Abtak Media Google News

ભારતમાં ડિજિટલાઇઝેશન બાદ હવે આઇટી ક્ષેત્ર પણ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે. જેને પગલે હવે ભારતમાં ડેટા સેન્ટરમાં રોકાણ પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યું છે. ખાસ વિદેશી કંપનીઓને પણ ભારતમાં ડેટા સેન્ટરો ખોલવામાં રસ લાગ્યો છે.

Advertisement

ડિજિટલાઇઝેશન બાદ આઇટી ક્ષેત્રમાં પણ ખૂબ સારું પ્રદર્શન રહેતા હવે ડેટા સેન્ટરો તરફ રોકાણકારો આકર્ષાયા : દેશમાં ડેટા સેન્ટરોની ક્ષમતા 880 મેગાવોટથી વધીને વર્ષના અંતમાં 1048 મેગાવોટ થવાની આશા

દેશમાં ડેટા સેન્ટર ઉદ્યોગ સતત વિકાસ સાક્ષી રહ્યો છે અને રોકાણકારો માટે આકર્ષક ક્ષેત્ર બની ગયું છે.  રોકાણકારોએ ચાલુ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન ડેટા સેન્ટર માર્કેટમાં રૂ.1.75 લાખ કરોડ બિલિયનનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.  મંગળવારે જાહેર કરાયેલા સીબીઆરઇના રિપોર્ટ અનુસાર, તાજેતરના વૈશ્વિક પડકારો છતાં આ ક્ષેત્રમાં રોકાણકારોનો રસ વધ્યો છે.  ભારતમાં ડેટા સેન્ટરની ક્ષમતા 2020 થી બમણી થઈને 2023 ના પહેલા છ મહિનામાં 880 મેગાવોટ થશે.  2023 ના અંત સુધીમાં તે 1,048 મેગાવોટ સુધી પહોંચવાની અપેક્ષા છે.

અંશુમન મેગેઝિન, પ્રમુખ અને સીઈઓ (ભારત-દક્ષિણ પૂર્વ એશિયા, પશ્ચિમ એશિયા અને આફ્રિકા), સીબીઆરઇ,એ જણાવ્યું હતું કે, ભારતે 2018 થી 2023 ના પહેલા છ મહિનામાં ભરપૂર રોકાણ આકર્ષ્યું છે.  રોકાણ પ્રતિબદ્ધતાઓ પ્રાપ્ત કરનાર ટોચના રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સાથે ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ જોતાં આગામી દાયકામાં દેશ એશિયા પેસિફિક ક્ષેત્રમાં ડેટા સેન્ટર્સ માટેના મુખ્ય સ્થળોમાંનું એક હશે.

ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપની કંપની અડનીકનેક્શ આગામી 10 વર્ષમાં 1,000 મેગાવોટના ડેટા સેન્ટર બનાવવાની યોજના ધરાવે છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ  અદાણીકનેક્શના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ડેટા સેન્ટર બિઝનેસના વડા સંજય ભુટાનીએ અગાઉ જણાવ્યું હતું કે કંપનીના પ્રથમ સાત ડેટા સેન્ટર મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, બેંગ્લોર અને પુણેમાં સ્થિત હશે. તેઓએ કહ્યું કે અમે 1,000 મેગાવોટના ડેટા સેન્ટરો બનાવી રહ્યા છીએ.  હાલમાં ઉદ્યોગનું કદ 550 મેગાવોટ છે.  અમારી બિઝનેસ યોજના આગામી દાયકામાં 1,000 મેગાવોટના ડેટા સેન્ટર બનાવવાની છે. વધુમાં તેઓએ જણાવ્યું કે મુંબઇ અને ચેન્નાઇ મહત્વના સેન્ટરો છે. બન્ને વચ્ચે અન્ડરસી એટલે કે દરિયાની અંદરથી કેબલ નેટવર્ક પાથરવામાં આવશે.

ડેટા સેન્ટરોની વધુમાં વધુ જરૂરિયાત ઉભી થવા પાછળના કારણો

ઝડપી ડિજિટાઈઝેશન, ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, 5જી , આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, બ્લોકચેન અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ જેવી અત્યાધુનિક તકનીકોનો સમાવેશ ભારતમાં ડેટા સેન્ટર ઉદ્યોગમાં સતત રોકાણને આગળ ધપાવે છે. જેમ જેમ આ ક્ષેત્રોમાં ભારત આગળ વધી રહ્યું છે તેમ તેમ ડેટા સેન્ટરોની માંગમાં પણ તીવ્ર વધારો થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.