Abtak Media Google News

મદ્રાસ અમદાવાદ હમસફર ટ્રેન રાજકોટ સુધી લંબાવો

રેલવેના પ્રશ્ર્નોની રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજરને રજૂઆત

મુંબઇ સૌરાષ્ટ્ર વચ્ચેના મુસાફરોના ધસારાને ઘ્યાને લઇ મુંબઇ-રાજકોટ વચ્ચેની હમસફર ટ્રેન એકાંતરાના બદલે દરરોજ દોડાવવા તથા અમદાવાદ મદ્રાસ વચ્ચે દોડતી હમસફર ટ્રેનને રાજકોટ સુધી લંબાવવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર સમક્ષ રજુઆત કરી છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા તથા માનદમંત્રી નૌતમભાઇ બારસીયાએ મુંબઇ વેસ્ટન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલની રાજકોટ ખાતે મુલાકાત લઇ રાજકોટ- સૌરાષ્ટ્રના મુસાફરો હજારોની સંખ્યામાં રાજકોટ રેલવે સ્ટેશનેથી મુસાફરી કરતા હોય તેઓને વધુ સારી રેલવે સુવિધા મળી રહે તે માટે રાજકોટ ડીવીઝનના રેલવેના લગતા વિવિધ પ્રશ્ર્નો તેમજ સુચનો રજુ કર્યા હતા.

રાજકોટના રેલવે સ્ટેશનમાં એસ્કેલેટરનું ભુમીપુજન ઘણા સમયથી થઇ ગયુ છે તેથી હું કામકાજ તાત્કાલીક શરુ કરી મુસાફરોને એસ્કેલેટરની સુવિધા આપવા માંગણી થઇ છે. રાજકોટ-સુ.નગર ડબલટ્રેક માટે રાજય સરકાર દ્વારા જમીન સંપાદનની કાર્યવાહી પૂર્ણ થઇ ગઇ છે તેથી ડબલટ્રેકની કામગીરી તાત્કાલીક પૂર્ણ કરવા માંગણી થઇ છે.

6 Banna For Site 1 1

ગુજરાતના મોટા ભાગના મુસાફરો બોરીવલી સુધી સફર કરતા હોય ત્યારે ટ્રેઇન તં. ૧૨૨૬૮/૧૨૨૬૭ રાજકોટ-મુંબઇ સેન્ટ્રલ- રાજકોટ દુરન્તો એકસપ્રેસ ટ્રેઇનને બોરવલી સ્ટેશને સ્ટોપ આપવો ખુબ જરુરી છે. મુંબઇ માટે રાજકોટ-સૌરાષ્ટ્રનો ટ્રાફીક પુષ્કળ પ્રમાણમાં હોવાથી હમસફર એકસપ્રેસ ટ્રેઇન નં. ૨૨૯૨૩ હાલમાં એકાંતરાને બદલે દરરોજ શરુ કરવી જોઇએ., રાજકોટ- સૌરાષ્ટ્રના મુસાફરો માટે ટ્રેઇન નં. ૨૨૯૧૯/૨૨૯૨૦ હમસફર એકસપ્રેસ અમદાવાદ- મદ્રાસ- અમદાવાદને રાજકોટ સુધી લંબાવવા માંગણી કરાઇ છે.

ઘણાં મુસાફરો ઓખા તથા મથુરા શહેર વચ્ચે મુસાફરી કરતા હોય તેઓની સુવિધા અર્થે અઠવાડીયામાં એક વખત ઓખા-દિલ્હી (વાયા મથુરા) નવી ટ્રેઇન શરુ કરવી, આ બાબતે રાજકોટ ડીવીઝન દ્વારા ફીઝીબીલીટી રીપોર્ટ હેડ ઓફીસમાં તૈયાર કરી મોકલવી દીધો હોય યોગ્ય નિર્ણય કરવા માંગ છે. મુસાફરો માટે રાજકોટથી હરિદ્વાર ટ્રેઇન અઠવાડીયામાં ત્રણ વખત શરુ કરવા, મુસાફરોની સુવિધા અને સુરક્ષાને ઘ્યાને લઇ રાજકોટ રેલવે સ્ટેશન ઉપર સ્કેનરની તાત્કાલીક વ્યવસ્થા કરવા માંગણી થઇ છે.

હાલની અનાધિકૃત પ્રવૃતિઓને ઘ્યાને લઇ રાજકોટના તમામ રેલવે સ્ટેશનો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવી તથા પ્રવેશ ગેઇટ અને પાર્સલ ઓફીસમાં સામાન સ્કેનીંગની વ્યવસ્થા કરવા રજુઆત કરાઇ છે. રેલવેના ઉપરોકત પ્રશ્ર્નો- સુચનો અંગે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે મુસાફરોની સુવિધા માટે તુરંત યોગ્ય કરવા ખાત્રી આપી તેમજ રાજકોટ ચેમ્બરે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.