Abtak Media Google News

હિતેશ રાવલ,સાબરકાંઠા: દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે અને તકેદારીના ભાગ રૂપે સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયોસો કરવામાં આવી રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના અમરાપુર ગામે લગ્ન પ્રસંગમાં પોલીસની રેડ પોલીસની રેડ પાડી છે. મંજૂરી વગર વરઘોડો કાઢતા 17 લોકો વિરુદ્ધ ફરિયાદ
નોંધવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર,સાબરકાંઠા જિલ્લામાં કોરોના મહામારીને પગલે સ્વૈચ્છિક લોકડાઉન છતા પ્રાંતિજના અમરાપુર ગામે મંજૂરી વગર લગ્ન પ્રસંગ યોજતા પોલીસે રેડ પાડી હતી. વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર મોટી સંખ્યામાં લોકો થયા હતાં. પોલીસે સ્વૈચ્છિક લોકડાઉનનો ભંગ કરવા બદલ મંડપ, ડીજે, ફોટોગ્રાફર, ઘોડા ચાલક, વરરાજા અને વરરાજાના પિતા સહિત 17 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા સાબરકાંઠા જિલ્લામાં ઇડરના માથાસુરમાં લગ્ન પ્રસંગે કાજલ મહેરિયાનો કાર્યક્રમ હતો. વગર મંજૂરીએ કાર્યક્રમ યોજાતા મોડીરાતે પોલીસ ત્રાટકી હતી. કાર્યક્રમમાં સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડી રહ્યા છે. મંજૂરી વિના મોટો કાર્યક્રમ યોજાતા તંત્ર માં ખળભળાટ જોવા મળી રહ્યો છે. માથાસુર ગામના 3 આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.