Abtak Media Google News

સરગમ કલબના પંચામૃત સાંસ્કૃતિક મહોત્સવ અંતર્ગત ડી.એચ. કોલેજના મેદાનમાં યોજાયેલા સરગમી હસાયરામાં હજારો લોકોએુ આ કાર્યક્રમને માણ્યો હતો.સરગમ કલબ દ્વારા એચ.પી. રાજયગુરુ એન્ડ કાું. તથા વૈભવ જીનીંગ એન્ડ સ્પીનીંગ મીલના સંયુકત ઉપક્રમે યોજાયેલા હસાયરાના કાર્યક્રમમાં ઉદધાટન તરીકે મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ડેકોરા ગ્રુપના નીખીલભાઇ કણસાગરા, રોલેકસ રિંગ્સના મનીષભાઇ માદેકા, વૈભવ જીનીંગના રાજેનભાઇ લોટીયા, એચ.પી. રાજયગુરુ કંપનીના હેતલભાઇ રાજયગુરુ, મારવાડી યુનિવર્સિટીના જીતુભાઇ ચંદારાણા, આદેશ ટ્રાવેલ્સના અનંતભાઇ ઉનડકટ, મુકેશભાઇ પ્રતાપભાઇ પટેલ, પ્રવીણભાઇ ધોળકીયા, રાજેશભાઇ કાલરીયા વગેરે મહાુનભાવો પણ ઉ૫સ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ધનસુખભાઇ ભંડેરીએ પોતાના પ્રવચનમાં આ પ્રકારના કાર્યક્રમોથી રાજકોટની સાંસ્કૃતિક નગરીની ઓળખ જળવાઇ રહે છે તેમ જણાવી આવા આયોજન બદલ સરગમ કલબને અભિનંદન આપ્યા હતા.

આ હસાયરામાં જાણીતા હાસ્ય કલાકારો સાઇરામ દવે, ધીરુભાઇ સરવૈયા, ગુણવંતભાઇ ચુડાસમા અને સુખદેવ ધામેલીયાએ જુદા જુદા વ્યંગ દ્વારા હાસ્ય રસ પીરસીને લોકોનું મનોરંજન કર્યુ હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ભરત સોલંકી, કીરીટ આડેસરા, રમેશભાઇ અકબરી, જયસુખભાઇ ડાભી, કૌશિક વ્યાસ, રાજેન્દ્ર શેઠ, પ્રવીણભાઇ તંતી, જગદીશ કીયાડા, ઉપરાંત લેડીઝ કલબના અલકાબેન કામદાર, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન રાવલ, જયશ્રીબેન મહેતા, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન વ્યાસ, બીનાબેન પોપટ, પ્રતિભા મહેતા, અને વૈશાલી શાહ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

૩પ વર્ષથી ફટાકડાનો વેપાર કરનારા સનમુખભાઇએ જણાવ્યું હતું કે સુપ્રીમે જે ચુકાદો આપ્યો છે તેનું પાલન કેટલાક અંશે પડકારજનક રહેશે. કારણ કે બાળકોને સમજાવવા મુશ્કેલ છે. તેનાથી વેચાણ ઉપર વધુ અસર નહી થાય કારણ કે ફટાકડા ફોડનારા લોકો તો ખરીદી કરવાના જ છે. હવે તે કયારે અને કેવી રીતે ફોડે તેના વિશે આવનારો સમય કહેશે, ઓનલાઇન ફટાકડાના વેંચાણ ઉપર પ્રતિબંધ થતા દુકાનદારોને તો ફાયદો જ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.