Abtak Media Google News

આકરા તાપમાં ઘરે-ઘરે ફરી રોટલી એકત્ર કરી જાતે શાક બનાવી ગરીબોને વહેંચે છે

કોરોનાના વિકટ સમયમાં ભાજપની મહિલા અગ્રણીઓ ધોમધખતા તાપમાં ઘરે-ઘરે ફરી રોટલી ઉઘરાવી, ઘરે બનાવેલું શાક લઈ જરૂરીયાતમંદ લોકોને વિતરણ કરી ગરીબ શ્રમિક પરિવારોનો જઠરાગ્ની ઠારી રહ્યા છે. પહેલાના સમયમાં કહેવાતું કે સ્ત્રી શુ કરી શકે ?? પહેલા સ્ત્રી બાળકોથી માંડી પતિ અને પરિવારની જવાબદારી પૂરતી સિમીટ હતી. આજના ૨૧મી સદીમા સ્ત્રી તેમાંથી બહાર આવી પરિવારની જવાબદારીની સાથોસાથ નોકરી બિઝનેસ સમાજ સેવા રાષ્ટ્રસેવામાં પણ સિંહફાળો રહયો છે. આજે વાત કરવાની છે એવા  મહિલાઓની કે જેઓ પરિવારમાં ખુબજ સુખી છે.

પરંતુ રાષ્ટ્ર ઉપર આવી પડેલી કોરોનાની મહામારીમાં ઘરમાં હાથમાં હાથ લઇ, એસી, પંખામાં બેસી રહેવાને બદલે. ગરીબોની જઠરાગની ઠારવાનો સઁકલ્પ લઇને ધોમધખતા તાપમાનમા ઘરે ઘરે ફરીને રોજની ૫૦૦-૭૦૦ રોટલી ઉઘરાવીને જરૂરિયાતમંદ પરિવારોને વિતરણ કરીને ભગીરથ કાર્ય કરવાનું સદભાગ્ય પ્રાપ્ત કર્યું છે તેવી મુક સેવક ભાજપાની મહિલા અગ્રણીઓ વિજયાબેન વાછાણી, અલકાબેન કામદાર, નીનાબેન વજીર, રેણુકાબેન વોરા, કૃતિબેન મહેતા, કુમુદબેન ઠક્કર તથા તેમની સમગ્ર ટીમએ હાઉસીંગ બોર્ડ અને ઇન્દ્રપ્રસથ નગરની આજુબાજુમાં વસતા જરૂરિયાતમંદ લોકોને રોટલી અને બહેનોએ પોતાના ઘરે બનાવેલું શાકનું સુવ્યવસ્થિત વિતરણ કરી રહ્યાછે. કોરોનાની વિપરિત પરિસ્થિતિમાં પોતાની આગવી સૂઝબૂઝથી એક સાચા અને સારા મુક સેવક તરીકે ઉભરી આવ્યા છે. કહેવતછે કે, સ્ત્રીની બુદ્ધિ પાની સુધી, પરંતુ પાની જ આખા શરીરનો ભાર વહન કરેછે. સ્ત્રીએ આજે ઘરની સેવા, સમાજ સેવા, રાષ્ટ્ર સેવા કરીને સાચા અર્થમાં કુશળ સંગઠક, કુશળ લીડર તરીકે પ્રસ્થાપિત કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.