Abtak Media Google News

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ રવિવારે સગાઈ કરી હતી જેની તસ્વીરો સોશીયલ મીડિયા પર સામે આવી છે. અમદાવાદમાં જીતની સગાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. સગાઈ સમારોહમાં ફક્ત તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. જીત અદાણીની દુલ્હનનું નામ દિવા જૈમિન શાહ છે.

કોણ છે દિવા જૈમીન શાહ ??

દિવા જૈમિન શાહ હીરાના વેપારી જૈમિન શાહની પુત્રી છે દિવા શાહ હીરા બજારની જાણીતી કંપની સી દિનેશ એન્ડ કંપનીના ડાયરેક્ટર જૈમિન શાહની પુત્રી છે જીત અને દિવાની સગાઈની વિધિ ખૂબ જ ખાનગી રાખવામાં આવી હતી, તેથી આ સંબંધમાં વધુ માહિતી બહાર આવી નથી. સગાઈ સમારોહની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં જીત અને દિવા પેસ્ટલ ટોનના પરંપરાગત પોશાક પહેરેલા જોવા મળે છે. દીવાએ અદભૂત પેસ્ટલ બ્લુ દુપટ્ટા સાથે એમ્બ્રોઇડરી કરેલા લહેંગામાં દિવા ખૂબસૂરત લાગી રહી હતી. જીતે તેની સાથે એમ્બ્રોઇડરીવાળા જેકેટ સાથે પેસ્ટલ વાદળી કુર્તામાં હેન્ડસમ લાગી રહ્યા હતા.

Image

જીત અદાણીએ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સમાંથી તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેઓ 2019માં અદાણી ગ્રૂપમાં જોડાયા હતા અને હાલમાં તેઓ ગ્રૂપ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડેન્ટ છે. અદાણી ગ્રૂપની વેબસાઈટ પર દર્શાવ્યા મુજબ સ્ટ્રેટેજિક ફાઇનાન્સ, કેપિટલ માર્કેટ્સ અને રિસ્ક એન્ડ ગવર્નન્સ પોલિસીની દેખરેખ રાખીને જીતે ગ્રુપ CFOની ઓફિસમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. વેબસાઈટ અનુસાર, જીત અદાણી ગ્રુપના એરપોર્ટ બિઝનેસ તેમજ અદાણી ડિજિટલ લેબ્સના વડા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.