Abtak Media Google News

કાર ટોઈંગના મુદ્દે ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં દલીલ કરતા યુવકે મોબાઈલમાં વીડિયો રેકોર્ડીંગ કરતા ગુનો નોંધાયો.

ટેકનોલોજીના વિકાસના કારણે સત્ય બહાર લાવવું ઘણું સરળ બન્યું છે ત્યારે કાયદાની આંટીઘૂંટીના કારણે ટેકનોલોજીનો સદ્ઉપયોગ કે દૂરઉપયોગ થતો હોય છે. પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી અંગેની વીડિયો રેકોર્ડીંગ કરવી તે ગુનો ગણાય કે કેમ તે અંગે ઘણી વખત ગુંચવણ ઉભી થતી હોય છે. ગાંધીનગર નજીકના ભાટ ગામ ખાતે ટ્રાફિકના મુદ્દે ગાયકવાડી હવેલી પોલીસ મથકે કાર ચાલક અને પોલીસ વચ્ચે થયેલી જીભાજોડી અંગેનું વીડિયો રેકોર્ડીંગ કરવા અંગે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

ગાંધીનગરના ભાટ ગામે ઈન્દીરા બ્રીજ નજીક જગદીશ હરિચંદ મુરજાની નામના કાર ચાલકે પોતાની કાર ઘટના સ્થળે ઉપસ્થિત ટ્રાફિક પોલીસને પરવાનગીથી કાર પાર્ક કરી હતી. થોડી વાર બાદ ટ્રાફિકના પોલીસમેન રમેશ પવારે જગદીશ મુરજાનીની કાર ટોઈંગ કરી હતી.

જગદીશ મુરજાની પોતાની કાર ઈન્દીરા બ્રીજ સર્કલ પાસે ઉપસ્થિત ટ્રાફિક પોલીસની સહમતી બાદ પાર્ક કર્યા અંગેની દલીલ કરવા ગાયકવાડ હવેલી પોલીસ મથકે દોડી ગયો હતો. ટ્રાફિક પોલીસ પોતાની કાર ખોટી રીતે ટોઈંગ કર્યા અંગેની જીભાજોડી કરી રહ્યો હતો ત્યારે જગદીશ મુરજાનીએ પોતાના મોબાઈલમાં રેકોર્ડીંગ કરતો હોવાનું ઈન્સ્પેકટર જીગ્નેશસિંહ ડયવંતેના ધ્યાને આવતા તેને રેકોર્ડીંગ કરવા અંગેનું કારણ પુછયું હતું.

તેમજ રેકોર્ડીંગ કરવા અંગેની પરવાનગી અંગે પુછવામાં આવતા જગદીશ મુરજાની સંતોષકારક જવાબ ન આપી શકતા તેની સામે આઈટીની સેકશન ૭૨ અને ૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.ટેકનોલોજીના કારણે પોતાની સત્યતા બહાર લાવવા સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ દ્વારા કરાયેલા વીડિયો રેકોર્ડીંગનું ઘણું મહત્વ છે. ત્યારે પોલીસ સાથેની વાતચીતનું વીડિયો રેકોર્ડીંગ ગુનો ગણાય કે કેમ તે અંગે ગુંચવણ રહેલી છે ત્યારે ગાયકવાડ હવેલી પોલીસે વીડિયો રેકોર્ડીંગ કરનાર કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.