Abtak Media Google News

અબતક, મુંબઇ

Advertisement

સાયરા બાનોનો ઇલાજ કરાવી રહેલાં ડોક્ટર નિતિન ગોખલેએ તેમનાં સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી છે. તેમણે જણાવ્યું છે કે, તેમનું લેફ્ટ વેટ્રિકુલર ફેઇલ થઇ ગયુ છે. જેને કારણે તેમની એન્જિયોગ્રાફી થઇશે અને ઇલાજ ચાલશે.

દિવંગત એક્ટર દિલીપ કુમારની પત્ની અને એક્ટ્રેસ સાયરા બાનુ ગત ચાર દિવસથી મુંબઇનાં હિન્દુજા હોસ્પિટપલમાં દાખલ છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. છાતીમાં દુખાવાની ફરિયાદ થયા બાદતેમનાં પરિજનોએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. તેમનાં સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો છે. સાયરા બાનોની ખરાબ તબિયત બાદથી તેમનાં ફેન્સ ઘણાં પરેશાન છે. અને સતત તેમનાં સાજા થવાની કામના કરી રહ્યાં છે. તેમનાં ડોક્ટર્સે પણ કહ્યું છે કે, સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો છે.

 સાયરા બાનોની ટૂંક સમયમાં થશે એન્જિયોગ્રાફી, લેફ્ટ વેંટ્રિકુલર થયું ફેઇલ

સાયરા બાનુનો ઇલાજ કરી રહેલાં ડોક્ટર નિતિન ગોખલેએ તેમનાં સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું છે. તેમનું ડાબુ વેટ્રિકુલર ફેઇલ થઇ ગયું છે.. આ કારણે તેમની એન્જિયોગ્રાફી થશે અને બાદમાં ઇલાજ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, તેમનાં સ્વાસ્થ્યમાં સુધારો છે. અને આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજે તેમને આઇસીયુમાંથી બહાર લાવી નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવશે.

નિતિન ગોખલેએ જણાવ્યું કે, એન્જિયોગ્રાફી તેમનાં સમય પર જ કરવામાં આવશે. પણ આ પહેલાં સાયરા બાનોને ડિસચાર્જ કરવામાં આવશે. અને તેમની એન્જિયોગ્રાફી માટે તેમને ફરી એડમિટ થવું પડશે. પણ આ માટે પહેલાં ડાયાબિટીઝ કંટ્રોલમાં કરવું જરૂરી છે.’

૭૬ વર્ષિય સાયરા બાનુ  ગત ૫૪ વર્ષથી દિલીપ કુમારની સાથે તેમનાં પડછાયાની જેમ રહે છે. તેમનાં નિધન બાદ તે ઘણાં જ એકલાં થઇ ગયા છે. બે મહિના પહેલાં ૭ જુલાઇનાં દિલીપ કુમારનાં નિધનથી તેમનાં લાખો ચાહકો દુખી હતાં. સૂત્રો મુજબ, દિલીપ સાહબનાં નિધન બાદ સાયરા બાનો ઘણી જ ગુમસુમ રહેવાં લાગી છે. તેમને સતત દિલીપ સાહબની યાદ આવે છે. અને તેઓ પરિવાર સાથે ફક્ત અને ફક્ત દીલિપ કુમાર અંગે જ વાતો કરે છે.

ધમેન્દ્રએ હાલમાં જ જણાવ્યું કે, તેમણે (સાયરા બાનો)એ ચાર દિવસ પહેલાં મારી સાથે મોબાઇલ પર વાત કરી હતી. સાયરાએ તેમનાં મિસ કોલ પર તેમને કોલ કર્યો હતો. તેમને કહ્યું હતું કે, જ્યારે તમે ફોન કર્યો ત્યારે હું તમારો સંપર્ક ન કરી શકી તેથી હવે ફોન કરું છું,મારી તબિયત ઠીક નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.