Abtak Media Google News

૧૯ યોજનાઓનો શિલાન્યાસ અને ર૧ યોજનાઓનું લોકાર્પણ કરાશે

સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ નટુભાઇ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને સફળ બનાવવા માટે લગાતાર લોકો સાથે જનસંપર્ક કરી રહ્યા છે. ગ્રામીણ તેમજ શહેરી બન્ને ક્ષેત્રોમાં સાંસદ નટુભાઇ પટેલનો સઘન જનસંપર્ક કરી રહ્યા છે. ગામ, મહોલ્લો, સોસાયટીઓ, એપાર્ટમેન્ટમાં જઇ સાંસદ લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ અને રેલીની જાણકારી આપી વધુમાં વધુ લોકો જોડાય તેવું આહવાન કરી રહ્યા છે.

સેલવાસના પંચાયત માર્કેટમાં વેપારી સંઘ દ્વારા એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉ૫સ્થિત વેપારી ભાઇનો એ સાંસદ નટુભાઇ પટેલ, સેલવાસ નગરપાલિકા અઘ્યક્ષ રાકેશ સિંહ ચૌહાણ તેમજ નગરપાલિકા ઉ૫ાઘ્યક્ષ અજયભાઇ દેસાઇનું ભવ્ય સ્વાગત કર્યુ.

તાજેતરમાં જ સાંસદ નટુભાઇ પટેલે નગરપાલિકાઘ્યક્ષ રાકેશસિંહ ચૌહાણ, ઉપાઘ્યક્ષ અજય દેસાઇ પ્રદેશ ભાજપ અઘ્યક્ષ હસમુખ ભંડારી, પાર્ષદ શુભાષ પટેલ, નીલેશભાઇ, જીતુ માઢા, શાંતુ પૂજારીની સાથે પંચાયત તેમજ નગરપાલિકાના અન્ય વિસ્તારોમાં જઇ લોકોને મળ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શરુઆથી જ દાદરાનગર હવેલી, દમણ દીવના વિકાસને ભરપુર પ્રાધાન્ય આપી રહ્યા છે. ૧૯ જાન્યુ.એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેલવાસ આગમન પર તેમજ જોરદાર સ્વાગત કરવામાં આવશે. ૧૯ જાન્યુ. એ વડાપ્રધાન  ૧૯ યોજનાઓ નો શિલાન્યાસ અને ર૧ યોજનાઓ લોકાર્પણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.