Abtak Media Google News

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૨ જન્મજયંતી પ્રસંગે ભાજપ દ્વારા સરદાર પટેલની મૂર્તિ ઉપર ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા સાથો સાથ પક્ષ દ્વારા રન ફોર યુનિટીની દોડ પણ લગાવવામાં આવી હતી. ત્યારે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.મનસુખ માંડવીયાએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપા સમગ્ર દેશની અંદર એકતા દિવસ તરીકે ઉજવી રહ્યા છે. તાલુકા કક્ષાએ, જીલ્લા કક્ષાએ અને મંડલ કક્ષા સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એકત્રિત થઈને રન ઓફ યુનિટી એકતાની દોટ લગાવી સમગ્ર દેશની અંદર એકતાનો સંદેશ ફેલાવવા અને ચરીતાર્થ કરવા વાતને લઈને રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી સંગઠનના આધાર ઉપર અને વિકાસના મુદ્દે રાજનૈતિક ક્ષેત્રની અંદર કામ કરી રહ્યા છીએ. છેલ્લા ૨૨ વર્ષથી રાજયમાં આવેલી તમામ ચુંટણી લડી છે અને જીત્યા પણ છીએ, ગુજરાતની ૬ કરોડની જનતા ઉપર વિશ્ર્વાસ પણ છે. ભાજપે પાટીદારોને સ્પષ્ટ કહ્યું છે કે જેટલું બનસે તેટલું પાર્ટી કરશે. કોંગ્રેસ મતની રાજનીતિ કરે છે.જયારે મોહનભાઈ કુંડારિયાએ જણાવતા કહ્યું હતું કે, સરદાર સાહેબની ૧૪૨મી જન્મજયંતિ પ્રસંગે સર્વ એકત્રિત થયા છે, લોખંડી મહાપુરુષ જેને મહામાનવ કહી શકાઈ એને વંદન અને સલામ કરુ છું. કારણકે ૫૬૫ રજવાડાને એક કરી અખંડ ભાસનું નિર્માણ કરવા માટે જેમણે યશ દઈ શકી, તેવા લોખંડી માનવને સલામ કરવાનું મન થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.