Abtak Media Google News

દેદી હમે આઝાદી બીના ખડગ્ બીના ઢાલ.

“સાબરમતી કે સંત”તુને કર દિયા કમાલ..!

ઈસ્ટ ઈન્ડિયા કંપનીના એજન્ટ ના રૂપમાં ભારતમાં આવેલા અંગ્રેજોએ સમગ્ર ભારત પર કૂટનીતિ અને વેપારી કુબુદ્ધિ થી કબજો કરી લઈને સમગ્ર ભારત બ્રિટિશ સલ્તનતને હવાલે કરી લીધો હતો બ્રિટિશ સલ્તનત વિશે કહેવાતું હતું કે બ્રિટનના રાજમાં ક્યારેય સૂર્ય અસ્ત થતો જ નથી… ચક્રવર્તી બનેલા અંગ્રેજોને ભારતમાંથી દેશવટો આપવા ની કલ્પના પણ નરી આંખે સપના જોવા જેવી લાગતી હતી ભારતની રાજવી પરંપરા અને શાહી સલ્તનત ને ખુમારીભરી પ્રજાને પરતંત્ર હેઠળ જકડી રાખનાર અંગ્રેજી હુકુમત લોઢાના મેખ જેવી બની હતી, 1857ના આઝાદીના પ્રયાસો નાકામ થઈ ગયા પછી તો અંગ્રેજો સામે ઊંચી આખ કરવાની પણ હિંમત રહી ન હતી ત્યારે મહાત્મા ગાંધી એ શરૂ કરેલી આઝાદીની ચળવળ દરમિયાન દાંડીના દરિયા કાંઠે મહાત્મા ગાંધીએ સવિનય કાનૂન ભંગ કરીને અંગ્રેજી સલ્તનતના પાયા ને મીઠાના સત્યાગ્રહ નો લૂણો લગાવી દીધો અંગ્રેજો માટે મીઠા પર કર લગાવવાના નિર્ણય આત્મઘાતી બની રહ્યું ,ગાંધીજી માસ કોમ્યુનિકેશન ના અસરકારક માધ્યમનો સારી રીતે ઉપયોગ કરવાનું જાણતા હતા  તેમણે આઝાદીની ચળવળ દેશના ઘર-ઘર સુધી પહોંચાડવા માટે સબરસ ગણાતા નમકનો સવિનય કાનૂન ભંગ કર્યો ગાંધીજીએ અસત્ય સામે સત્યાગ્રહનો ઉપયોગ કરીને ઘર ઘર અને જન જન સુધી આઝાદી ની પ્રબળઈચ્છા નિ જન ચેતના જગાવી કોઈપણ અહિંસાના આચરણ વગર દેશને આઝાદ કરાવવામાં સફળ રહેલા ગાંધીજી નું જીવન ચરિત્ર અને જીવનનો ધ્યેય સંપૂર્ણપણે અહિંસા અને સત્યના આચરણ પર હતું કોઈ પણ કપરી પરિસ્થિતિમાં અહિંસા અને સત્યને વળગી રહેવાના અડગ મનોબળ એ ગાંધીજી ને દેશ આઝાદ કરાવવામાં મદદ કરી વિરાટ બ્રિટિશ હુકૂમત સામે ની શસ્ત્ર અને જરા પણ અસત્યના આ ત્રણ વગર કરેલ આઝાદી સંગ્રામને અંતે દેશને આઝાદી મળી દાંડીયાત્રાના શતાબ્દી મહોત્સવ ની ઉજવણી તે દેશમાં ફરીથી ગાંધી વિચારધારા ની સમજણ માટે બાળ અને યુવા વર્ગને એક મોટી તક આપી છે ગાંધીજીએ જે રીતે અંગ્રેજી હકુમત સામે પ્રજાને વિજય અપાવ્યો હતો ગાંધીજીના વિચારો આઝાદી પૂર્વે અને આજે પણ જીવનમાં ઉતારનાર કલ્યાણકારી અને રાષ્ટ્રપ્રેમની ભાવના ને ઉજાગર કરનારા માનવામાં આવે છે આજે ગાંધીજીએ દાયકા પહેલા ઉભી કરેલી સત્ય અહિંસા ને હક માટે પુરુષાર્થ થકી ગમે તેવી મોટી આસુરી શક્તિ હોય તો તેની સામે ટકરાઈ જવાની જે પરંપરા ઊભી કરી હતી તે ફરીથી આઠ દાયકા પછી સજીવન થઈ છે દાંડી યાત્રા માત્ર ભારતના સ્વતંત્ર સંગ્રામ પ્રેરણા ની કેડી બની ન હતી સમગ્ર વિશ્ર્વની માનવજાતને હક માટેની સત્યની લડાઈ માટેની એક નવી પ્રભાત બની રહી હતી સાબરમતી આશ્રમથી દાંડી ના દરિયા કિનારા સુધીની દાંડીકૂચ ભલે સ્વતંત્ર સંગ્રામની એક શકિતશાળી પ્રબળ જનચેતના તરીકે ઇતિહાસમાં અમર થઈ ગઈ હોય પરંતુ આ દાંડીકૂચ વર્તમાન સમયમાં પણ કોઈપણ તબક્કે અસત્ય સામે પરિણામ સુધી લડી લેવાની એક પ્રેરણા યાત્રા બની રહી છે ગાંધીજીના આદર્શ જીવન ચરિત્ર અને સત્યનું આચરણ કરવા ના દોઢ પ્રકલ્પને માત્ર ભારતને આઝાદી અપાવવા પૂરતા જ યાદ રાખવાના નથી ભારતની આઝાદીને કાયમ અમરત્વ આપવા અને લોકશાહીને સુદ્રઢ રીતે જાળવી રાખવા માટે ગાંધીજીના સંકલ્પ પ્રકલ્પને તેમના આચરણ ને રોજ યાદ કરવા જરૂરી છે, દાંડીકૂચ નું સબરસ જે રીતે આઝાદી અપાવવા નિમિત્ત બન્યું તેવી જ રીતે દાંડીકૂચના પ્રકલ્પને ગાંધીજીના આદર્શ દેશની આઝાદીની આ યાત્રાને નિરંતર આગળ ધપાવવા માટે પ્રેરકબળ બની રહેશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.