Abtak Media Google News

ઘડીક ઘડીક થયે કોરોના પોતાનું નવું નવું વરવું સ્વરૂપ લાવી રહ્યો છે. સમયાંતરે નવા નવા વેરિએન્ટ અને મયૂટન્ટ સામે આવતા કોરોનાનો સામનો અને સંપૂર્ણ સુરક્ષા અઘરી બની છે. એમાં પણ અલગ અલગ વેરિએન્ટ સામે દર્દીઓમાં અલગ અલગ લક્ષણો અને જોખમો જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ નવો વેરિએન્ટ ઓમિક્રોન કે જે વિશ્વભરના દેશો માટે મોટી ચિંતાનું કારણ બન્યો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઓમિક્રોનને ચિંતાજનક ગણાવતા હવે એ પ્રશ્ન પણ ઉઠ્યો છે કે ઓમિક્રોન એનટીપીસીઆર ટેસ્ટમાં પણ પકડાય નહીં તો આખરે એને નિયંત્રિત કેવી રીતે કરવો..?? કારણ કે ઓમિક્રોનના લક્ષણોમાં સ્મેલ કે સ્વાદ ગાયબ થઈ જવો કે તાવ આવવો એવુ નથી, પણ ઓમિક્રોનની ઝપેટમાં આવવાથી સામાન્ય શરદી અને સ્નાયુ, સાંધાના દુ:ખાવો થતો હોવાનું મનાય રહ્યું છે.

જો શરદી ઓમિક્રોનના લીધે થઈ હોવાનું ના પકડાતા આને ડિટેકટ કરવો પણ અઘરો છે. આ તરફ સ્વાસ્થ્ય સંગઠનએ પણ દુનિયાભરના દેશો, વૈજ્ઞાનિકોનું ધ્યાન દોરી તે સામે જરૂરી પગલાં લેવા નિર્દેશ જારી કર્યા છે. આ નવા વેરિએન્ટ સામે રસી પણ અસરકારક રીતે કામ કરશે કે કેમ તે પણ એક પ્રશ્ન ઉભો થયો છે.

ડરતા નહીં… ઓમિક્રોન સામાન્ય શરદી અને સ્નાયુ થકાણ ઉભુ કરે છે

ઓમિક્રોને ભયનો માહોલ ફેલાવ્યો છે. પણ આનાથી ભયભીત કે ડરવાની જરૂર નથી…  જરૂર છે તો સાવચેતી રાખી નિયમ પાલન કરવાની….!! જો કે આ વેરિએન્ટ ખૂબ ઘાતકી છે એવું હજુ ચોક્કસપણે સાબિત થયું નથી. દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ઓમિક્રોન વેરિએન્ટ જોખમી નહિ પણ સામાન્ય છે. દક્ષિણ આફ્રિકાના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેબલ ડિસીઝ (NICD) દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ઓમિક્રોન વેરિઅન્ટ વાયરસ તમારા શરીરમાં પ્રવેશ કરે છે, તો કેટલાક ખાસ લક્ષણો જોવા નથી મળી રહ્યા.

ઓમિક્રોનથી અગાઉના કોરોનાની જેમ સ્વાદ કે સ્મેલ આવવાનું બંધ થઈ જાય એવું નથી. પણ મોટાભાગના દર્દીઓને આ નવા વેરિએન્ટની ઝપેટમાં આવવાથી સમાન્ય શરદી, અને સ્નાયુ અને સાંધાનો દુ:ખાવો થઈ રહ્યો છે. પ્રારંભિક તબક્કામાં મસલ પેઈન થવો અને વારંવાર થાક લાગવો તેવા લક્ષણો છે. આથી આની સારવાર ઘરે પણ થઈ શકે તેમ છે આથી આ નવા વેરિએન્ટ ઓમિક્રોનથી દર્દીઓએ ગભરાવાની કે ડરવાની જરૂર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.