Abtak Media Google News

અહિંસા  પરમોધર્મ અને  જીવદયાના  સુત્રને સાર્થક કરવા પરિણામદાાઈ કાર્ય કરી સમાજમાં  પરિવર્તનનો નવો  પવન માટે  નિમીત બની રહેલી  સમસ્ત મહાજનના પાયાના પથ્થરોને   સફળ સંચાલન ગિરીશભાઈ શાહએ ‘અબતક’ની મુલાકાતમાં  સમસ્ત મહાજનની સેવા અને  વર્તમાન સમયમાં  અહિંસા અને ખાસ કરીને  ગામડામાં  નદનવન બનાવવા માટે   જનજન અને  મહાજનની  ભાગીદારીની આવશ્યકતા અને  મહાજનની સાથે  જનભાગીદારી ગામડાઓને  નદનવન બનાવી શકે તેવો  વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.

ગીરીશભાઈ શાહે જણાવ્યું હતુ કે, સમસ્ત મહાજન દ્વારા  નાનાપાયે શરૂ કરવામાં આવેલી કાર્યવાહી હવે  મહાયજ્ઞનું રૂપ બની રહ્યું છે. ભારતની પ્રાચિન મહાજનપ્રથા આપણા  સાંસ્કૃત વારસાનું  મૂળ તત્વ છે.  એક જમાનો હતો કે  ગામમાં  વસ્તા  મહાજન સમગ્ર ગામ માટે  આશિર્વાદ  રૂપ બની રહેતા. મહાજન હતા તો  ગામનું  રક્ષણ  થતું હતુ. પ્રાચીન મહાજન પ્રથા ગામમાં  કુશંપ  વિવાદ  ન થાય તેના માટે સતત જાગૃત રહેતા હતા. છેવાડાના માનવીની  ખેવના કરી ગામમાં કોઈ દુ:ખી કે  ભૂખ્યું ન રહે તેની જવાબદારી  નિભાવતા હતા.

જૂની મહાજન પરંપરાને  સમસ્ત મહાજન હવે  નવાકલેવર સાથે  દેશમાં પરિવર્તન માટે  જનઆહલેક જગાવીને  પ્રાકૃતિક ખેતી ગૌ સેવા  પર્યાવરણ, જળસંચય, ગૌચર સંર્વધન અભ્યાન જેવી  જનચેતના દ્વારા  દેશમાં ફરીથી  નંદનવન જેવું  વાતાવરણ ઉભી કરવા માટે  કાર્યરત બની છે.

જીવદયાની  લાંબાગાળાની  સાર્થકતા માટે  ઘાસ મેનેજમેન્ટ જરૂરી

ભારતીય આર્થીક સામાજીક સંસ્કૃતિમાં પશુઓને  ખાસ કરીને ગાયનું મહત્વ છે.  આજે  પશુઓને  દુધની આવકની  દ્રષ્ટીએ મુલવામાં આવે છે   ખરેખર પશુઓના ગોબરના ઉપયોગની સમજ કેળવવી જોઈએ  જીવદયાની લાંંબાગાળાની સાર્થકતા માટે  ગૌચર અને ખાસ કરીને  ઘાસના  પ્રાકૃતિક ઉત્પાદન અને  તેના  વિનય પૂર્વકના  ઉપયોગની  આવશ્યકતા છે.

જીવદયા આડે બ્યુરોકેટની માનસીકતા અવરોધ છે?

મહાજન પ્રથા અને જીવદયાની  પરંપરામાં  કયાંકને કયાંક  બ્યુરોકેટની માનસીકતાનો અવરોધ આવે છે. ગામના પશુઓ માટે  ગૌચરની વ્યવસ્થા અને  જીવદયા માટેની   વ્યવસ્થા, કતલખાનાની પ્રવૃત્તિઓ અને  સર્વજીવ કલ્યાણમાં કયાંકને કયાંક  બ્યુરોકેટ અવરોધ રૂપ બને છે. તેનો  અવરોધ સવિનય દુર થવો જોઈએ.

મહાજનના આધુનિક ગ્રામ્ય મોડેલ તરફ લોકો વળ્યા

સમસ્ત મહાજન  દ્વારા આધુનિક યુગમાં પ્રાચિન ગ્રામ્ય વ્યવસ્થાનું મોડેલ  સજીવન કરવા  પ્રયાસો કર્યા છે. દેશના  સાડા છ લાખ ગામડા સાવલંબી બનાવવા માટે ગામડા નદી, તળાવની  સાફસફાઈ  ગૌચરમાં ઘાસનું ઉત્પાદન, દેશી  વૃક્ષોનું વાવેતર કરી  ગ્રામ્ય સંસ્કૃતિ પૂર્નજીવીત કરવાનું  ચલાવાતુ અભીયાન  લોકોને પણ ગમવા લાગ્યું છે.

મહાજન સમરસ પંચાયતનું મુળ રૂપ

જૂના જમાનાની મહાજન પ્રથા ગામને  સંપૂર્ણ પણે  કજીયામૂકત રાખતી હતી. ગામમાં મહાજન બેઠા હોય તો કોઈને ચિંતા રહેતી નહી. આજે  સમરસ ગ્રામ પંચાયતએ મૂળ મહાજન પ્રથાનું જ  એક આધુનિક રૂપ ગણાય. ગામમાં  એકમત હોય તો  તમામ  સમસ્યાનું  નિરાકરણ લાવી શકાય.

તળાવો ઉંડા કરવા, ગૌચર નિર્માણ સહિતના કાર્યો માટે  સેવારત ગિરીશભાઈ શાહ રાજકોટની મુલાકાતે

સમસ્ત મહાજન વૈશ્વિક સ્તરે જળ , જંગલ , જમીન , પ્રાણીઓની સુખાકારી માટે પ્રયત્નશીલ રહે છે .1996 ના દાયકાના અંતમાં , ચમત્કાર જેવી ઘટનાએ ગિરીશભાઈનાં જીવનનો માર્ગ બદલી નાખ્યો . ગિરીશભાઇને ત્રણ જૈન સાધુઓએ જુદા જુદા પ્રસંગે ગૌરક્ષા અને પશુ કલ્યાણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવાની સલાહ આપી . સમસ્ત મહાજને ઓગસ્ટ , 2002 માં કાપ કરવાનું શરૂ કર્યુ હતું . સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહે એક સૂત્ર સાથે આગળ વધવાનું શરૂ કર્યું . ” સેવા અને રક્ષણ કરો ” . 21 વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ , પર્યાવરણ સંરક્ષણ , ગ્રામીણ વિકાસ , માનવ કલ્યાણ સ્વચ્છતા અભિયાન , કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે . ગિરીશભાઇ શાહ હીરા બજાર સાથે સંકળાયેલ આંતરરાષ્ટ્રીય વ્યાપારી છે . જેમની ભારત અમેરિકા , યુરોપ સહિતના વિવિધ દેશોમાં પોતાની ઓફીસ છે. વર્તમાન સમયમાં તે જીવનનો મહતમ સમય જીવદયા , ગૌસેવા , માનવસેવા , શાકાહાર પ્રચાર પ્રસાર સહિતની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે છે . આવા માનવતાવાદી હેતુ માટે ગિરીશભાઈના નોંધપાત્ર યોગદાનને સમાજ દ્વારા ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે . તેમને અને સમસ્ત મહાજનને જીવદયા રત્ન , પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ઇન્દિરા પ્રિયદર્શીની વૃક્ષમિત્ર એવાર્ડ , આચાર્ય ચાણક્ય – 2020 સહિત અનેક પુરસ્કારો એનાયત કરવામાં આવ્યાં છે . કચ્છ , મહારાષ્ટ્ર , રાજસ્થાન સહિતનાં અનેક વિસ્તારોમાં 300 થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતનાં કાર્યો માટે સમસ્ત મહાજન સેવારત છે.

સમસ્ત મહાજન મુખ્યત્વે શિક્ષણ. આરોગ્ય , રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા , સ્વનિર્ભર ખેતી , જળ સંચય , જીવદયા રથ , ભોજન રથ સામાજિક ઉત્થાન , ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય , પશુઓની કતલ તેમજ બલી અટકાવી , રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવધ્યા , ગૌસેવા , માનવસેવા સહિતના અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે . વર્તમાન સમયમાં મુંબઈ ખાતે રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશીર્વાદથી  અર્હમ અનુકંપા પ્રોજેક્ટ હેઠળ સુપર સ્પેશીયાલીટી એનીમલ એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી છે . જે અંતર્ગત સેંકડો જીવોને સ્થળ પર જ સારવાર તેમજ અભયદાન પ્રાપ્ત થયું છે અને તેમની જિંદીઓ પણ બચી છે . સમગ્ર ભારતમાં આ પ્રકારની એમ્બ્યુલન્સ સરકાર તેમજ સમાજ અને સંસ્થાઓનાં માધ્યમથી થાય તે માટે ગિરીશભાઇ શાહ સતત કાર્યશીલ છે . તે છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય તરીકે પણ પોતાની સેવા આપી રહ્યા છે . આજે સમસ્ત મહાજનની સેવાભાવી પ્રવૃતિઓ આ વિશ્વને સુંદર બનાવવામાં તેનું યોગદાન આપી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.