Abtak Media Google News

રૂ. 4.40 લાખનો મુદામાલ કબ્જે કરી ગુનાનો પર્દાફાશ કર્યો

સાબરકાંઠા જીલ્લાના ઈડર પંથકમાં આવેલ બડોલી, ચાંડપ, સુર્યનગર કંપા, ફિચોડ,વસાઈ સહિતના ગામમાં ખેડૂતો ખેતરના શેઢા પર અને ખેતરમાં કિંમતી ચંદનના ઝાડનું વાવેતર કરે છે ત્યારે ઈડર પંથકમાં તૈયાર થયેલ કિંમતી ચંદનના ઝાડની કેટલાય સમયથી ચોરી થઈ રહી છે ત્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપીઓએ ઈડર આસપાસથી કિંમતી ચંદન ચોર્યા હોવાની કબૂલાત કરી હતી બાદમાં પકડાયેલ આરોપીઓ દ્વારા ચોરીમાં મદદગાર અન્ય આરોપીઓના નામો પણ જાહેર કર્યા હતા આમ તો મુળ મધ્યપ્રદેશના આરોપીઓ ગામડાઓમાં વિવિધ ચીજવસ્તુઓનુ વેચાણ અર્થે ગામમાં જતા અને રેકી કરીને રાત્રે ચંદનને નિશાન બનાવતા હતા કરવત વડે ઝાડ કાપીને જેટલુ ચંદન લઈ જવાય એટલુ બાઈક પર લઈ જતા અને અન્ય ચંદન જમીનમાં ખાડો ખોદી દાટી દેતા અને બાદમાં તે લઈ જતા હતા પકડાયેલ આરોપીઓ પૈકી એક આરોપી તો પુષ્પાનો શર્ટ પહેરેલ હતો જેના પર ફિલ્મનો હિરો અને પુષ્પા ઝુકેગા નહિ સાલા પણ લખેલ હતુ એટલે કે હજુ તો કેટલાક પુષ્પાઓ પોલીસને હાથતાળી આપી ફરાર છે

પકડાયેલ આરોપીઓની પુછપરછ બાદ બાકી રહેલ ત્રણ મહિલા,ત્રણ કિશોરો સહિત અન્ય એક રીલિવર સહિત તમામ 10 જેટલા આરોપીઓ કિંમતી ચંદનની ચોરી આચરતા હતા આરોપીઓ દિવસે રુદ્રાક્ષ અને મહિલાઓની કટલરી વેચાણ માટે ગામડાઓમાં ફરતા હતા એ દરમિયાન ચંદનના ઝાડની રેકી કર્યા બાદ રાત્રીના સમયે ચંદનના ઝાડને કરવત વડે કાપી ચોરી કરતા હોવાની કબૂલાત કતી છે ઈડર તાલુકાના ઈડર પોલીસ મથકે ચોરીના સાત ગુન્હા અને જાદર પોલીસ મથકે એક એમ આઠ જેટલા ગુન્હા નોંધાયેલ છે જેની આરોપીઓ એ કબૂલાત પણ કરેલ છે તો બીજી તરફ આરોપીઓએ અત્યાર સુધી અંદાજીત 15 લાખ રૂપિયાની કિંમતનું કિંમતી ચંદન ઉત્તર પ્રદેશ ખાતે વેચાણ કરી લીધું છે સાબરકાંઠાથી ચોરાયેલ કિંમતી ચંદનમાંથી પોલીસે ચાર લાખ રૂપિયાનું ચંદન રિકવર કર્યું છે.

આરોપીઓએ ઈડરના ચાંડપ, સૂર્યનગર કંપા, બડોલી, ફિંચોડ સહિતના ગામોમાંથી ચંદનના કિંમતી ઝાડની ચોરી કરી હતી આ ચોરી આચરનાર ગેંગ છેલ્લા ત્રણ મહિનાથી ઈડર પંથકમાં તરખાટ માચાવતી હતી ચોરી આચરનાર આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના છે તો ચોરી કરેલ ચંદન આરોપીઓ ઉત્તર પ્રદેશના કનૌજ ખાતે વેચાણ કરતા હતા હાલ તો પોલીસ પુષ્પા ગેંગના 3 આરોપીઓની અટકાયત કરી છે તો હજુ 10 જેટલા આરોપીઓ ઝડપવાના બાકી છે 15 લાખના ચંદનની ચોરી કર્યા બાદ હાલ તો પોલીસ 4 લાખનુ જ ચંદન રીકવર કરી ચુકી છે હજુ બીજુ બાકી છે તો આ ઉપરાંત આ પુષ્પાઓ પાસેથી ચંદન મળી શકે તેમ છે તો આ ઉપરાંત અનેક ગુન્હાઓનો ભેદ પણ ઉકેલી શકાય તેમ છે તો આ આરોપીઓ અન્ય કોઈ ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.