Abtak Media Google News

ખેડુતોને રિઝવવા વિજળીના કલાકો વધારી આપવા મુખ્યમંત્રી રૂપાણી સહિત રાજયના ઊર્જામંત્રી સૌરભ પટેલને લેખીતમાં રજુઆત

ગુજરાતના રાજકારણમા એકદમ નવા નિશાળીયા તરીકે ઉતરેલા પરશોમ સાબરીયાને ત્રણ વષઁના રાજકીય અનુભવ બાદ હવે લોકોને રીઝવવાના તમામ દાવપેચ આવળી ગયા હોય તેમ લાગે છે. ૨૦૧૭ વિધાનસભાની ચુંટણીમા કોગ્રેસ તરફથી ટીકીટ મેળવનાર પરશોતમ સાબરીયા જીતીને ધારાસભ્ય બન્યા બાદ ભ્રષ્ટાચારમા ફસાયા હતા. જેથી કોગ્રેસ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી તેઓ ભાજપમા જોડાયા બાદ ફરી ૨૦૧૯ની પેટા ચુટણીમા તેઓ જંગી લીડથી વિજય બન્યા હતા આ ત્રણ વષઁના રાજકીય પરીભ્રમણ બાદ હવે ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાના ધારાસભ્ય મતદારોને રીઝવવાના તમામ પેતરા શીખી ગયા છે. જેમા હાલમા જ અહિના પુવઁ ધારાસભ્ય જયંતિભાઇ કવાડીયા દ્વારા ધ્રાગધ્રા તથા હળવદના વિસ્તારોની કેનાલોમા પાણીની આવક માટે મુખ્યમંત્રીને રજુવાત કરી હતી જેને લઇને બીજા જ દિવસે હાલના ધારાસભ્ય પરશોતમ સાબરીયે ધ્વારા પણ પાણીની રજુવાત કરતો પત્ર સોશીયલ મિડીયામા વાઇરલ કયોઁ હતો. જ્યારે હવે પરશોતમ સાબરીયા દ્વારા ધ્રાગધ્રા તથા હળવદ મત વિસ્તારના ખેડુતોને રીઝવવા વિજળીના કલાકો વધારી આપવા મુખ્ય મંત્રી વિજય રુપાણી સહિત રાજ્યના ઉજાઁમંત્રી સૌરભ પટેલને લેખીત રજુવાત કરી છે જેમા સાફ જણાવ્યુ છે કે “હળવદ તથા ધ્રાગધ્રા ખેતી આધારીત મતવિસ્તાર હોવાથી ચોમાસાનો સમય નજીક હોવાના લીધે ખેડુતોને વાવેતરનો પુરતો સમય અને પાક મળી રહે તે માટે વિજળીના કલાકોમા વધારો કરી આપશો  ધારાસભ્ય પરશોતમ સાબરીયાની રજુવાતને લઇને ખેડુતોને સહાયતા મળી રહે તેવી આશાથી ખેડુતોના મનમા પણ ધારાસભ્ય પ્રત્યે લાગણી વષીઁ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.