શું તમે જાણો છો બિગ બોસ-14ની વિનર રૂબીનાની આ વાત ?

બિગ બોસ-14ના વિનરના નામની જાહેરાત થઈ ચુકી છે. બિગ બોસ-14નો ખીતાબ રૂબીના દિલાઈકના માથે ગયો છે. જોકે રાખી સાવંત પૈસા લઈને બાહર નિકળવાની ઓફરનો સ્વીકાર કર્યા બાદ રાહુલ વૈધ અને નિક્કી તંબોલી આ રેસમાં તેમની સાથે હતાં. પરંતુ રૂબીનાએ આ બાજી મારી લીધી છે.

બિગ બોસ-14ના 4 ફાઈનલિસ્ટ

બિગ બોસ-14 સીઝન શરૂઆત 3 ઓક્ટોબરથી થઈ હતી. જે બાદ લગભગ 140 દિવસ સુધી આ શો ચાલ્યો હતો. તમામ કન્ટેસ્ટેન્ટ બાહર થયા બાદ રૂબીના દિલાઈક, એલી ગોની,નિક્કી તમ્બોલી, રાહુલ વૈધ અને રાખી સાવંત આ સીજનના ફાઈનલિસ્ટ બન્યા હતાં. એલી ગોની ટોપ-4 સાથે વોટ આઉટ થઈ હતી,જ્યારે રાખી પૈસાનું સૂટકેસ લઈને પોતાની મર્જીથી બાહર નિકળી ગઈ હતી.

કોણ છે રૂબીના દિલાઈક ?

‘છોટી બહૂ’ જેવા નાના પડદા પરથી રૂબીના દિલાઈક ટીવીનું એક જાણીતુ નામ છે. રૂબીનાએ આ વખતે બીગ બોસમાં એન્ટ્રી કર્યા બાદ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બિગ બોસના ઘરમાં રૂબીનાની એન્ટ્રી પતિ અભિનવ શુક્લાની સાથે થઈ હતી. તેમની ખાસ વાત એ છે કે,તે શરૂઆતથી જ પોતાના સ્ટેન્ડ પર અડગ રહી હતી. પ્રથમ એપીસોથી લઈને છેલ્લે સુધી રૂબીનાના એડિટ્યુડમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહતો.એટલે કે, તેમણે ગેમ તો રમી, પરંતુ તેને જીતવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતી,

આ સીઝનના છેલ્લા અઠવાડિયે જોવા મળ્યું હતું કે, અસલી લડાઈ કોની વચ્ચે છે. રૂબીના દિલાઈક અને રાહુલ વૈધની વચ્ચે મુકબલો ચાલી રહ્યો હતો. બંનેના ફેન ફોલોઈંગ પણ ખૂબ જ વધારે થઈ ગઈ હતી. જો રનઅપ રહેલા રાહુલની વાત કરીએ તો શરૂઆતમાં કોઈને લાગતુ ન હતું કે, રાહુલ વૈધની લવ સ્ટોરીએ પણ લોકોનું ધ્યાન ખેચ્યું હતું.