી, જળ અને ઉર્જા ક્ષેત્રને સંરક્ષિત કરવા પર ભાર મુકાયો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.