Abtak Media Google News

યજ્ઞોપવિત સામાન્ય અર્થમાં ત્રણદારોને ગાંઠવાળી સુતરની માળા બનાવવી તેને શોભા માટે કે જ્ઞાતિ રીવાજ મુજબ પહેરવી અને બાકીના સમયે ખીટીએ લટકાવી દેવાનું સુતર નથી આવું કરવાવાળા ખરેખર તો પાપના ભૌકતા બને છે. યજ્ઞોપવીત બ્રાહ્મણ ક્ષત્રીય અનવૈશ્ય ધારણ કરે છે વેદિક અર્થમાં યજ્ઞોપવિત શબ્દ યજ્ઞ + ઉપવીત તે બન્ને શબ્દો ભેગા કરવાથી બને છે. યજ્ઞથી પવિત્ર કરેલ સૂત્ર તે યજ્ઞોપવિત કહેવાય.

Advertisement

યજ્ઞોપવિત સંસ્કારને વ્રતબંધન ઉપનયન સંસ્કાર કહેવાય છે.

યજ્ઞોપવિતની ઉત્પતિ કયારે થઇ તે જાણવું માનવ બુઘ્ધિથી શકય નથી. તેની ઉત્પતિ ઇશ્વર સાથે જ અથવા ઇશ્વર સાથે જ છે. આનો સંબંધ તો જયારે પ્રલયના ગર્ભ સૃષ્ટિની ઉત્પતિ થઇ તેના અનન્ત કાળથી છે. પ્રસુપત માનવ સૃષ્ટિના નવોદયનો પ્રારંભ થયો તે સમયે બ્રહ્માજી સ્વયં યજ્ઞોપવિત ધારણ કરેલા જ હતા અને પ્રથમ બ્રાહ્મણએ પોતાન માનસપુત્ર મનુ મહારાજને જનોઇ આપી અને સ્મૃતિ ગ્રંથોમાં તેનો ઉલ્લેખ કર્યો છે.

યજ્ઞોપવિત પોતે જાતે અથવા બ્રાહ્મણ કન્યા અથવા સાઘ્વીના હાથે કાંતેલ રૂમાંથી ૯૬ વાર ત્રણ વખત જમણા હાથની ચાર આંગણી ઉપર વીંટાળી ત્રણ વખત ત્રેવડું કરી તેના મુળમાં બ્રહ્મગાંઠ, ગાયત્રી મંત્ર તથા પ્રણવથી અભિમંત્રિત કરીને બનાવી શકાય તેને યજ્ઞોપવિત કહેવાય છે.

મહર્ષિ કાન્યાયન કહે છે કે યજ્ઞોપવિત બનાવવા માટે કોઇ તીર્થસ્થળ, દેવમંદીર  કે પવિત્ર જગ્યા ગૌશાળા વિગેરેમાં જઇ અન અઘ્યયયનની તિથી એમ આઠમ, પુનમ અને અમાસ સિવાયની તીથીમાં સંઘ્યા વંદન કરી પવિત્ર થઇ ગાયત્રી મંત્રના જપ કરી પછી સ્વયં કાંતેલ અથવા કુમારી કન્યાએ કાંતેલ સુતર પોતાના જમણા હાથની આંગણી ઉપર ૯૬ વખત ઓમ ભૂ: નો ઉચ્ચાર કરતા વિંટવ ફરી તેજ સળંગ સુતરને ઓમ ભુવ: નો ઉચ્ચાર કરીબેવડું કરવું ત્રીજી વખત ઓમ સ્વ: નો ઉચ્ચાર કરતાં ત્રણ વડું કરવું ત્યાર બાદ ગાયત્રી મંત્ર નો ઉચ્ચાર કરતાં કરતા તકલી અથવા તો રેટિયોથી વળ દેવો ફરી તે સુતરને ત્રણવડુ કરી હાથેથી વળ દેવો, ત્યાર બાદ બન્ને પગના અંગુઠામાં રાખી ત્રણ વડું કરી બ્રહ્મગાંઠ આપવી આગુંઠામાં પોતાના પ્રવર મુજબ એેટેકે આપણા શ્રીગોડ બ્રાહ્મણોને ત્રણ વખત તેમાં પંચ પ્રવર દવે ને પાંવખત દોરો વચ્ચેથી ગડકાવ વચ્ચે એક ગાંઠ અને છેલ્લે બન્ને છેડા ભેગા કરી એક ગાંઠ આપવી આ બ્રાહ્મગાં જાણકાર પાસે શીખીને જાણી લેવું આમ ત્રણ ગાંઠ  આપવી.

આ રીતે જનોઇ તૈયાર થયા પછી ઓમ નો ઉચ્ચાર કરી જલમાં પલાળવી ઓમ આપો હિષ્ઠા… અને શંનો દેવી… ઓમ તત્સવિતું:… આમંત્રથી અભિમંત્રીત એટલે તેના ઉપર પાણી છાંટવું પછી નીચોવી સાત વખત હવામાં જાટકવી તેમાં નવ તંતુમાં નવ દેવો છે તેની આ મુજબ પૂજા કરવી ઓમ, અગ્નિ, અનન્ત, ચંદ્રમાઁ, પિતૃગણ, પ્રજાપતિ, વાયુ, સૂર્ય અને સર્વદેવ (વિશ્વેદેવા) વિગેરેનું ક્રમશ: આહવન કરી પૂજન કરવું અને ઓમ ઉદ્વયં તમસસ્પરિ…. અને યજ્ઞોપવિતમ્ર પરમં…. આ મંત્રથી સૂર્યનારાયણ પ્રદર્શીત કરી ડાબા ખભે જનોઇ ધારત કરવી ઉપર મુજબ જનોઇ ધારણ કરવાથી ઉપરોકત દેવતાઓના આવાહનથી આપણને ક્રમશ: બ્રહ્મલાભ, તેજસ્વિતા, ધૈર્ય, આલ્હાદકતત્વ, સ્નેહ, પ્રજાપાલન, સુચિત્વ પ્રણત્વ અને બ્રહ્મત્વનો લાભ મલે છે. અને તે ગુણો ધારણ કરતાં કરતાં એ અનુભવ કરે છે કે હું તે દરેક નવ દેવતાઓનું સામર્થ્ય ધારણ કરું છું.

જનોઇને ત્રણ વડી કરવામાં આવે છે કારણ કે આપણાં હિંદુ ધર્મમાં ત્રણની સંખ્યાને પ્રધાન આપેલ છે. આઘ્યાત્મિક, આધિભૌતિક અને આધિદેવિક, આપણા મુખ્ય દેવ ત્રણ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર આપણી ઋતુ ત્રણ છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ માટે જનોઇને ત્રણ વડી કરવામાં આવે છે આમ જનોઇ માટે તે બ્રહ્મસૂત્ર હોવાના આધારે ઘણાં છે સાર રુપ મને મારી મતિ મુજબ જે આધારો મલ્યા તે આધારે દર્શાવેલ છે.

તે આધારોના અનુસંધાને આ પવિત્ર યજ્ઞોપવિત ધારણ કરવાથી બ્રાહ્મણ બ્રહ્મત્વને પામે છે. તે ભાવ ધારણ કરી જનોઇ ધારણ કરવામાં આવે છે તેના નવ તંતુઓ થતાય તેમાં નવ દેવતાઓની સ્થાપના થાય છે. તેનાથી ઇશ્વરીય લાભ, બ્રહ્મ લાભ, તેજસ્વિતા, ધૈર્ય, આલ્હાદક તત્વ સ્નેહ, પ્રજાપાલન, પવિત્રતા અને પ્રણત્વ વિગેરે ગુણો જનોઇમાંથી મલે છે.

આ યજ્ઞોપવિત ધારણ કરવાના નિયમો કાળ અને મુહુતો આપણા શાસ્ત્રોમાં આપવામા આવેલ છે. વિદ્વાનો ની સલાહ લઇ ધારણ કરી શકાય. આ યજ્ઞોપવિત દર ચાર માસના અંતે, ગ્રહણ, જન્મ-મરણ સૂતક પ્રાપ્ત થયા પછી રજસ્વલાનો સ્૫ર્શ થાય ત્યારે અપવિત્ર વ્યકિત ના સંપર્કમાં આવ્યા હોઇએ ત્યારે અને જનોઇ કેડથી નીચે ઉતરી જાય તો ત્યારે અને શ્રાવણી પૂર્ણિમાના દિવસે નૂતન જનોઇ ધારણ કરાય છે.

આખા વર્ષ દરમ્યાન યજ્ઞોપવિત  ધારણ કરનાર બ્રાહ્મણે વેદ તથા પુરાણના મંત્રો વડે જે કાંઇ પણ યજમાનના કલ્યાણ માટે મંત્રો ભણીને કર્મ કરેલ હોય તે દરેક મંત્રોનો કાયમ પાઠ-અઘ્યયન કરી તેમંત્રોને પૂર્ણજીવીત અથવા સબળ કરવા જોઇએ એમ છતાં વર્ષ પૂર્ણ થતાં તે મંત્રો ફરીથી ગુરુ મુખ કરવા જોઇએ અને ત્યાર બાદ જ યજમાનના કાર્ય માટે જે તે મંત્રોનો ઉપયોગ કરવો જોઇએ.

આમ આ મંત્રો શ્રાવણ સુદ પુનમ અથવા જનોઇ બનલાવવાના દિવસે વૈદોકત વિધિ કરી જયારે જનોઇ બદલાવવામાં આવે ત્યારે જ ગુરુ પાસેથી લીધેલ મંત્ર સબળ થાય અત્યથા તે મંત્ર નિર્માલ્ય થઇ જાય છે. આ માટે જનોઇ ન પહેરતા હોય તેવા વર્ણની વ્યકિતએ પવિત્ર દ્વાદશીના દિવસે ગુરુ પુર્ણિમાના દિવસે પોતાના ગુરુની પૂજા કરી પવિત્રા અર્પણ કરવા જોઇએ જેથી બ્રાહ્મણો મો શ્રાવણી (યજુર્વેદી બ્રાહમણો માટે) ઉપાકર્મ કે જનોઇ બદલાવવા નો દિવસ ખાસ મહત્વનો છે અને દિવસે દરેક બ્રાહ્મણોએ સવારના જનોઇ બદલાવવાનો વિધિ કર્યા બાદ જ બપોર બાદ રાખડી બંધાય પૂનમના દિવસે સવારના ભાગે સામાન્ય રીતે ભદ્વા નો વસ હોય છે જેથી સવારના રાખડી બંધાય નહિ બપોર બાદ જ રાખડી બંધાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.