Abtak Media Google News

ભારતીય ક્રિકેટ બોર્ડે મીડિયા રીપોર્ટને પાયાવિહોણા કહ્યા છે જેમાં ક્રિકેટ સલાહકાર સમિતિએ ભારતીય ટીમના ચીફ કોચની પસદંગી માટે રૂપિયા માંગ્યા હોય. બોર્ડ પાસે આવી કોઈ માંગણી કરવામાં આવી નથી અને આ અહેવાલમાં કોઈ તથ્ય નથી. મીડિયા રિપોર્ટ એવો દાવો કરવામાં આવ્યો હતો કે સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની ક્રિકેટ સલાહકાર સમિતિએ બોર્ડ સમક્ષ કોચની પસંદગી માટે તેઓને મહેનતાણું મળવું જોઈએ. જોકે ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિકયુટીવ ઓફિસર રાહુલ જોહરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આવો કોઈ દાવો કરવામાં આવ્યો નથી અને અખબારોમાં પ્રસિદ્ધ તથા સમાચારોમાં કોઈ સચ્ચાય નથી અને તે સંપૂર્ણપણે બેબુનિયાદ છે. વધુમાં તેને જણાવ્યું કે આ પૂર્વ મહાન ખેલાડીઓનું પ્રદાન ઓછુ આંકવા તેમજ તેને ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યા છે. આ કમિટીની ભલામણો અને માર્ગદર્શન ભારતીય ક્રિકેટ માટે કિમતી છે. સીએસીની રચના બીસીસીઆઈના દિવગંત અધ્યક્ષ જગમોહન દાલમિયાએ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.