Abtak Media Google News

મામલતદાર તરીકે ઓળખ આપી ઘઉંની ખરીદી કરી પેમેન્ટના બદલે ધમકી દીધી રાજકોટના શખ્સ સામે નોંધાતો ગુનો.

જસદણ માકેર્ટીંગ યાર્ડના ઘઉંના વેપારીને મામલતદાર તરીકે ઓળખ આપી ઘઉં ખરીદ કરી રૂ.૪૧.૪૧ લાખનું પેમેન્ટ બાકી રાખી ખૂનની ધમકી દીધાની રાજકોટના શખ્સ સામે ગુનો નોંધાયો છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણની સાકળી શેરીમાં રહેતા અને યાર્ડમાં વસંત બ્રધર્સ નામની પેઢી ધરાવતા અશ્ર્વિનભાઇ શાંતીભાઇ વસંત નામના લોહાણા વેપારીએ રાજકોટના પરસાણાનગરમાં રહેતા અતુલ ભીમા રાઠોડ નામના શખ્સ સામે રૂ.૪૧.૪૧ લાખની છેતરપિંડી કરી ખૂનની ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અતુલ રાઠોડ નામના શખ્સે પોતે મામલતદાર હોવાની ખોટી ઓળખ આપી જસદણ યાર્ડના વસંત બ્રધર્સ નામની પેઢીના વેપારી અશ્ર્વિનભાઇ વસંત પાસેથી ગત તા.૧૦ ફેબ્રુઆરીથી ૨૪ એપ્રિલ દરમિયાન રૂ.૭૧.૯૧ લાખની કિંમતના ૧૮,૪૨૦ મણ ઘઉંની ખરીદી કરી રૂ.૨૪.૭૩ લાખ રોકડા અને ચેકથી ચુકવી રૂ.૪૧.૪૧ લાખ બાકી રાખ્યા હતા.

અતુલ રાઠોડ પાસે બાકી રકમની અશ્ર્વિનભાઇ વસંતે ઉઘરાણી કરતા તે ઉશ્કેરાયો હતો અને ખૂનની ધમકી દેતા તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અતુલ રાઠોડ સામે છેતરપિંડી અને ખૂનની ધમકી દીધા અંગેનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.