Abtak Media Google News

એકલવ્ય ઓફ રનિંગ નામના પુસ્તકનું વિમોચન

રાજકોટ રર્નસ સ્પોર્ટસ ગ્રુપના સભય રવિભાઇ જાદવ જેમણે અત્યાર સુધીમાં 499 હાફ મેરેથોન કમ્પલટ કરી છે. અને રવિ જાદવ પોતાન પેશન પુરુ કરવા જી-જાન લગાવી છે. અનેક અવરોધ આવ્યા છતા પોતાના પેશનને વળગીને લક્ષ્ય હાંસલ કર્યુ છે. તા. 10 જુલાઇને રીંગ રોડ બહુમાળી ભવન ગેટ પાસે તેઓ પોતાની પ00 હાફ મેરેથોન પૂર્ણ કરવા જઇ રહ્યા છે. આ દોડવીર રાજયના ચાર અને ભારતના ત્રણ પૈકીના એક છે. ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા હીર રાણપરા અને રવિ જાદવએ  જણાવ્યું હતું કે,  એકલવ્ય ઓફ ધ રનીંગ નામના પુસ્તકના તેઓ રચિયાત છે. અને આ પુસ્તકનું  રવિવારે શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે તેઓ વિમોચન કરવા જઇ રહ્યા છે. આ પુસ્તકમાં તેમણે પોતાની મેરેથોન જર્ની વખતે આવેલી મુશ્કેલ પરિસ્થિતિઓ તથા તેને કેવી સફર રહી તેની ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકોટ રનર્સ સ્પોર્ટસ ગ્રુપમાં ર00 સભ્ય છે તેમના પ્રમુખ ડો. અજીત વાઢેર કાર્યભાર સંભાળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.